અર્થશાસ્ત્ર
શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ
શાર્પ (Sharpe) વિલિયમ ફોરસિથ (જ. 16 જૂન 1934, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : 1990 વર્ષ માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. ઉચ્ચ શિક્ષણ લૉસ એન્જેલિસ ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં લીધું. 1958માં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની અનુસ્નાતક પદવી અને 1961માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1957-61 દરમિયાન રૅન્ડ કૉર્પોરેશનમાં કામ કરતી વેળાએ તેઓ…
વધુ વાંચો >શાહ, આર. સી.
શાહ, આર. સી. (જ. 23 નવેમ્બર 1923, સંખેડા, જિ. વડોદરા) : ભારતના બૅંકિંગ ક્ષેત્રના અગ્રણી, બૅંક ઑવ્ બરોડાના પૂર્વ ચૅરમૅન તથા મેનેજિંગ ડિરેક્ટર અને ભારતની ‘એક્ઝિમ બૅંક’ના સ્થાપક-ચૅરમૅન. આખું નામ રણછોડલાલ ચુનીલાલ શાહ. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ. (ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કર્યા પછી ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બૅંકર્સ, લંડનના ફેલો…
વધુ વાંચો >શાહ, કે. ટી.
શાહ, કે. ટી. (જ. 20 ફેબ્રુઆરી 1888, માંડવી, કચ્છ; અ. 10 માર્ચ 1953, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, પ્રખર દેશભક્ત તથા આર્થિક આયોજનના હિમાયતી. મૂળ ગુજરાતના કચ્છ પ્રદેશના વતની. આખું નામ ખુશાલ તલકસી શાહ. પ્રાથમિક, માધ્યમિક અને અર્થશાસ્ત્રમાં બી.એ. સુધીનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં લીધા બાદ વધુ શિક્ષણ…
વધુ વાંચો >શાહુકાર
શાહુકાર : ખેડૂત તથા અન્ય વર્ગને ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ આપનાર વ્યક્તિ. સામાન્ય રીતે ભારતના ખેડૂતોને (ક) બિયારણ, ખાતર અને ઘાસચારાની ખરીદ જેવા ખેતીખર્ચ અને અનાવૃષ્ટિના વર્ષમાં ઘરખર્ચ માટે એકથી સવા વર્ષના ટૂંકા ગાળાનાં ધિરાણ, (ખ) જમીનમાં સુધારા-વધારા કરવાનો ખર્ચ, અને ખેતીવાડીનાં સાધનો તથા ઢોરઢાંખર ખરીદવા માટે એકથી…
વધુ વાંચો >શિકાગો સ્કૂલ (Chicago School)
શિકાગો સ્કૂલ (Chicago School) : પ્રજાના આર્થિક વ્યવહારોમાં રાજ્યની દરમિયાનગીરીનો વિરોધ કરતી અર્થશાસ્ત્રની એક વિચારધારા. તેના પાયામાં અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના કેટલાક અર્થશાસ્ત્રીઓ છે. 1930 પછીના દસકામાં શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર-વિભાગે અર્થશાસ્ત્રના ક્ષેત્રે આગળ પડતું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેનું બૌદ્ધિક નેતૃત્વ લગભગ 1950 સુધી ફ્રાન્ક એચ. નાઇટ તથા હેનરી…
વધુ વાંચો >શિનૉય, બી. આર.
શિનૉય, બી. આર. (જ. 3 જૂન, 1905, બેલ્લિકોઠ, જિ. મેંગલોર, કર્ણાટક; અ. 8 ફેબ્રુઆરી, 1978, નવી દિલ્હી) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જમણેરી વિચારસરણી અને ઉદારીકરણના સમર્થક ભારતીય અર્થશાસ્ત્રી. આખું નામ બેલ્વિકોઠ રઘુનાથ શિનૉય. 1920માં મૅટ્રિક થયા બાદ ઉચ્ચ શિક્ષણ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં; જ્યાંથી 1929માં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની અનુસ્નાતક પદવી…
વધુ વાંચો >શુમ્પિટર, જૉસેફ એ.
શુમ્પિટર, જૉસેફ એ. (જ. 1883, ટ્રિશ, ઑસ્ટ્રિયા; અ. 8 જાન્યુઆરી 1950) : અર્થશાસ્ત્રની વિવિધ શાખાઓ પર નિપુણતા ધરાવતા ઑસ્ટ્રિયન અર્થશાસ્ત્રી. તેમના પિતા વણકર હતા. વિયેનાની શાળાઓમાં તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. તેઓ વિચક્ષણ યાદશક્તિ ધરાવતા હતા. 1901માં કાયદાશાસ્ત્રના અધ્યયન માટે તેઓ વિયેના યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1906માં તે વિદ્યાશાખામાં ડૉક્ટરેટની…
વધુ વાંચો >શુલ્ટ્ઝ, થિયૉડોર વિલિયમ
શુલ્ટ્ઝ, થિયૉડોર વિલિયમ (જ. 30 એપ્રિલ 1902, અર્લિંગ્ટન પાસે, દક્ષિણ ડાકોટા, અમેરિકા; અ. 26 ફેબ્રુઆરી 1998, શિકાગો) : 1979 વર્ષના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમણે 1927માં દક્ષિણ ડાકોટા સ્ટેટ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી તથા 1930માં વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા બાદ 1930-43ના ગાળામાં આયોવા સ્ટેટ કૉલેજમાં…
વધુ વાંચો >શૂન્ય-આધારિત બજેટિંગ (zero based budgeting – ZBB)
શૂન્ય–આધારિત બજેટિંગ (zero based budgeting – ZBB) : ઉત્પાદનની ચાલુ પ્રવૃત્તિઓ જારી રાખવી, વધારવી, ઘટાડવી અથવા બંધ કરવી તેનો નિર્ણય કરવા માટે સંચાલકોએ પ્રત્યેક વર્ષે બધી પ્રવૃત્તિઓનું નવેસરથી મૂલ્યાંકન કરવાનો અપનાવેલો વ્યવસ્થિત અભિગમ. સામાન્ય રીતે ઉત્પાદક સંસ્થા/કંપનીનું નવા વર્ષનું અંદાજપત્ર તૈયાર કરવા માટે ચાલુ વર્ષમાં કરેલો ખર્ચ ઉચિત પ્રમાણમાં કરેલો…
વધુ વાંચો >શૅરદલાલ
શૅરદલાલ : શૅર, સ્ટૉક અને અન્ય જામીનગીરીઓનાં ખરીદનાર અને વેચનારની વચ્ચે કડી જેવી મધ્યસ્થીની સેવા આપનાર. શૅરદલાલે કોઈકના વતી શૅર, સ્ટૉક વગેરેનાં ખરીદ-વેચાણ કરવાનાં હોય છે, ત્યારે પ્રતિપક્ષને શોધીને સોદો સંપૂર્ણ કરવાની જરૂર ઊભી થતી નથી. ખરીદનારા કે વેચનારાએ જે ભાવે સોદો કરવાની શૅરદલાલને સૂચના આપી હોય તે ભાવે શૅરદલાલ…
વધુ વાંચો >