અર્થશાસ્ત્ર

મૅનેજિંગ એજન્સી

મૅનેજિંગ એજન્સી : ભારતમાં વ્યાપારી કે ઔદ્યોગિક પેઢીઓની સ્થાપના અને સંચાલન કરનાર અને તે દ્વારા નફો કમાનાર વ્યક્તિઓનાં જૂથો. આ જૂથો ભાગીદારી પેઢી અથવા ખાનગી મર્યાદિત જવાબદારીવાળી મંડળીના સ્વરૂપે કામ કરતાં હતાં અને તેમના દ્વારા બૅંકો, મિલો, વહાણવટું, જાહેર ઉપયોગની સેવાઓ (public utilities), ખાણો, બગીચા-ઉદ્યોગો, મૂડીરોકાણ કરતાં ટ્રસ્ટો અને સુવાંગ…

વધુ વાંચો >

મેન્જર, કાર્લ

મેન્જર, કાર્લ (જ. 23 ફેબ્રુઆરી 1840, ગાલિસિયા, ઑસ્ટ્રિયા; અ. 26 ફેબ્રુઆરી 1921, વિયેના, ઑસ્ટ્રિયા) : અર્થશાસ્ત્રમાં ઑસ્ટ્રિયન વિચારધારા તરીકે ઓળખાતી વિશિષ્ટ શાખાના સંસ્થાપક. વિયેના અને પ્રાગ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ લીધા પછી થોડાક સમય માટે તેમણે નાગરિક સેવાક્ષેત્રે કામ કર્યું. 1873માં વિયેના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. 1890માં આ પદ પરથી સ્વેચ્છાથી…

વધુ વાંચો >

મોડિગ્લિયાની, ફ્રાંકો

મોડિગ્લિયાની, ફ્રાંકો (જ. 18 જૂન 1918, રોમન; અ. 25 સપ્ટેમ્બર 2003 કેમ્બ્રિજ) : ઇટાલીમાં જન્મેલા પરંતુ અમેરિકાના કાયમી વસવાટ માટે સ્થળાંતર કરી ગયેલા અગ્રણી  અર્થશાસ્ત્રી. તેમને અર્થશાસ્ત્રીઓના અર્થશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. 1939 તેમણે ફૅસિસ્ટ સત્તા હેઠળના ઇટાલીનો ત્યાગ કરી અમેરિકા જતા રહ્યા હતા. તે પૂર્વે 1939માં તેમણે રોમ યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

મૉર્ગેન્સ્ટર્ન, ઑસ્કર

મૉર્ગેન્સ્ટર્ન, ઑસ્કર (જ. 1902; અ. 1977) : અર્થશાસ્ત્રમાં રમતનો સિદ્ધાંત દાખલ કરનાર અર્થશાસ્ત્રી. 1933માં ડૉક્ટરેટની પદવી મેળવ્યા પછી તેઓ તરત જ વિયેના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપકના પદ પર નિમાયા, જ્યાં તેમણે ત્રણ વર્ષ કામ કર્યું. ત્યારબાદ રજા લઈને તેઓ અમેરિકા જતા રહ્યા. વિયેના પર નાઝી જર્મનીએ સત્તા સ્થાપ્યા પછી રાજકીય કારણોસર…

વધુ વાંચો >

મૉટર્ગેજ (મૉર્ગેજ)

મૉટર્ગેજ (મૉર્ગેજ) : જુઓ બૅંકિંગ

વધુ વાંચો >

યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા

યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા : ભારતમાં જાહેર ક્ષેત્રનું અગ્રણી પારસ્પરિક નાણાભંડોળ (mutual fund). સ્થાપના 1964. તેનું ધ્યેય અલ્પ બચત કરનારા રોકાણકારોને રોકાણોની વિવિધતા ઉપરાંત સુરક્ષા પ્રદાન કરવાનું છે. તેનું સંચાલન વ્યાવસાયિક ધોરણે કરી, સાથોસાથ રોકાણકારોને પ્રવાહિતાની સવલત પૂરી પાડી મહત્તમ વળતર મેળવી આપવાનું પણ તેનું ધ્યેય રહ્યું છે. ટ્રસ્ટ તેના…

વધુ વાંચો >

યુનિટ બૅકિંગ

યુનિટ બૅકિંગ : કોઈ પણ શાખા ઉઘાડ્યા વગર માત્ર એક જ કાર્યાલય દ્વારા ચલાવવામાં આવતો બૅકિંગ વ્યવસાય. બૅકિંગના ધંધાની શરૂઆત યુનિટ બૅકિંગથી થઈ છે. અપવાદસ્વરૂપ કિસ્સાઓ સિવાય આજે પણ નવી શરૂ થતી બૅંક પહેલાં મુખ્ય મથકથી બૅકિંગનો વ્યવસાય શરૂ કરે છે. સમય જતાં અનુકૂળતાએ બૅંકો શાખા ખોલે છે. શાખા વગરની…

વધુ વાંચો >

યુરોપીય આર્થિક સમુદાય (યુરોપીય સંઘ)

યુરોપીય આર્થિક સમુદાય (યુરોપીય સંઘ) : યુરોપીય સંઘ તરીકે ઓળખાતા પશ્ચિમ યુરોપના કેટલાક દેશોનો સમુદાય. વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપની ધરતી પર બે મોટાં યુદ્ધો લડાયાં. તેમાં યુરોપના નાના-મોટા ઘણા દેશોને વત્તાઓછા પ્રમાણમાં ખુવારી વેઠવી પડી, પરંતુ ફ્રાન્સ અને જર્મની વધુ પ્રમાણમાં તારાજ થયાં હતાં. વૈમનસ્ય અને યુદ્ધોથી ભરેલા ઇતિહાસમાંથી ફ્રાન્સ,…

વધુ વાંચો >

રસીદ

રસીદ : નાણાં સ્વીકારનારે જરૂરી નાણાં મળ્યા અંગેનો નાણાં ચૂકવનારને આપેલો સહીસિક્કાવાળો દસ્તાવેજ. ધંધાકીય જગતમાં શાખ ઉપર માલ વેચ્યા પછી માલ લેનાર બિલની રકમ ચૂકવે ત્યારે રકમ લેનાર લેણદાર રકમ મળ્યાની રસીદ આપતા હોય છે. આ રકમ બિલની રકમ જેટલી હોવી જોઈએ તેવું દરેક પ્રસંગે બનતું નથી. વટાવ, માલપરત અને…

વધુ વાંચો >

રાજકીય અર્થકારણ (political economy)

રાજકીય અર્થકારણ (political economy) : અઢારમી સદીમાં અર્થશાસ્ત્ર માટે રૂઢ થયેલો શબ્દ. આજે જેને રાજ્યની આર્થિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે એવાં પગલાંની ચર્ચા કરતાં લખાણો માટે તે નામ પ્રયોજવામાં આવેલું. આંતરરાષ્ટ્રીય વેપાર, હૂંડિયામણ, નાણું, કરવેરા વગેરેને સ્પર્શતાં સરકારી પગલાંઓની ચર્ચાનો સમાવેશ નવી ઊપસી રહેલી જ્ઞાનની આ શાખામાં થતો હતો.…

વધુ વાંચો >