અર્થશાસ્ત્ર

મિશ્ર અર્થતંત્ર

મિશ્ર અર્થતંત્ર : રાજ્યની અર્થતંત્રમાંની દરમિયાનગીરીથી મહદ્અંશે મુક્ત અર્થતંત્ર તથા અર્થતંત્રમાંની રાજ્યની દરમિયાનગીરી ધરાવતું સમાજવાદી ઢબનું અર્થતંત્ર – આ બે છેડાની આર્થિક પદ્ધતિઓનો સમન્વય સાધવા પ્રયાસ કરતી મધ્યમમાર્ગી આર્થિક પદ્ધતિ. આમાંથી પ્રથમ પ્રકારના અર્થતંત્રમાં આર્થિક નિર્ણયો મુક્ત બજારનાં પરિબળો દ્વારા લેવાતા હોય છે, જ્યારે બીજા પ્રકારના અર્થતંત્રમાં આર્થિક નિર્ણયો લેવાની…

વધુ વાંચો >

મીડ, જેમ્સ એડ્વર્ડ

મીડ, જેમ્સ એડ્વર્ડ (જ. 23 જૂન 1907, સ્વાનેજ(swanage); અ. 22 ડિસેમ્બર 1995, કેમ્બ્રિજ) : ઇંગ્લૅન્ડના અગ્રણી અર્થશાસ્ત્રી અને 1977ના વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઉચ્ચશિક્ષણ ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં લીધું અને તે દરમિયાન ક્લાસિક્સ, રાજ્યશાસ્ત્ર, તત્વજ્ઞાન અને અર્થશાસ્ત્રના વિષયોમાં પદવીઓ પ્રાપ્ત કરી. 1938–40 દરમિયાન જિનીવા ખાતે લીગ ઑવ્ નૅશન્સના…

વધુ વાંચો >

મુક્ત અર્થતંત્રની નીતિ

મુક્ત અર્થતંત્રની નીતિ : અર્થતંત્રમાં સ્વયંચાલિત રીતે, રાજ્યતંત્રની દરમિયાનગીરી વિના ઉત્પાદન અથવા વહેંચણીની પ્રક્રિયા ચાલવા દેવા અંગેની આર્થિક નીતિ. આવી નીતિમાં મુક્ત સાહસને મૂડી પર માલિકી-હક ધરાવવાની તથા તેના રોકાણ દ્વારા નફાલક્ષી આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેની સંપૂર્ણ મોકળાશ હોય છે. રાજ્ય-સંચાલિત અથવા રાજપ્રેરિત આર્થિક આયોજનની પદ્ધતિ કરતાં તે તદ્દન…

વધુ વાંચો >

મુક્ત વેપાર વિસ્તાર

મુક્ત વેપાર વિસ્તાર : વેપારમાં વૃદ્ધિ કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય અથવા મહદ્અંશે સમાન વિચારસરણી ધરાવતાં રાષ્ટ્રોએ વિકસાવેલું પ્રાદેશિક બજારક્ષેત્ર. પ્રત્યેક રાષ્ટ્રનાં આંતરિક બજારો સામાન્ય રીતે સાંકડાં હોય છે, તેથી આધુનિક ઉદ્યોગીકરણ, તાંત્રિક પરિવર્તન અને ઉચ્ચ સ્તરની અર્થવ્યવસ્થા માટે તેમની શક્તિ મર્યાદિત હોય છે. આ વિઘ્ન દૂર કરવા માટે ભૌગોલિક સાંનિધ્ય…

વધુ વાંચો >

મૂડી

મૂડી : ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતાં જમીન સિવાયનાં ભૌતિક સાધનો. આ વ્યાખ્યા મુજબ યંત્રસામગ્રી, પ્લાન્ટ, સ્પેર-પાર્ટ તો મૂડી છે જ, પણ તે ઉપરાંત ઉત્પાદનમાં વપરાતો કાચો માલ, વીજળી-પુરવઠો, કારખાનાનાં મકાનો, જળસિંચન માટેની નહેરો, વસ્તુઓનો વેચાણ માટે રાખેલો સ્ટૉક કે જથ્થો વગેરે પણ મૂડીમાં ગણાય છે. મૂડીના મુખ્ય બે પ્રકાર છે…

વધુ વાંચો >

મૂડીરોકાણ

મૂડીરોકાણ : સામાન્ય રીતે નફો મેળવવાના હેતુથી નાણાંનો કે ઉત્પાદનનાં અન્ય સાધનોનો ઉપયોગ કરવાની પ્રક્રિયા અથવા કૃત્ય. સામાન્ય વ્યવહારની ભાષામાં નાણાકીય સાધનો દ્વારા થતા રોકાણને મૂડીરોકાણ કહેવામાં આવે છે. એટલે કે નાણાભંડોળ પ્રાપ્ત કરી તેનો શૅર, જામીનગીરી વગેરે મેળવવા માટે ઉપયોગ કરવો. ક્યારેક વાસ્તવિક અસ્કામતો પ્રાપ્ત કરવા માટે નાણાંના થતા…

વધુ વાંચો >

મૂડીલાભ

મૂડીલાભ : અસ્કામતની ખરીદી અને તેના વેચાણ વચ્ચેના સમયગાળામાં તેની બજારકિંમતમાં જે વધારો થયો હોય તે; દા.ત., કોઈ વ્યક્તિએ રૂ. 100ની કિંમતે શૅર ખરીદ્યો હોય અને તે રૂ. 140માં વેચ્યો હોય તો તેને જે વધારાના રૂ. 40 મળ્યા તે મૂડીલાભ (capital gain) કહેવાય. વેપારી હેતુ માટે મૂડીલાભની ગણતરી એક જટિલ…

વધુ વાંચો >

મૂડીલાભવેરો

મૂડીલાભવેરો : આયકર અધિનિયમ – 1961 હેઠળ મૂડી-અસ્કામત(capital assets)ના હસ્તાંતરણમાંથી ઉદભવેલી કરપાત્ર આવક પર આકારવામાં આવતો કર. આયકર અધિનિયમમાં આવકની કોઈ સર્વગ્રાહી (exhaustive) વ્યાખ્યા આપી નથી, પરંતુ પ્રાપ્ત થયેલા ધનરાશિમાંથી કઈ રકમનો કરના હેતુ માટે આવકમાં સમાવેશ કરાશે તેનો નિર્દેશ કરતી (inclusive) વ્યાખ્યા આપી છે. કુલ આવકની ગણતરી કરવામાં (1)…

વધુ વાંચો >

મૂડીવાદ

મૂડીવાદ : સ્વૈરવિહાર અને મુક્ત બજારતંત્ર પર આધારિત આર્થિક માળખું. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજમાં ઉપલબ્ધ ઉત્પાદનનાં સાધનોનું રોકાણ મૂડીપ્રચુર ઉદ્યોગોમાં થયેલું હોય છે; જેમાં ઉત્પાદનનાં ભૌતિક સાધનોની માલિકી મોટા ભાગે ખાનગી વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત થયેલી હોય છે અથવા તો ખાનગી ક્ષેત્રની વ્યક્તિઓ દ્વારા મહેનતાણું ચૂકવીને તે ભાડે રાખવામાં આવતાં હોય છે,…

વધુ વાંચો >

મૂલ્ય

મૂલ્ય : કોઈ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાની શક્તિ દર્શાવતો ખ્યાલ અથવા વિભાવના. અર્થશાસ્ત્રમાં મૂલ્યનો સંદર્ભ ઉપયોગિતા અથવા તુષ્ટિગુણમૂલ્ય સાથે નહિ, પરંતુ વિનિમય-મૂલ્ય સાથે હોય છે. બીજી રીતે કહીએ તો મૂલ્ય એટલે કોઈ એક વસ્તુ કે સેવાની ખરીદશક્તિ. મૂલ્યની વિભાવના હવા, પાણી કે સૂર્યપ્રકાશ જેવી સર્વસુલભ…

વધુ વાંચો >