અંગ્રેજી સાહિત્ય
ઍનિમલ ફાર્મ
ઍનિમલ ફાર્મ (1945) : અંગ્રેજ લેખક જ્યૉર્જ ઓરવેલ દ્વારા પ્રાણીઓ નિમિત્તે લખાયેલ કટાક્ષમય ર્દષ્ટાંતકથા. ચોપગાંની આ કથા બેપગાં મનુષ્યો માટે છે. તેમાં ક્રાંતિકારી અને ક્રાંતિ પછીના સ્ટાલિનના રશિયા ઉપર અને સામાન્ય રીતે બધી ક્રાંતિઓ ઉપર કટાક્ષ છે. શ્રીમાન જૉન્સની ખેતીવાડી પરનાં પ્રાણી-પશુઓ તેમના જોહુકમી માલિકો સામે બળવો કરે છે અને…
વધુ વાંચો >ઍનૅગ્નૉરિસિસ
ઍનૅગ્નૉરિસિસ (recognition) : ગ્રીક કાવ્યશાસ્ત્રની સંજ્ઞા, જેનો અર્થ છે નિર્ભ્રાંત જ્ઞાન અથવા ઓળખ. સાહિત્યકૃતિમાં પાત્રને પોતાની સાચી ઓળખ થવાની પળ. એ એવી અનન્ય ઘડી છે, જ્યારે અજ્ઞાનનું અંધારું અર્દશ્ય થઈને જ્ઞાન અથવા સાચી ઓળખનો પ્રકાશ પ્રગટે છે. ‘પોએટિક્સ’ના ‘ટ્રૅજેડી’ ઉપરના છઠ્ઠા પ્રકરણમાં ઍરિસ્ટૉટલ ‘ઍનૅગ્નૉરિસિસ’ને નાટકના વસ્તુના અનિવાર્યપણે આવશ્યક એવા મહત્વના…
વધુ વાંચો >ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા (1607)
ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા (1607) : રોમના સેનાધિપતિ ઍન્ટની અને ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાના પ્રણયને આવરી લેતું શેક્સપિયર લિખિત પાંચ અંકમાં પ્રસરતું કરુણ નાટક. શેક્સપિયરે લખેલી ઐતિહાસિક પ્રકારની ટ્રૅજેડી. 1623 (પ્રથમ ફોલિયો) સુધી આ નાટક છપાયું ન હતું. એનું કથાવસ્તુ બહુધા પ્લૂટાર્કના ‘ઍન્ટનીનું જીવનચરિત્ર’માં સમાવિષ્ટ છે. સર ટી. નૉર્થે કરેલા પ્લૂટાર્કના ભાષાંતરને…
વધુ વાંચો >ઍન્ટિગની
ઍન્ટિગની (ઈ. પૂ. 440) : મહાન ગ્રીક નાટકકાર સૉફોક્લિસ(ઈ. પૂ. 495-406)ની પ્રશિષ્ટ ટ્રૅજેડી. ઈ. પૂ. 440માં તેની પ્રથમ રજૂઆત થઈ હતી. આ નાટકની સફળતાને લીધે સૉફોક્લિસને સેમોસ સામેના યુદ્ધમાં જનરલ બનાવવામાં આવેલા તે વસ્તુને કારણે તેને ઇડિપસ ચક્રમાંનું નાટક ગણવામાં આવે છે, પણ વાસ્તવમાં તે સ્વતંત્ર નાટક છે. ઇડિપસના અવસાન…
વધુ વાંચો >ઍન્ડરસન મૅક્સવેલ
ઍન્ડરસન મૅક્સવેલ (જ. 15 ડિસેમ્બર 1888, આટલાંટિક, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 28 ફેબ્રુઆરી 1959, સ્ટેન્ફર્ડ, કનેક્ટિક્ટ) : અગ્રગણ્ય અમેરિકન નાટ્યકાર. તેમનો ઉછેર ઉત્તર ડાકોટામાં. 1914માં સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવીને તેઓ કૅલિફૉર્નિયા અને ઉત્તર ડાકોટામાં શિક્ષક થયા. 1924 સુધી ન્યૂયૉર્કના પત્રકાર તરીકે કાર્ય કર્યું. તેમનું પ્રથમ કરુણ નાટક ‘વ્હાઇટ ડેઝર્ટ’ (1923)…
વધુ વાંચો >ઍન્ડરસન શેરવૂડ
ઍન્ડરસન શેરવૂડ (જ. 13 સપ્ટેમ્બર 1876, કેમૅડન, ઓહાયો; અ. 8 માર્ચ 1941, કોલોન, પનામા) : અમેરિકાના અગ્રણી વાર્તાકાર. બે વિશ્વયુદ્ધ વચ્ચેના સમયગાળામાં ખાસ કરીને ટૂંકી વાર્તાલેખનની કલા પર તેમનો પ્રબળ પ્રભાવ પડ્યો હતો. અર્નેસ્ટ હેમિંગ્વે અને વિલિયમ ફૉકનર જેવા લેખકો તેમની પ્રારંભિક કૃતિઓ માટે એમના ઋણી છે. તેમણે અખબાર વહેંચવાનું,…
વધુ વાંચો >ઍન્ડરસન, હાન્સ ક્રિશ્ચિયન
ઍન્ડરસન, હાન્સ ક્રિશ્ચિયન (જ. 2 એપ્રિલ 1805, ઓડેન્સ; અ. 4 ઑગસ્ટ 1875, કોપનહેગન) : ડેન્માર્કના જગપ્રસિદ્ધ પરીકથાસર્જક. પિતા મોચીકામ કરતા. 1816માં પિતાનું મરણ થતાં બાળપણનો ઉછેર ખૂબ કંગાળ હાલતમાં. માતાની ઇચ્છા તેમને દરજી બનાવવાની હતી, પણ તેમને લેખન અને અભિનયનો શોખ હતો. 1819માં એ કોપનહેગન ગયા ત્યારે ખિસ્સે ખાલી હતા.…
વધુ વાંચો >ઍન્ડ્રિચ, ઇવો
ઍન્ડ્રિચ, ઇવો (જ. 9 ઑક્ટોબર 1892, હંગેરી, ઑસ્ટ્રિયા; અ. 13 માર્ચ 1975, બેલગ્રેડ, યુગોસ્લાવિયા) : સર્બો-ક્રૉએશિયન નવલકથાઓ અને ટૂંકી વાર્તાના લેખક. તેમને 1961માં નોબેલ પુરસ્કાર અપાયો હતો. ઍન્ડ્રિચનો ઉછેર વિવિધ ધર્મ અને જાતિના લોકોના સંઘર્ષયુક્ત વાતાવરણમાં થયો હતો. શિક્ષણ સરજેવો નામના શહેરમાં. પ્રિય વિષય ફિલસૂફી. ઉચ્ચશિક્ષણ ઝગ્રેબ, વિયેના, ક્રેકો અને…
વધુ વાંચો >ઍન્શંટ મેરિનર
ઍન્શંટ મેરિનર (1798) : સૅમ્યુઅલ કૉલરિજનું રૉમૅન્ટિક પ્રકારનું વિલક્ષણ દીર્ઘ કથાકાવ્ય. તે સૌપ્રથમ વર્ડ્ઝવર્થ અને કૉલરિજના સહિયારા કાવ્યસંગ્રહ ‘લિરિકલ બૅલડ્ઝ’માં પ્રસિદ્ધ થયું હતું. મધ્યયુગીન કાવ્યપ્રકાર બૅલડની સ્વરૂપગત સઘળી લાક્ષણિકતાઓ પ્રયોજતા જઈને કૉલરિજે અદભુત કથનશક્તિવર્ણનશક્તિનો પરિચય આપ્યો છે. રોમાંચક પ્રતિરૂપો, સરળ પદબંધ અને સંમોહક કાવ્યલય વડે કૉલરિજે અલૌકિક અને રહસ્યમય કાવ્યસૃષ્ટિનું…
વધુ વાંચો >એપિગ્રામ
એપિગ્રામ : ગદ્ય કે પદ્યમાં લખાયેલું સૂત્રાત્મક અર્થસભર વિધાન. મહદ્અંશે જે લેખકોએ અંગ્રેજીમાં એપિગ્રામ લખ્યાં છે તેમણે તેનો કાં તો પ્રશસ્તિ માટે અથવા કટાક્ષની રીતે ઉપયોગ કર્યો છે. પ્રાચીન ગ્રીસ તથા રોમમાં સમ્રાટો, તત્વચિંતકો અને સેનાધ્યક્ષોનાં પૂતળાં નીચે એપિગ્રામનું લખાણ મૂકવામાં આવતું. પ્રથમ ગ્રીક ઍન્થોલૉજી – આશરે 925માં પ્રસિદ્ધ થઈ…
વધુ વાંચો >