સ્થાપત્યકલા
મહેશ્વર
મહેશ્વર : મધ્યપ્રદેશમાં ખરગોન જિલ્લામાં ઇંદોરથી દક્ષિણે લગભગ 90 કિમી.ના અંતરે નર્મદાકાંઠે આવેલું એક પ્રાચીન નગર. મહાભારતમાં એનો મુખ્યત્વે ‘મહેશ્વર’ કે ‘મહેશ્વરપુર’ તરીકે અને પુરાણોમાં ‘માહિષ્મતી’ તરીકે ઉલ્લેખ થયેલો છે. મહાભારતના સમયમાં અહીં રાજા નીલનું શાસન હતું. મહાભારતના યુદ્ધમાં તે કૌરવપક્ષે લડતાં પાંડવોને હાથે મરાયો હતો. પુરાણો અનુસાર યદુવંશની હૈહય…
વધુ વાંચો >મંડપ (પલ્લવ)
મંડપ (પલ્લવ) : દક્ષિણ ભારતના પલ્લવ રાજ્યમાં સાતમી સદી દરમિયાન વિકસેલો વિશિષ્ટ સ્થાપત્ય-પ્રકાર. એમાં ડુંગરની અંદર ગુફાની જેમ દેવાલય કંડારવામાં આવે છે. આ શૈલોત્કીર્ણ દેવાલયને ત્યાં સામાન્ય રીતે ‘મંડપમ્’ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીનો પ્રારંભ પલ્લવનરેશ મહેન્દ્રવર્મા(610–640)એ કરેલો અને તેના ઉત્તરાધિકારી નરસિંહવર્મા(640–668)એ એનો વિકાસ કરેલો. મહેન્દ્રવર્માએ કંડારાવેલ 14 મંડપો…
વધુ વાંચો >મંડોવર
મંડોવર : ગુજરાતના સોલંકી શૈલીના મંદિરમાં ગર્ભગૃહના પીઠની ઉપર ચણવામાં આવતી દીવાલનો અલંકૃત ભાગ. એની રચના અનેકવિધ સમતલ થરો દ્વારા થતી હોય છે. મહામંદિરોમાં સાધારણ રીતે આ થરોમાં નીચેથી ઉપરના ક્રમે જોતાં ખુરક, કુંભક, કલશ, કપોતાલી (કેવાલ), મંચિકા, જંઘા, ઉદગમ, ભરણી, શિરાવટી, મહાકેવાલ અને કૂટછાદ્ય નામે ઓળખાતા થરો જોવામાં આવે…
વધુ વાંચો >મંદિર-સ્થાપત્ય
મંદિર-સ્થાપત્ય કોઈ પણ દેવતાની પૂજા-ઉપાસના કે પ્રાર્થના માટેનું પવિત્ર વસ્તુ કે પ્રતીકો ધરાવતું વિશિષ્ટ સ્થાપત્ય. આવું સ્થાપત્ય સાધારણ રીતે કોઈ ધર્મ-સંપ્રદાય સાથે સંકળાયેલું હોય છે. રચના પરત્વે એમાં નાના, સાદા એકાદા ખંડ કે મઢૂલીથી માંડીને શિખર કે મિનારાબંધ ભવ્ય પ્રાસાદ-સ્વરૂપનાં બાંધકામો જોવામાં આવે છે. એમાંનાં ઘણાં દેવતાની મૂર્તિ કે ચિત્ર…
વધુ વાંચો >માઇકલૅન્જેલો, બુઑનારૉતી
માઇકલૅન્જેલો, બુઑનારૉતી (જ. 1475, કૅપ્રિસ, ઇટાલી; અ. 18 ફેબ્રુઆરી 1564, રોમ, ઇટાલી) : યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. રેનેસાંસ કાળની કળાના ટોચના 3 કળાકારોમાં લિયોનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે તેમનું સ્થાન છે. યુરોપની કળા પર માઇકલૅન્જેલોની અસર રેનેસાંસ પછી મૅનરિઝમ અને બરોક શૈલીઓ ઉપર એટલી પ્રભાવક રહી…
વધુ વાંચો >માતા ભવાનીની વાવ
માતા ભવાનીની વાવ : અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી 14મી સદીમાં બંધાયેલી વાવ. આ વાવના બાંધકામનો ચોક્કસ સમય નક્કી થઈ શકતો નથી, પરન્તુ તે સલ્તનતકાળમાં તો હશે જ એટલું પ્રતીત થાય છે. તેનું બાંધકામ જોતાં લાગે છે કે આ વાવ અમદાવાદ શહેર વસ્યું તે પહેલાંની હશે. આ વાવનું ચડાણ સીધું છે,…
વધુ વાંચો >માધવવાવ (વઢવાણ)
માધવવાવ (વઢવાણ) : ગુજરાતની એક ઉત્તમ વાવ. આ સુંદર વાવ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી 8 કિમી. દૂર આવેલા વઢવાણના પ્રાચીન નગરના મધ્યના જૂના વિસ્તારમાં આવેલી છે. લોકકથા પ્રમાણે આ વાવ ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવના મંત્રી માધવે બંધાવી હતી. વાવમાંના એક પથ્થર પર ઈ. સ. 1294નો શિલાલેખ કોતરેલો છે, જેના પરથી…
વધુ વાંચો >માનમંદિર, ગ્વાલિયર
માનમંદિર, ગ્વાલિયર : સ્થાપત્ય તથા કલાકારીગરીના સુંદર નમૂનારૂપ રાજમહેલ. મુઘલ સલ્તનતના શરૂઆતના દિવસોમાં ભારતમાં આમેર સહિત રજપૂતાના અને મધ્ય ભારતમાં ઘણા રાજપ્રાસાદો અને કિલ્લાઓનું નિર્માણ થયેલું. તેમાં ગ્વાલિયરનો કિલ્લો એક એવું ઉદાહરણ છે, જે મુઘલ સ્થાપત્યના પ્રભાવથી મુક્ત રહી પોતાની આગવી સ્થાપત્ય-રચના ધરાવે છે. બાબરનામામાં બાબરે ભારતમાં તેણે જોયેલાં સ્થાપત્યોમાં…
વધુ વાંચો >માન્સાર્ડ રૂફ
માન્સાર્ડ રૂફ : એક પ્રકારની છત-રચના. તેનું નામ તેના શોધક પરથી અપાયેલ છે. તેને ‘કર્બ’ રૂફ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્સાર્ડ રૂફનો પ્રાથમિક ઉપયોગ મકાનની ઊંચાઈ ઘટાડવા તથા ઓરડાની સંખ્યામાં વધારો કરવા થાય છે. તેના પ્રયોગથી એક રીતે ઓછા વિસ્તારમાં વધુ ઓરડાની જરૂરિયાત સંતોષાય છે. આવી છત સામાન્ય રીતે…
વધુ વાંચો >માયસિનિયન કલા
માયસિનિયન કલા (Mycenaean Art) : ગ્રીક તળભૂમિના અગ્નિખૂણે સમુદ્રકિનારે આવેલા માયસિનિયાની પ્રાચીન કલા. આ કલા ઈ. પૂ. 1400થી 1100 સુધી પાંગરી હતી. માયસિનિયન કલા ઉપર મિનોઅન કલાની ઘેરી છાપ જોઈ શકાય છે. માયસિનિયન પ્રજા પ્રાચીન ગ્રીક પ્રજાની એક ટોળીએ વિકસાવેલ એક સ્વતંત્ર શાખા છે. કબરો અને તેમાંની ચીજવસ્તુઓ અને સ્થાપત્ય…
વધુ વાંચો >