સ્થાપત્યકલા

મેબૅક, બર્નાર્ડ

મેબૅક, બર્નાર્ડ (જ. 7 ફેબ્રુઆરી 1862, ન્યૂયૉર્ક સિટી; અ. 3 ઑક્ટોબર 1957, બર્કલી, કૅલિફૉર્નિયા, અમેરિકા) : અમેરિકાના અગ્રણી પર્યાવરણ-વિજ્ઞાની અને સ્થપતિ. બહુશ્રુત અને મૌલિક વ્યક્તિત્વ ધરાવનાર આ સ્થપતિ બુદ્ધિપૂર્વકની ડિઝાઇનવાળાં તથા હસ્તકૌશલ્ય ધરાવતાં લાકડાનાં ઘરોની બાંધણી બદલ ખૂબ નામના પામ્યા. આ ઘરોનું નિર્માણ વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં સાનફ્રાન્સિસ્કો ‘બે એરિયા’માં…

વધુ વાંચો >

મૉડ્યૂલ (module)

મૉડ્યૂલ (module) : મકાન કે તેના ભાગોના પ્રમાણના નિયમન માટેનું માપ-એકમ. આ શબ્દ મૂળમાં લૅટિન ‘મૉડસ’ એટલે કે માપ ઉપરથી ‘મૉડ્યુલસ’ને આધારે ઊતરી આવ્યો છે. પ્રશિષ્ટ સ્થાપત્યમાં આ શબ્દ વિદ્રુવિયસે તેમના ‘દ આર્કિટેક્ચુરા’માં સ્થાપત્યના નિયમો પ્રયોજવા માટે વાપર્યો હતો; તેમણે પ્રયોજેલું માપ-એકમ આ પ્રમાણે હતું : સ્તંભના મુખ્ય ભાગના તળિયાનો…

વધુ વાંચો >

મોઢેરા

મોઢેરા (સ્થાપત્ય અને શિલ્પકલા) : મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાનું એક ઐતિહાસિક નગર અને સોલંકીકાલીન શિલ્પ-સ્થાપત્યશૈલીનું અનુપમ કેન્દ્ર. પ્રાચીન ગ્રંથોમાં તેનો ‘મોહેરક’, ‘મોઢેરક’, ‘મોહડવાસક’, ‘મોઢેરપુર’ જેવાં નામોથી ઉલ્લેખ થયો છે. મૂળમાં અહીં મોઢ બ્રાહ્મણોનો વસવાટ થયો ત્યારે તે ‘ભગવદગ્રામ’ નામે ઓળખાતું હતું. ધીમે ધીમે તેનો વિકાસ થતાં તે ‘મોહેરક’, ‘મોઢેરક’ વગેરે…

વધુ વાંચો >

મોતી મસ્જિદ

મોતી મસ્જિદ : દિલ્હીના લાલ કિલ્લામાં ઔરંગઝેબે બંધાવેલી શાહી મસ્જિદ. સાધારણ રીતે પોતાની પૂર્વેના બાદશાહોએ અસંખ્ય બાંધકામો કરાવ્યાં હોવાથી ઔરંગઝેબ કોઈ પણ નવાં બાંધકામો કરવાનો વિરોધી હતો અને તેને નિરર્થક ખર્ચરૂપ ગણતો; પરંતુ સત્તા પર આવ્યા પછી કામની વ્યસ્તતા અને અંગત સલામતીના સંદર્ભમાં સવારસાંજ નમાજ પઢવા દૂર જવાને બદલે શાહી…

વધુ વાંચો >

મૉરિસ, વિલિયમ

મૉરિસ, વિલિયમ (જ. 24 માર્ચ 1834, લંડન નજીક વૉલ્ધૅમ્સ્ટો; અ. 3 ઑક્ટોબર 1896, લંડન નજીક હૅમરસ્મિથ) : વિક્ટોરિયન રુચિમાં ક્રાંતિ આણનાર તથા આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ મૂવમેન્ટના પ્રણેતા, બ્રિટિશ ડિઝાઇનર, કસબી (craftsman) અને કવિ. તેઓ સમાજવાદી વિચારસરણીના તરફદાર હતા. ઇંગ્લૅન્ડના એપિન્ગ (Epping) જંગલની દક્ષિણી ધારે વસેલા એક સંપન્ન કુટુંબમાં તેઓ જન્મેલા.…

વધુ વાંચો >

મૉર્ગન, જુલિયા

મૉર્ગન, જુલિયા (જ. 20 જાન્યુઆરી, 1872, સાનફ્રાન્સિસ્કો; કૅલિફૉર્નિયા, યુ.એસ., અ. 2 ફેબ્રુઆરી 1957) : અમેરિકાનાં મહિલા-સ્થપતિ. કૅલિફૉર્નિયામાં સ્થાપત્યનો વ્યવસાય (practice) કરવાનું લાઇસન્સ મેળવનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેઓ બર્નાર્ડ મેબેકનાં વિદ્યાર્થિની હતાં. વળી પૅરિસ ખાતેની ઇકૉલ-દ-બો આર્ટ્સમાં સ્થાપત્યના અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર પણ તેઓ સર્વપ્રથમ મહિલા હતાં. 1904માં તેમણે પોતાનો…

વધુ વાંચો >

મ્યાનમાર(બર્મા)ની કલા

મ્યાનમાર(બર્મા)ની કલા : મ્યાનમાર દેશની કલા. આ કલા ભારતીય ધર્મ-સંસ્કૃતિથી પ્રભાવિત છે. મ્યાનમારના પુષ્કળ વરસાદવાળા વિસ્તારોમાં સદીઓ સુધી લોકો પથ્થર, ઈંટ કે કાંસાને બદલે ભીની માટી વડે મૂર્તિકામ કરતા હતા. અહીંની બ્રહ્મી પ્રજા પ્રારંભે નાટપૂજક હતી. નાટમાં વૃક્ષદેવતા, નદીઓ, નાગ, પૂર્વજો તથા અપમૃત્યુ પામેલા જીવના પ્રેતનો પણ સમાવેશ થતો હતો.…

વધુ વાંચો >

યામાસાકી, મિનોરુ

યામાસાકી, મિનોરુ (જ. 1 ડિસેમ્બર 1912, સિયૅટલ, વૉશિંગ્ટન, અમેરિકા) : અમેરિકાના સ્થપતિ. સિયૅટલની વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેઓ ન્યૂયૉર્ક સિટી આવ્યા. ત્યાં તેમણે ડિઝાઇનને લગતી કામગીરી અંગેના સંખ્યાબંધ હોદ્દાઓ સંભાળ્યા. 1943થી 1945 સુધી કોલંબિયા યુનિવર્સિટીમાં સ્થાપત્યલક્ષી ડિઝાઇનના વિષયમાં અધ્યાપન કર્યું. 1945માં સ્થાપત્યની એક મોટી કંપનીમાં મુખ્ય ડિઝાઇનર તરીકે નિમાયા.…

વધુ વાંચો >

રથ-મંદિરો

રથ-મંદિરો : મહાબલિપુરમમાં આવેલા એક ખડકમાંથી કોરેલાં મંદિરો. આ મંદિરો ચિંગલપેટ વિસ્તારમાં આવેલાં છે. તેમની રચના ઈ. સ. 630થી 678 દરમિયાન પલ્લવ વંશના રાજા નરસિંહવર્માએ કરાવી હતી. આ ભવનોની બાહ્ય રૂપરેખા રથાકાર હોઈ તેમને ‘રથ’ની સંજ્ઞા અપાઈ છે. તેમને કોઈ શોભાયાત્રાની સ્મૃતિ રાખવા પ્રતીકરૂપે કંડારવામાં આવેલાં હોવાની સંભાવના છે. જોકે…

વધુ વાંચો >

રફાયેલ, સાંઝિયો

રફાયેલ, સાંઝિયો (જ. 6 એપ્રિલ 1483; ઉર્બિનો, ઇટાલી; અ. 6 એપ્રિલ 1520, રોમ, ઇટાલી) : રેનેસાં કાળના ઇટાલીના 3 મૂર્ધન્ય કલાકારોમાં માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચી સાથે સ્થાન ધરાવનાર યુગપ્રવર્તક ચિત્રકાર અને સ્થપતિ. મૂળ નામ રફાયેલો સાંઝિયો (Raffaello Sanzio). માતા મેજિયા દિ બાતીસ્તા અને પિતા જિયોવાની સાન્તીના તેઓ પુત્ર. રેનેસાં…

વધુ વાંચો >