સ્થાપત્યકલા

બેરલૅગ, હૅન્ડ્રિક પેટ્રસ

બેરલૅગ, હૅન્ડ્રિક પેટ્રસ (જ. 1856, ઍમ્સ્ટર્ડૅમ; અ. 1934) : નેધરલૅન્ડ્ઝના જાણીતા સ્થપતિ અને નગરનિયોજક. 1903માં તેમણે ઍમ્સ્ટર્ડેમનું નાણાબજારનું નિયો-રોમનેસ્ક શૈલીમાં નિર્માણ કર્યું; પરંતુ પછીનાં વર્ષોમાં તે ફ્રૅન્ક લૉઇડ રાઇટના પ્રભાવ નીચે આવ્યા અને નેધરલૅન્ડ્ઝમાં રાઇટના સિદ્ધાંતો પ્રચલિત કરવામાં તેઓ મુખ્ય અને પ્રભાવક પરિબળ બની રહ્યા. લંડનનું હૉલૅન્ડ હાઉસ (1914) અને…

વધુ વાંચો >

બેરેન્સ પીટર

બેરેન્સ પીટર (જ. 14 એપ્રિલ 1868, હૅમ્બર્ગ, જર્મની; અ. 27 ફેબ્રુઆરી 1940, બર્લિન, જર્મની) : આધુનિક શૈલીના જર્મન સ્થપતિ. 1886થી 1889 દરમિયાન ડસેલ્ડર્ફ નગરમાં કન્સ્ટ્શૂલેમાં, કાર્લ્સ્રૂલેમાં તથા જુદા જુદા ચિત્રકારોના સ્ટુડિયોમાં ચિત્રકલાનો તેમણે અભ્યાસ કર્યો. 1890માં નેધરલૅન્ડનો પ્રવાસ કર્યો તથા મ્યુનિક (મ્યુનિખ) પાછા ફરી 1893માં ‘મ્યુનિક સેસેશન ગ્રૂપ ઑવ્ પેઇન્ટર્સ’ની…

વધુ વાંચો >

બેલફ્રાય

બેલફ્રાય : દેવળની સ્થાપત્યરચનાનો એક ભાગ. પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં દેવળની ઇમારતોના છાપરા ઉપર અને મહદ્અંશે ટાવર ઉપર ઘંટ બંધાતો, જેથી સમય પ્રમાણે અને પ્રાર્થનાને વખતે ઘંટારવ કરી શકાય. આ ઘંટ બાંધવાની વ્યવસ્થા માટે રચાતા ઇમારતી ભાગને બેલફ્રાય કહેવામાં આવે છે. ઘટનાં કદ-આકાર અને ઉપયોગ પ્રમાણે આની રચના થતી. દેવળોના બાંધકામમાં…

વધુ વાંચો >

બેલુરનું ચેન્નાકેશવ મંદિર

બેલુરનું ચેન્નાકેશવ મંદિર (ઈ. 1174) : કર્ણાટક રાજ્યના બેલુર(જિ. હસન)માં આવેલું ચેન્નાકેશવ નામનું પ્રસિદ્ધ મંદિર. હોયસળ શૈલીએ બંધાયેલ મંદિર ઊંચા પ્રાકાર વચ્ચે નિર્મિત છે. મંદિરનું તલદર્શન અષ્ટભદ્રાકૃતિ સ્વરૂપનું છે. ઊંચા સુશોભિત પીઠ પર પૂર્વાભિમુખ ઊભેલ મંદિરનું પીઠ સહિતનું તલમાન 58 × 50 મીટરનું છે અને તે ગર્ભગૃહ, અંતરાલ, વિમાન (મંડપ) અને…

વધુ વાંચો >

બૉઇડ, રૉબિન જેરાર્ડ પૅન્લે

બૉઇડ, રૉબિન જેરાર્ડ પૅન્લે (જ. 1919, મેલ્બૉર્ન; ઑસ્ટ્રેલિયા; અ. 1971) : ઑસ્ટ્રેલિયાના સ્થપતિ, વિવેચક અને સ્થાપત્ય વિષયના લેખક. તેમણે લખેલાં ‘ઑસ્ટ્રેલિયાઝ હોમ’ (1952), ‘ધી ઑસ્ટ્રેલિયન અગ્લિનેસ’ (1960) અને ‘ધ ગ્રેટ ઑસ્ટ્રેલિયન ડ્રીમ’ (1972) નામનાં સ્થાપત્યવિષયક અધિકૃત પુસ્તકોથી તેમનો વિશાળ વાચકવર્ગ ઊભો થયો. તેમની આ વિવેચનાત્મક કૃતિઓથી ઑસ્ટ્રેલિયાની સ્થાપત્યકલાને નવાં દિશા-ર્દષ્ટિ…

વધુ વાંચો >

બોડીગાઇ

બોડીગાઇ : પુષ્પબોધિકા. દ્રવિડ સ્થાપત્યમાં સ્તંભશીર્ષનો ભાગ. તે ભરણા રૂપે બહાર પડતો હોય છે અને તેના દ્વારા ઉપરના પાટડાને આધાર પ્રાપ્ત થાય છે. દ્રવિડ સ્તંભો આ જાતની કારીગરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ જાતનું બાંધકામ પાંડ્ય શૈલીમાં તેરમી સદી દરમિયાન પ્રચલિત હતું. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

બૉની, ઝ્યાં

બૉની, ઝ્યાં (જ. 1908, ફ્રાન્સ) : ફ્રાન્સ સ્થાપત્યવિષયક ઇતિહાસકાર. ઇંગ્લૅન્ડના અને ગૉથિક સ્થાપત્યના વિદ્વાન. 1962માં તેઓ બર્કલી ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના અધ્યાપકગણમાં જોડાયા. તેમનાં અભ્યાસપૂર્ણ પુસ્તકો છે : ‘ધી ઇંગ્લિશ ડેકોરેટેડ સ્ટાઇલ’ (1979) તથા ‘ફ્રેન્ચ ગૉથિક આર્કિટેક્ચર ઑવ્ ધ ટ્વેલ્ફ્થ ઍન્ડ થર્ટીન્થ સેન્ચુરિઝ’ (1983). મહેશ ચોકસી

વધુ વાંચો >

બૉરોબુદુર

બૉરોબુદુર : જાવામાં આઠમી સદીના ઉત્તરાર્ધ અને નવમી સદીના પૂર્વાર્ધમાં નિર્માણ કરાયેલ સ્થાપત્યરત્નરૂપ વિરાટ સ્તૂપરાજ. બૉરોબુદુરનો ભવ્ય સ્તૂપ મધ્ય જાવાના કેદુ પ્રદેશમાં ગોળાકાર ડુંગરને કંડારીને રચવામાં આવેલ સુવર્ણદ્વીપના સર્વોત્તમ બૌદ્ધ સ્મારક તરીકે વિશ્વવિખ્યાત છે. તે ધ્યાનમગ્ન શાક્યમુનિ બુદ્ધના મુંડન કરેલા શ્યામ મસ્તક જેવો આબેહૂબ શોભે છે. આ સ્તૂપ તથા ચંડી-મેડૂત,…

વધુ વાંચો >

બૉરોમીની, ફ્રાન્સેસ્કો

બૉરોમીની, ફ્રાન્સેસ્કો (જ. 1599, બિસૉન, ઇટાલી; અ. 1667) : ઇટાલીના પ્રસિદ્ધ બરોક સ્થપતિ અને શિલ્પી. ઇટાલીના અન્ય પ્રસિદ્ધ બરોક સ્થપતિ બર્નિનીના તે સમકક્ષ શક્તિશાળી સ્પર્ધક હતા. બંનેએ માર્દેનો પાસે તાલીમ લીધી હતી. બૉરોમીનીની સ્થાપત્યરચનાઓ ઘણી જ સંકુલ અને સ્વૈરવિહારી છે. માનવશરીરનાં પ્રમાણમાપનું સ્થાપત્ય-રચનાઓમાં પ્રતિબિંબ પડવું જોઈએ તેવી રેનેસાંકાળની માન્યતા તેમજ…

વધુ વાંચો >

બ્રાઉન, પર્સી

બ્રાઉન, પર્સી (જ. 1872 બર્મિંગહામ, યુ. કે. અ. 1955 શ્રીનગર): મહત્વના કળાશિક્ષક, ક્યુરેટર અને ભારતીય કળાના સંશોધક. કૉલકાતાની ગવર્મેન્ટ કૉલેજ ઑવ્ આર્ટના પ્રિન્સિપાલ તરીકે કલાનું શિક્ષણ આપ્યા પછી તેઓ કૉલકાતાના વિક્ટૉરિયા મૅમૉરિયલ હૉલના સેક્રેટરી અને ક્યુરેટર નિમાયા. આ પછી તેઓ કૉલકાતાની ‘ગવર્મેન્ટ આર્ટ ગૅલરી’ના કીપર અને પછી લાહોર સંગ્રહાલયના ક્યુરેટર…

વધુ વાંચો >