બૉની, ઝ્યાં (જ. 1908, ફ્રાન્સ) : ફ્રાન્સ સ્થાપત્યવિષયક ઇતિહાસકાર. ઇંગ્લૅન્ડના અને ગૉથિક સ્થાપત્યના વિદ્વાન. 1962માં તેઓ બર્કલી ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના અધ્યાપકગણમાં જોડાયા. તેમનાં અભ્યાસપૂર્ણ પુસ્તકો છે : ‘ધી ઇંગ્લિશ ડેકોરેટેડ સ્ટાઇલ’ (1979) તથા ‘ફ્રેન્ચ ગૉથિક આર્કિટેક્ચર ઑવ્ ધ ટ્વેલ્ફ્થ ઍન્ડ થર્ટીન્થ સેન્ચુરિઝ’ (1983).

મહેશ ચોકસી