બોડીગાઇ : પુષ્પબોધિકા. દ્રવિડ સ્થાપત્યમાં સ્તંભશીર્ષનો ભાગ. તે ભરણા રૂપે બહાર પડતો હોય છે અને તેના દ્વારા ઉપરના પાટડાને આધાર પ્રાપ્ત થાય છે. દ્રવિડ સ્તંભો આ જાતની કારીગરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ જાતનું બાંધકામ પાંડ્ય શૈલીમાં તેરમી સદી દરમિયાન પ્રચલિત હતું.

રવીન્દ્ર વસાવડા