બૉઇડ, રૉબિન જેરાર્ડ પૅન્લે

January, 2000

બૉઇડ, રૉબિન જેરાર્ડ પૅન્લે (જ. 1919, મેલ્બૉર્ન; ઑસ્ટ્રેલિયા; અ. 1971) : ઑસ્ટ્રેલિયાના સ્થપતિ, વિવેચક અને સ્થાપત્ય વિષયના લેખક. તેમણે લખેલાં ‘ઑસ્ટ્રેલિયાઝ હોમ’ (1952), ‘ધી ઑસ્ટ્રેલિયન અગ્લિનેસ’ (1960) અને ‘ધ ગ્રેટ ઑસ્ટ્રેલિયન ડ્રીમ’ (1972) નામનાં સ્થાપત્યવિષયક અધિકૃત પુસ્તકોથી તેમનો વિશાળ વાચકવર્ગ ઊભો થયો. તેમની આ વિવેચનાત્મક કૃતિઓથી ઑસ્ટ્રેલિયાની સ્થાપત્યકલાને નવાં દિશા-ર્દષ્ટિ અને અભિનવ માર્ગદર્શન મળી રહ્યાં. સ્થાપત્ય ક્ષેત્રની બહુવિધ અને મૂલ્યવાન કામગીરી બદલ તેમને અનેક માનચાંદ મળ્યાં હતાં.

મહેશ ચોકસી