બેરલૅગ, હૅન્ડ્રિક પેટ્રસ

January, 2000

બેરલૅગ, હૅન્ડ્રિક પેટ્રસ (જ. 1856, ઍમ્સ્ટર્ડૅમ; અ. 1934) : નેધરલૅન્ડ્ઝના જાણીતા સ્થપતિ અને નગરનિયોજક. 1903માં તેમણે ઍમ્સ્ટર્ડેમનું નાણાબજારનું નિયો-રોમનેસ્ક શૈલીમાં નિર્માણ કર્યું; પરંતુ પછીનાં વર્ષોમાં તે ફ્રૅન્ક લૉઇડ રાઇટના પ્રભાવ નીચે આવ્યા અને નેધરલૅન્ડ્ઝમાં રાઇટના સિદ્ધાંતો પ્રચલિત કરવામાં તેઓ મુખ્ય અને પ્રભાવક પરિબળ બની રહ્યા.

લંડનનું હૉલૅન્ડ હાઉસ (1914) અને હેગ ખાતેનું ગેમિન્ટ મ્યુઝિયમ – એ તેમણે બાંધેલી વખણાયેલી ઇમારતો છે.

મહેશ ચોકસી