સ્થાપત્યકલા

બહમની સ્થાપત્યકલા

બહમની સ્થાપત્યકલા : 14મી–16મી સદી દરમિયાન દખ્ખણમાં બહમની સુલતાનોએ કરાવેલાં સ્થાપત્યોમાં પ્રગટ થયેલી ભારત અને વિદેશી કલાનું સમન્વિત રૂપ. બહમની રાજ્યો(ગુલબર્ગ, બિજાપુર, બીડર, દૌલતાબાદ)માં ઇજિપ્ત, ઈરાન તથા પશ્ચિમ એશિયાના દેશોમાંથી અનેક લોકો આવી વસ્યા હતા. તેમાં કેટલાક કારીગરો અને શિલ્પીઓ પણ હતા. તેમની મારફતે ઈરાન, ઇજિપ્ત, તુર્કસ્તાન વગેરે દેશોની કલા-પરંપરાઓ…

વધુ વાંચો >

બંગાળના ગ્રામ-આવાસો

બંગાળના ગ્રામ-આવાસો : બંગાળ અને પૂર્વીય  હિમાલયના વિસ્તારોમાં વનસ્પતિજન્ય માલસામાન તથા નદીના તટપ્રદેશોની માટીના ઉપયોગવાળાં બાંધકામની પદ્ધતિઓ. તે ઘણી જ પ્રચલિત છે. વાંસ તથા વળીના ઉપયોગની સાથે સાથે આ કુદરતી રીતે પ્રાપ્ય સામાનને લગતી કારીગીરીનો પણ ખૂબ જ વિકાસ થયેલો છે. પ્રણાલિકાગત ઘરોમાં, ગામડાંઓમાં વળી તથા વાંસના આધારો પર લાંબાં…

વધુ વાંચો >

બાઈ હરિરની વાવ

બાઈ હરિરની વાવ : અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી વાવ. અમદાવાદની વાવોમાં તે શિરમોર ગણાય છે. મહમૂદ બેગડા(1459–1511)ના સમયમાં બંધાયેલી આ વાવ સામાન્ય રીતે લોકોમાં ‘દાદા હરિની વાવ’ તરીકે ઓળખાય છે. મહમૂદ બેગડાના અંત:પુરની હરિર નામની બાઈએ તે બંધાવી હતી. લેખમાં વાવ બંધાવ્યાની તારીખ વિ. સં. 1556 પોષ સુદ 13 ને…

વધુ વાંચો >

બાઉહાઉસ

બાઉહાઉસ (1919) : જર્મનીના વાઇમાર નગરમાં શરૂ થયેલી સ્થાપત્ય, ડિઝાઇન, ચિત્રકલા અને શિલ્પકલાની વીસમી સદીની સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત કલાશાળા. તેનું પૂરું નામ ‘સ્ટાટલિચેસ બાઉહાઉસ’ હતું; તેનો જર્મન ભાષામાં અર્થ થાય : રાજ્ય સ્થાપત્યશાળા. જર્મનીના વાઇમાર નગરમાં 1919માં વૉલ્ટર ગ્રૉપિયસ દ્વારા તેની સ્થાપના થયેલી અને તેઓ આ શાળાના સ્થાપક-નિયામક…

વધુ વાંચો >

બાઘની ગુફાઓ

બાઘની ગુફાઓ (ઈ. સ.ની છઠ્ઠી-સાતમી સદી) : મધ્ય પ્રદેશમાં દાહોદથી 128 કિમી. દૂર અમઝેરા જિલ્લાના બાઘ ગામ પાસે આવેલી બૌદ્ધ ગુફાઓ. વિન્ધ્યની ગિરિમાળાના દક્ષિણ ઢાળમાં બાઘ નદીથી લગભગ 48 મીટર ઊંચે હલકા રેતિયા ખડકોમાંથી કોરી કાઢેલી આ ગુફાઓ ગુપ્તકાલના અંતભાગની અને અનુગુપ્તકાલની અજંટા ગુફાઓની સમકાલીન છે. કુલ 9 ગુફાઓ પૈકીની…

વધુ વાંચો >

બાડા

બાડા : ઓરિસા શૈલીનાં વિકસિત સ્વરૂપનાં મંદિરોમાં ગર્ભગૃહ અને જગમોહનને ફરતી દીવાલોની વિશિષ્ટ રચના. ઓરિસામાં દેવાલયને ‘દેઉલ’ કહે છે. ત્યાં શરૂઆતમાં એકલું ગર્ભગૃહ જ રખાતું ને પછી એની આગળ બીજા ખંડ ઉમેરાતા ગયા ત્યારે પણ દેવાલયનું મુખ્ય અંગ એ જ રહ્યું. આથી ગર્ભગૃહને પણ ‘દેઉલ’ કે ‘બાડા દેઉલ’ કહે છે.…

વધુ વાંચો >

બાયઝૅન્ટાઇન કળા

બાયઝૅન્ટાઇન કળા (સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર) : ઈ. સ. 390માં મહાન રોમન સામ્રાજ્ય પૂર્વ અને પશ્ચિમ – એવા બે વિભાગમાં વિભાજિત થયા પછી બાયઝૅન્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તારમાં પાંગરેલી સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની કળા. પશ્ચિમ વિસ્તારમાં બર્બર જાતિઓનાં આક્રમણો થતાં રહ્યાં, તો પૂર્વ વિસ્તાર ખ્રિસ્તી કળાનું કેન્દ્ર બન્યો. ત્યાં પંદરમી સદી…

વધુ વાંચો >

બારાઝાંજી

બારાઝાંજી : ઓરિસાનાં મંદિરોમાં ગર્ભગૃહના પ્રવેશદ્વાર પરની કોતરણી. ઓરિસાનાં મંદિરોમાં જુદા જુદા ભાગોની રચના એક વિશાળ પીઠ પર કરવામાં આવે છે અને દરેક ભાગના પ્રવેશદ્વારની રચનામાં આગવી કારીગરી દર્શાવાય છે. પ્રવેશદ્વારની રચનાનું પ્રમાણ પણ મંદિરના જે તે ભાગને – મુખ્યત્વે ગર્ભગૃહને અનુરૂપ હોય છે; આથી તેનું ઊર્ધ્વદર્શન અત્યંત ભવ્યતાપૂર્વક રીતે…

વધુ વાંચો >

બારાદરી

બારાદરી : મુસાફરો માટે રહેણાક અંગે બાંધવામાં આવતી ઇમારત. ખાસ કરીને શહેરો-નગરોની બહાર, આવતા-જતા કે પસાર થતા મુસાફરો માટે રહેવાની–રાતવાસો કરવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવતી. બારાદરીની ઇમારતો ખાસ કરીને વિશાળ પ્રાંગણની આસપાસ હારબંધ ઓરડા તથા ઓસરીની રચના કરીને બાંધવામાં આવતી; જેથી સંખ્યાબંધ મુસાફરો તેમના કાફલા સાથે વાસ કરી શકે. આવી…

વધુ વાંચો >

બારાન્દી 

બારાન્દી  : જુઓ બાડા

વધુ વાંચો >