સ્થાપત્યકલા
કેથીડ્રલ
કેથીડ્રલ : ખ્રિસ્તીઓનું એક પ્રકારનું પ્રાર્થનાઘર. આવાં પ્રાર્થનાઘરો મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે. બાઝિલિકા (basilica), કેથીડ્રલ, ચર્ચ અને ચૅપલ. પ્રતિષ્ઠા કે ભવ્યતાની ર્દષ્ટિએ બાઝિલિકાઓ પહેલી હરોળનાં પ્રાર્થનાઘરો છે. પણ કેન્દ્રીકૃત ધર્મ જેવા ખ્રિસ્તી ધર્મમાં કેથીડ્રલો અગત્યનો ભાગ ભજવે છે. મોટા ધર્મપ્રાંતો (dioceses) કેથીડ્રલકેન્દ્રિત હોય તો નાના ધર્મપ્રાંતો (parishes) ચર્ચકેન્દ્રિત હોય…
વધુ વાંચો >કૅથેરિનનો મહેલ
કૅથેરિનનો મહેલ : પુશ્કિન, લેનિનગ્રાડ ખાતે આવેલી વિશાળ, રમણીય અને ભવ્ય ઇમારત. પુશ્કિન શહેર ઝાર સત્તાધીશોના નિવાસસ્થાન તરીકે અઢારમી સદીમાં વસ્યું અને વિકસ્યું હતું. કૅથરિન પ્રથમ(1684-1727)ના નામ સાથે સંકળાયેલી આ ઇમારત સુશોભિત શિલ્પોની સમૃદ્ધિ માટે જાણીતી છે. ઍમ્બર રૂમ સહિત હારબંધ આવેલા સુંદર સોનેરી ખંડો રશિયાની સુશોભનમંડિત સ્થાપત્યશૈલીના સર્વોત્તમ નમૂના…
વધુ વાંચો >કૅનોપી
કૅનોપી : ચંદરવા કે છત્રી આકારનું ઉપરથી લટકતું અથવા નીચેના આધારે ઊભું કરેલું છત્ર. તેને લીધે એની નીચેની વસ્તુને આવરણ અને રક્ષણ મળી રહે છે. હાલના સ્થાપત્યમાં તડકા અને વરસાદ સામે રક્ષણ આપવા કે ક્યારેક માત્ર શોભા માટે આવાં છત્રોનો ઉપયોગ થાય છે. અગાઉ દૈવી કે સ્વર્ગીય રક્ષણ-પ્રતીક તરીકે એ…
વધુ વાંચો >કૅમ્પાનીલી
કૅમ્પાનીલી : ઉત્તર ઇટાલીમાંનો બેલ ટાવર અથવા મિનારો. સિસિલિયન-નૉર્મન શૈલીમાં છઠ્ઠી સદીમાં દેવળની સાથે એક મિનારાની રચના કરવામાં આવતી હતી. સામાન્ય રીતે આ કૅમ્પાનીલીનો પ્લાન ચોરસ રહેતો. અપવાદરૂપે તે ગોળાકાર પણ જોવા મળે છે. કૅમ્પાનીલી દેવળનાં મહત્વ અને શક્તિનું સૂચક છે. બચાવ-ચોકીનું કામ કરતું કૅમ્પાનીલી જે તે ગામ અથવા શહેરનું…
વધુ વાંચો >કૅમ્બર
કૅમ્બર : સ્થાપત્યની પરિભાષામાં મોભ જેવા સમાંતર ઘટકોમાં અપાતો ઊર્ધ્વગોળ વળાંક. સમાંતર ઘટક પર જ્યારે ભાર આવે છે ત્યારે તે ભારની વિરુદ્ધ દિશામાં વળે છે. આ વણજોઈતા વળાંકની અસર ટાળવા માટે આ ઊર્ધ્વગોળ વળાંક પહેલેથી જ અપાય છે. આ પદ્ધતિનો ઉપયોગ રસ્તાની સપાટી બનાવવામાં પણ થાય છે. રસ્તાને આવો ઊર્ધ્વ…
વધુ વાંચો >કેરળનું સ્થાપત્ય
કેરળનું સ્થાપત્ય : દક્ષિણ ભારતના પશ્ચિમ દરિયાકાંઠે આવેલો કેરળ એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી માટે પ્રસિદ્ધ છે. મુખ્યત્વે લાકડાનો ઉપયોગ કરીને બનાવેલાં ત્યાનાં મકાનોનાં છાપરાં સીધા ઢોળાવવાળાં હોય છે. પંદરમી સદીમાં બાંધેલાં આવાં મકાનો હજુ સારી સ્થિતિમાં જોવા મળે છે. કેરળમાં ગુફાઓ, મંદિરો, દેવળો, સિનેગોગ, મસ્જિદો, મહેલો અને કિલ્લાઓનું નિર્માણ થયું હતું.…
વધુ વાંચો >કૅરિયૅટિડ
કૅરિયૅટિડ (ઈ.પૂ. 421-405) : ગ્રીક સ્થાપત્યમાં સ્તંભ તરીકે વપરાતું વસ્ત્રાભૂષણવાળી સ્ત્રીનું પથ્થરનું પૂતળું. ગ્રીસમાં આવેલા એક્રૉપોલિસના ટેકરા પર પાર્થિનૉનથી ઉત્તરમાં બાંધેલા ઇરેક્થિયમના મંદિરની દક્ષિણ પરસાળમાં આવા સ્તંભની રચના કરાઈ છે. દક્ષિણ દિશા તરફ જોતાં ઊભેલાં છ કૅરિયૅટિડ શિલ્પો 203 મીટર ઊંચાં છે. આરસની દીવાલ ઉપર તે ઊભાં છે. આ દીવાલ…
વધુ વાંચો >કૅરેવાનસરાઈ
કૅરેવાનસરાઈ : મધ્ય પૂર્વના દેશોમાં વણજારાઓના વિસામા માટે બાંધવામાં આવતી સાર્વજનિક ઇમારત. એને ધર્મશાળા કે મુસાફરખાનું પણ કહી શકાય, જ્યાં પોઠો પડાવ નાખીને રહી શકે. આ ઇમારત મોટાભાગે ગામ અથવા કોઈ મોટી વસાહતની આસપાસ બાંધવામાં આવતી. ગામની અંદર બાંધવામાં આવતી કૅરેવાનસરાઈને ખાન કહે છે. લંબચોરસ આકારની આ ઇમારતની દીવાલો પર…
વધુ વાંચો >કેલિક્રટીઝ
કેલિક્રટીઝ : પ્રાચીન ગ્રીસના ઍથેન્સનો ઈ. પૂ. પાંચમી સદીનો સ્થપતિ. એણે ઇક્ટાઇનસ નામના સ્થપતિ સાથે ગ્રીસનું સૌથી મોટું અને પ્રસિદ્ધ પાર્થિનૉનનું દેવળ બાંધ્યું હતું. એ દેવળનું બાંધકામ ઈ. પૂ. 447માં શરૂ થઈ ઈ. પૂ. 438માં પૂરું થયું હતું. એ પછી એણે ઍથેન્સની એક્રૉપોલિસ નામની ટેકરી ઉપર સ્વતંત્રપણે દેવી અથીના નાઇકીનું…
વધુ વાંચો >કેશવમંદિર
કેશવમંદિર : મૈસૂર પાસે સોમનાથપુરમાં આવેલું ચાલુક્ય શૈલીનું નાનકડું મંદિર. તેનું સ્થાપત્ય હોયશલા શૈલીનું છે. મંદિરના પ્રવેશદ્વાર પાસેના શિલાલેખમાં લખેલું છે કે ‘હોયશાળના રાજા નારસિંહ ત્રીજા(ઈ. સ. 1254-1291)ના સોમ અથવા સોમનાથ નામના એક અમલદારે બ્રાહ્મણો માટે અગ્રહાર બંધાવીને તેમાં ઈ. સ. 1268માં કેશવમંદિર બંધાવ્યું.’ આ મંદિરની વિશેષતા એ છે કે…
વધુ વાંચો >