કૅનોપી : ચંદરવા કે છત્રી આકારનું ઉપરથી લટકતું અથવા નીચેના આધારે ઊભું કરેલું છત્ર. તેને લીધે એની નીચેની વસ્તુને આવરણ અને રક્ષણ મળી રહે છે. હાલના સ્થાપત્યમાં તડકા અને વરસાદ સામે રક્ષણ આપવા કે ક્યારેક માત્ર શોભા માટે આવાં છત્રોનો ઉપયોગ થાય છે. અગાઉ દૈવી કે સ્વર્ગીય રક્ષણ-પ્રતીક તરીકે એ છત્રો બંધાતાં અને દરેક દેશકાળમાં એના વિવિધ ઉપયોગો, આકારો અને ધાતુઓમાં સુશોભન માટે હોદ્દા પ્રમાણેના ફેરફારો પ્રાપ્ત થાય છે.

મન્વિતા બારાડી