કૅમ્બર : સ્થાપત્યની પરિભાષામાં મોભ જેવા સમાંતર ઘટકોમાં અપાતો ઊર્ધ્વગોળ વળાંક. સમાંતર ઘટક પર જ્યારે ભાર આવે છે ત્યારે તે ભારની વિરુદ્ધ દિશામાં વળે છે. આ વણજોઈતા વળાંકની અસર ટાળવા માટે આ ઊર્ધ્વગોળ વળાંક પહેલેથી જ અપાય છે. આ પદ્ધતિનો ઉપયોગ રસ્તાની સપાટી બનાવવામાં પણ થાય છે. રસ્તાને આવો ઊર્ધ્વ વળાંક આપવાથી પાણીનો નિકાલ થાય છે.

કૅમ્બર

મન્વિતા બારાડી