સૂક્ષ્મજીવશાસ્ત્ર

અપચય

અપચય (catabolism) : જીવંત કોષોમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો એક પ્રકાર. તે દરમ્યાનમાં જટિલ અણુઓનું ઉત્સેચકોની મદદથી સાદા અણુઓમાં વિઘટન કે ઉપચયન થાય છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. સામાન્યપણે વિમુક્ત કાર્યશક્તિનો ઉપયોગ સજીવોની જૈવ ક્રિયામાં કરવામાં આવે છે. જોકે બધી અપચયી પ્રક્રિયાઓ માત્ર કાર્યશક્તિના વિનિયોગ સાથે સંકળાયેલી નથી. અપચયી…

વધુ વાંચો >

અર્ધપ્રતિજન

અર્ધપ્રતિજન (hapten) : પ્રતિદ્રવ્ય સાથે જોડાઈને પ્રતિજન–પ્રતિદ્રવ્ય પ્રક્રિયા દર્શાવતા પરંતુ પ્રાણી-શરીરમાં દાખલ કર્યા બાદ પ્રતિદ્રવ્યનું નિર્માણ પ્રેરવાને અસમર્થ હોય તેવા પદાર્થો. 1921માં કાર્લ લેન્ડસ્ટીનર નામના વિજ્ઞાનીએ અર્ધપ્રતિજન શબ્દની રજૂઆત કરી. અર્ધપ્રોટીન, વિવિધ પ્રોટીન રૂપાંતરણો, કાર્બોહાઇડ્રેટ ચરબી. સૌંદર્યપ્રસાધનો તથા વિવિધ ઔષધો અર્ધપ્રતિજન તરીકે કાર્ય કરે છે. અર્ધપ્રતિજનને વાહક અણુ (carrier molecule)…

વધુ વાંચો >

અવાયુજીવી

અવાયુજીવી (anaerobes) : પર્યાવરણમાં ઑક્સિજન હોય કે ન હોય તોપણ અજારક શ્વસન (anaerobic respiration) દ્વારા કાર્યશક્તિ પ્રાપ્ત કરી જૈવિક કાર્યો કરનાર જીવીઓ. જોકે આવા કેટલાક સૂક્ષ્મ સજીવો ઑક્સિજનની હાજરીમાં, જારક (aerobic) શ્વસનપ્રક્રિયા કરી શકે છે. તેવા સૂક્ષ્મ સજીવોને વિકલ્પી વાયુજીવી(facultative anaerobes) કહે છે; પરંતુ ચુસ્ત અવાયુજીવીઓ (obligate anaerobes) આણ્વિક ઑક્સિજનની…

વધુ વાંચો >

અવિયોજન

અવિયોજન (nondisjunction) : કોષવિભાજન દરમ્યાન રંગસૂત્રો છૂટા નહિ પડવાની ઘટના. ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના કોષોમાં રંગસૂત્રો નિશ્ચિત સંખ્યામાં અને જોડમાં હોય છે. પ્રજનનકોષોના નિર્માણ સમયે સમજાત રંગસૂત્રોની પ્રત્યેક જોડમાં આવેલાં આ રંગસૂત્રોનું વિયોજન થતાં તેઓ અલગ અલગ પ્રજનનકોષમાં પ્રવેશે છે. પરિણામે પ્રજનનકોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃઓના શારીરિક (somatic) કોષો કરતાં…

વધુ વાંચો >

અંગારિયો

અંગારિયો (Smut) : યુસ્ટિલેજિનેલ્સ ગોત્રની ફૂગ દ્વારા લાગુ પડતો એક પ્રકારનો રોગ. આ રોગથી યજમાન વનસ્પતિ પર કાળા મેશ જેવા બીજાણુઓનો જથ્થો ઉત્પન્ન થાય છે, જે ભૂકી સ્વરૂપે જોવા મળે છે તેથી તેને અંગ્રેજીમાં ‘સ્મટ’ (મેશ) કહે છે. ગેરુ-ફૂગ(rust fungi)ની જેમ આ ફૂગ ધાન્યો અને ઘાસની ઘણી જાતિઓને ચેપ લગાડે…

વધુ વાંચો >

આઇ. સી. એન. વી.

આઇ. સી. એન. વી. (International Committee of Nomen clature of Viruses) : વિષાણુઓનાં વર્ગીકરણ અને નામાભિધાન માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સમિતિની નવમી બેઠક 1960માં વિષાણુઓ(viruses)ના વર્ગીકરણ માટે મળી હતી. તેમાં પી. સી. એન. વી.(પ્રૉવિઝનલ કમિટી ફૉર નોમેનક્લેચર ઑવ્ વાયરસિઝ)ની ભલામણો ઉપર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલી, અને અંતે નવી આઇ. સી.…

વધુ વાંચો >

આફ્લાવિષ

આફ્લાવિષ (Aflatoxin) : ઍસ્પર્જિલસ ફ્લેવસ એ. પૅરાસાઇટિક્સ જેવા સૂક્ષ્મ ફૂગ(microfungus)ના બિજાણુઓ (spores) દ્વારા ઉત્પન્ન થયેલ વિષને આફ્લાવિષ (aflatoxin) કહે છે. 16 અથવા તેના કરતાં વધુ આફ્લાવિષના પ્રકારો આફ્લાવિષ-સંકીર્ણ (aflatoxin complex) બનાવે છે. આ વિષની રાસાયણિક રચના કૂમૅરિન મુદ્રિકા સાથે બાયફ્યુરૅનનું સંયોજન થવાથી બને છે. આફ્લાવિષ મગફળીને ચેપ લગાડે છે. સામાન્યપણે…

વધુ વાંચો >

આર્બર, વર્નર

આર્બર, વર્નર (જ. 3 જૂન 1929, ગ્રાનિકેમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિટ્ઝર્લૅન્ડના પ્રસિદ્ધ સૂક્ષ્મજીવશાસ્ત્રી. શરીરક્રિયાશાસ્ત્રમાં પ્રતિબંધક ઉત્સેચકો અને તેમના આણ્વિક જનીનવિદ્યા(molecular genetics)માં ઉપયોગને લગતી શોધ માટે તેમને 1978નું નોબેલ પારિતોષિક નાથાન્સ અને હૅમિલ્ટન ઑર્થોનેલ સ્મિથની સાથે એનાયત થયેલું. પ્રતિબદ્ધ ઉત્સેચકો ડી.એન.એ.ના મોટા અણુઓને તોડીને તેમનું મહત્વની જનીનીય માહિતી દર્શાવતા નાના વિભાગોમાં વિભાજન…

વધુ વાંચો >

આર્બોવિષાણુ

આર્બોવિષાણુ (arbovirus) : સંધિપાદો(arthropods)માં વિકાસ પામતા અને તેમની મારફત વહન કરાતા (arthropod-borne – સંક્ષિપ્ત arbo છે) વિષાણુઓ. આ સમૂહમાં લગભગ 250 વિષાણુઓ છે. આ વિષાણુઓ એવા ચેપકારકો છે, જેમની વિશિષ્ટતા તેમનું અતિ સૂક્ષ્મ કદ અને રાસાયણિક સરળતા છે. આ વિષાણુઓનો ફેલાવો મચ્છર અને બીજી લોહી ચૂસનારી જિંગોડી (ticks) જેવી જીવાતો…

વધુ વાંચો >

આહાર-પરિરક્ષણ

આહાર-પરિરક્ષણ (Food Preservation) : આહારની પૌષ્ટિકતા જળવાઈ રહે તેવી રીતે તેનું રક્ષણ કરવું તે. દા.ત., કાચું દૂધ ચાર કલાકમાં જ ફાટી જાય છે, પણ ફ્રીજમાં રાખવાથી તે લાંબો સમય સારું રહે છે. આહાર મનુષ્ય અને પ્રાણીઓ ઉપરાંત જીવ-જંતુઓને પણ પોષણ પૂરું પાડે છે. આહારમાં જીવજંતુઓ ભળે તો આહાર સડી જાય,…

વધુ વાંચો >