સૂક્ષ્મજીવશાસ્ત્ર

સ્ટેફાયલોકોકસ

સ્ટેફાયલોકોકસ : જીવાણુઓની એક પ્રજાતિ. આ જીવાણુઓ ગ્રામઋણી ગોલાણુ છે. તેમનો વ્યાસ 1થી 2 માઇક્રોન (m) (1 મિલિમીટરનો 10–3મો ભાગ) છે. તેઓ હલનચલન કરી શકતા નથી અને ઝૂમખામાં રહે છે. (‘સ્ટેફાયલોકોકસ’નો અર્થ દ્રાક્ષનું ઝૂમખું થાય છે.) આ જીવાણુઓ ક્રમાનુસાર ત્રણ વખત સપાટી સાથે કાટખૂણે વિભાજન પામે છે અને સંતતિ જીવાણુઓ…

વધુ વાંચો >

સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin)

સ્ટ્રેપ્ટોમાયસિન (Streptomycin) : એમીનોગ્લાયકોસાઇડ વર્ગનું શક્તિશાળી પ્રતિજૈવિક (antibiotic) ઔષધ. રાસાયણિક નામ : O2ડીઑક્સિ2(મિથાઇલ એમીનો)–α–L–ગ્લુકોપાયરેનોસીલ – (1 → 2)–0–5–ડીઑક્સિ–3–C–ફૉર્માઇલ–α–L–લિક્સોફ્યુરે-નોસીલ–(1 → 4)N, N’–બિસ (એમીનોઇમિનોમિથાઇલ)–D–સ્ટ્રેપ્ટામાઇન. સ્ટ્રેપ્ટોમાયસીસ (Streptomyces) સમૂહના સૂક્ષ્મજીવાણુઓમાંથી વાતજીવી (aerobic) જલમગ્ન (submerged) આથવણ દ્વારા મેળવાય છે. તેની સંરચના પ્રબળ જલરાગી (hydrophilic) પ્રકૃતિ સૂચવે છે અને સામાન્ય દ્રાવક-પદ્ધતિઓ વડે તેનું નિષ્કર્ષણ થઈ શકતું નથી.…

વધુ વાંચો >

સ્પિરિલમ (spirillum)

સ્પિરિલમ (spirillum) : દૃઢ સર્પિલ આકારના જીવાણુ. સ્પિરિલમ કુંતલ આકારના, 1.4થી 1.7 માઇક્રોન વ્યાસ ધરાવતા અને 14થી 60 માઇક્રોન લંબાઈ ધરાવતા ગ્રામઋણી જીવાણુઓ છે. તેમાં કોષના એક અથવા બંને છેડે 10થી 30 કશાના ઝૂમખા રૂપે હોય છે, જેના દ્વારા તે પ્રચલન કરે છે. આ જીવાણુને અંધકારક્ષેત્ર માઇક્રોસ્કોપી અથવા ફેઝ કૉન્ટ્રાસ્ટ…

વધુ વાંચો >

હાફકીન ઇન્સ્ટિટ્યૂટ (Haffkine Institute)

હાફકીન ઇન્સ્ટિટ્યૂટ (Haffkine Institute) : મુંબઈમાં પરેલ ખાતે આવેલી સંશોધનસંસ્થા. તેની સ્થાપના પ્લેગ સામેની રસીના શોધક વાલ્ડેમર હાફકીને 1899માં જૈવવૈજ્ઞાનિક સંશોધનો માટે કરી હતી. સંસ્થા પ્લેગ રિસર્ચ લૅબોરેટરી તરીકે જાણીતી હતી અને તે પ્લેગ સામેની રસી બનાવવાના સંશોધનમાં પ્રવૃત્ત બની. 1904માં આ સંસ્થાનું નામ બદલીને બૉમ્બે બૅક્ટિરિયૉલૉજિકલ લૅબોરેટરીઝ રાખવામાં આવ્યું.…

વધુ વાંચો >

હેરેલ ફેલિક્સ

હેરેલ, ફેલિક્સ (જ. 25 એ હેરેલ, પ્રિલ 1873, મૉન્ટ્રિયલ, કૅનેડા; અ. 22 ફેબ્રુઆરી 1938, પૅરિસ) : બૅક્ટેરિયોફેજ વાયરસની શોધ કરનાર ફ્રેન્ચકૅનેડિયન સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી (Microbiologist). બૅક્ટેરિયાભક્ષક વાયરસ અંગેની ખુલાસાવાર માહિતી દ´ હેરેલે પ્રથમ આપી; પરંતુ તેના પહેલાં 1915માં એફ. ડબ્લ્યૂ. ટ્વૉર્ટે બૅક્ટેરિયોફેજ વાયરસ અંગેનો આછો ખ્યાલ આપ્યો હતો. ફ્રેડરિક ટ્વૉર્ટે પ્રથમ વાર…

વધુ વાંચો >

હૉસ્ટોરીઆ

હૉસ્ટોરીઆ : જુઓ ચૂષક મૂળ.

વધુ વાંચો >

હ્યુમસ

હ્યુમસ : વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થોનું સૂક્ષ્મજીવાણુઓ દ્વારા વિઘટન થતાં તૈયાર થયેલું નિર્જીવ પણ સેન્દ્રિય પોષક પદાર્થોથી ભરપૂર જમીનના સ્તરો પૈકીનું ઉપરનું એક ઘટક. હ્યુમસ માટે ‘ખાદમાટી’ અગર ‘મૃદુર્વરક’ જેવા શબ્દપ્રયોગો પણ વપરાશમાં છે. ક્યારેક ‘ખાતરવાળી માટી’ એવો શબ્દપ્રયોગ પણ થાય છે. રાસાયણિક દૃષ્ટિએ જોતાં વનસ્પતિ અને પ્રાણીપેશીઓ, જેમાં સ્ટાર્ચ,…

વધુ વાંચો >