સમાજશાસ્ત્ર

સામાજિક જૂથો

સામાજિક જૂથો : જેમના વચ્ચે કોઈક સ્વરૂપે આંતરસંબંધો પ્રવર્તતા હોય એવી વ્યક્તિઓનો સમુદાય. જૂથની વિભાવના સમાજશાસ્ત્રમાં કેન્દ્રસ્થાને છે. આથી સમાજશાસ્ત્રને જૂથનાં ઉદભવ, પ્રક્રિયા અને (જૂથ) રચનાના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ સામાજિક પ્રાણી હોઈ જૂથ વિના તેનું વર્તન અને જીવન અશક્ય છે. પ્રત્યેક પળે અને સ્થળે વ્યક્તિનું વર્તન જૂથથી…

વધુ વાંચો >

સામાજિક તંગદિલી

સામાજિક તંગદિલી : ભાષા, ધર્મ, સંસ્કૃતિ વગેરેની બહુવિધતા ધરાવતા સમાજોમાં વિવિધ સમુદાયો વચ્ચે સર્જાતા વિખવાદો. જે સમાજો બહુવિધ સમૂહો અને સંસ્કૃતિઓ ધરાવે છે ત્યાં પરસ્પરવિરોધી હિતો સામાજિક તંગદિલી ઉત્પન્ન કરે છે. ભારત જેવા હજારો જ્ઞાતિઓ અને અસંખ્ય ભાષા તેમજ બોલીઓનું વૈવિધ્ય ધરાવતા દેશમાં એ વૈવિધ્ય સામાજિક તંગદિલીનું કારણ બની રહે…

વધુ વાંચો >

સામાજિક ધોરણો

સામાજિક ધોરણો : કોઈ પણ સમાજમાં ચાલતી પારસ્પરિક આંતરક્રિયાઓની સહિયારી પેદાશ રૂપે સભ્યો દ્વારા પ્રસ્થાપિત લિખિત અથવા અલિખિત નિયમોનું પ્રારૂપ. સામાજિક વિજ્ઞાનોમાં ‘સામાજિક ધોરણ’ (social norm) એવો શબ્દપ્રયોગ સૌપ્રથમ ઈ. સ. 1936માં મુઝફર શેરિફે પોતાના ‘સાઇકૉલૉજી ઑવ્ સોશિયલ નૉર્મ્સ’ (‘Psychology of Social Norms’) પુસ્તકમાં કર્યો હતો. તેમણે આ શબ્દપ્રયોગ ‘દરેક…

વધુ વાંચો >

સામાજિક નિયંત્રણ

સામાજિક નિયંત્રણ : સામાજિક પ્રક્રિયાઓ અને વ્યક્તિઓ તથા જૂથોના વર્તનને નિયંત્રિત કરતા સમાજજીવનના હિતમાં તેના સભ્યો દ્વારા સ્વીકૃત થયેલા અંકુશો. અહીં સમાજજીવન એટલે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને સમૂહ વચ્ચે તેમજ સમૂહ અને સમૂહ વચ્ચે આંતરસંબંધોથી ચલાવાતું સામાજિક માળખું. આ સામાજિક માળખું વ્યક્તિ અને સમૂહમાન્ય ધારાધોરણોથી અંકુશિત હોય છે;…

વધુ વાંચો >

સામાજિક માળખું (સામાજિક રચના) (social structure)

સામાજિક માળખું (સામાજિક રચના) (social structure) : સામાજિક વ્યવસ્થાના જુદા જુદા સામાજિક એકમો કે ભાગોની વ્યવસ્થિત ગોઠવણી. આ ગોઠવણને સામાજિક રચના પણ કહેવામાં આવે છે. આ રચના જુદા જુદા સામાજિક એકમોની વ્યવસ્થિત ક્રમબદ્ધતા સૂચવે છે અને મહદ્અંશે એ સ્થિર અને કાર્યલક્ષી ગોઠવણી હોય છે. દરેક જૈવકીય કે ભૌતિક વસ્તુને પણ…

વધુ વાંચો >

સામાજિક વિભેદીકરણ અને સ્તરીકરણ (Social Differ-entiation and Stratification)

સામાજિક વિભેદીકરણ અને સ્તરીકરણ (Social Differ-entiation and Stratification) : માનવ-સમુદાયો વચ્ચે ભેદ પાડતી પ્રક્રિયા. વિભેદ એટલે ભેદ, ફરક કે જુદાપણું અને વિભેદીકરણ એ ભેદ કે જુદાપણાની પ્રક્રિયા છે. વનસ્પતિ, વસ્તુઓ, પ્રાણીઓ, વ્યક્તિઓ, માનવ-સમાજો વગેરે અનેક બાબતોમાં એકબીજાંથી જુદાં પડે છે. વિભેદીકરણ એ માનવ-સમાજનું અંગભૂત લક્ષણ છે. સમાજમાં આ પ્રક્રિયા આદિકાળથી…

વધુ વાંચો >

સામાજિક સમસ્યા

સામાજિક સમસ્યા : સમાજના સભ્યો માટે સર્જાતી એવી અનિચ્છનીય સ્થિતિ, જેને સુધારી શકાય તેમ છે એવું લોકો માનતા હોય છે. સામાન્ય લોકોમાં સામાજિક સમસ્યાઓ અંગે ‘સમાજજીવનની વણઊકલી તથા અવગણી પણ ન શકાય તેવી સહિયારી મુશ્કેલીઓ’ તેવા અર્થધ્વનિવાળી સમજ પ્રવર્તતી જોવા મળે છે. આધુનિક સામાજિક વિજ્ઞાનોમાં, ખાસ કરીને સમાજશાસ્ત્રમાં, સામાજિક સમસ્યાની…

વધુ વાંચો >