સમાજશાસ્ત્ર

સમાજસુરક્ષા

સમાજસુરક્ષા : વિકલાંગતા, વંચિતતા, અજ્ઞાનતા, વૃદ્ધાવસ્થા, બેકારી, બીમારી, અકસ્માત જેવાં સંકટોમાં નાગરિકોને સહાય આપવા માટેનો સામાજિક પ્રબંધ. તેનો આશય આપત્તિગ્રસ્ત વ્યક્તિની આર્થિક સ્થિતિને ન્યૂનતમ સ્તર પર ટકાવી રાખવાનો છે. સામાજિક સુરક્ષાના કાર્યક્રમોમાં ગર્ભાવસ્થા, બીમારી, અકસ્માત, વિકલાંગતા, કુટુંબના મોભીનું અવસાન, બેકારી, વયનિવૃત્તિ, વૃદ્ધાવસ્થા અને અન્ય કારણોને લીધે ગુમાવેલ આવકની ક્ષતિપૂર્તિ કરવી…

વધુ વાંચો >

સમાજસેવા

સમાજસેવા : જુઓ સમાજકાર્ય.

વધુ વાંચો >

સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ)

સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ) : ભારતમાં વસતા બધા નાગરિકોના કૌટુંબિક સંબંધોનું નિયમન કરતા કાયદા કોમી તફાવતો વગર સમાન ધોરણે અમલી બનાવવાનું લક્ષ્ય ધરાવતો ધારો. ધર્મ (સંપ્રદાય) અથવા કોમ-આધારિત વૈયક્તિક કાયદાઓ(પર્સનલ લૉઝ)ને બદલે ભારતમાં વસતી બધી કોમો માટે સમાન નાગરિક ધારો ઘડવાનો અને તેને અમલમાં મૂકવાનો રાજ્ય પ્રયાસ કરે,…

વધુ વાંચો >

સર્વોદય

સર્વોદય : પ્રવર્તમાન ઉપભોગવાદી સંસ્કૃતિનો વિકલ્પ પૂરો પાડતી ગાંધીવાદી આચાર-વિચારની પ્રણાલી. સર્વોદય વીસમી સદીમાં ઉદ્ભવેલો એક નવો શબ્દ છે. પરંતુ આજે જે રીતે તે જીવનની એક ફિલસૂફીના અર્થમાં, એક ચોક્કસ વિચારધારાના અર્થમાં પ્રચલિત છે, એ રીતનો તેનો ઉપયોગ તો હજી માત્ર એક જ સદી જૂનો છે. ‘સર્વોદય’ શબ્દનું ગર્ભાધાન થયું…

વધુ વાંચો >

સહકાર (સમાજશાસ્ત્ર)

સહકાર (સમાજશાસ્ત્ર) : સામાજિક આંતરક્રિયાનો સાર્વત્રિક જોવા મળતો એક પ્રકાર. આંતરક્રિયા કરતા પક્ષો (વ્યક્તિઓ/સમૂહો) જ્યારે પોતાના કોઈ સર્વસામાન્ય (common), સમાન કે પરસ્પરપૂરક ધ્યેયો સિદ્ધ કરવા માટે પરસ્પરને કોઈ પણ સ્વરૂપે સહાયક બને છે ત્યારે તે સહકારની સામાજિક આંતરક્રિયા કહેવાય છે. તેમાં સંબંધિત પક્ષો વચ્ચે પરસ્પર વિધાયક/રચનાત્મક દૃષ્ટિ અને વલણ એક…

વધુ વાંચો >

સંઘર્ષ

સંઘર્ષ : કોઈ પણ બે અથવા વધુ ઘટકો કે એકમો વચ્ચે પ્રત્યક્ષ અથવા પરોક્ષ વિવાદની સ્થિતિ. વિવાદ બે વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે, બે જૂથો વચ્ચે હોઈ શકે, બે પ્રદેશો વચ્ચે હોઈ શકે, બે વિચારસરણીઓ વચ્ચે હોઈ શકે, બે આંતરિક અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે હોઈ શકે અથવા બે કે વધુ રાષ્ટ્રો…

વધુ વાંચો >

સંસ્કૃતીકરણ (culturalisation)

સંસ્કૃતીકરણ (culturalisation) : ભારતમાં સામાજિક પરિવર્તનના વિશ્લેષણ માટેની એક વિભાવના. આ વિભાવનાનો સૌપ્રથમ ઉપયોગ ભારતના સમાજશાસ્ત્રી ડૉ. એમ. એન. શ્રીનિવાસે ‘દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ’ નામના અભ્યાસમાં કર્યો હતો. જ્ઞાતિ ઉપર આધારિત સ્તર-રચના એ અખિલ ભારતીય ઘટના છે. આ બંધ સ્વરૂપની સ્તર-રચનામાં પરિવર્તનને ખાસ અવકાશ નહિ હોવાનું મનાતું…

વધુ વાંચો >

સાઇમન સંત

સાઇમન સંત (જ. 17 ઑક્ટોબર 1760, પૅરિસ; અં. 19 મે 1825, પૅરિસ) : ફ્રેંચ સમાજસુધારક અને સમાજવાદનો પિતા. ઉચ્ચ ખાનદાન કુટુંબમાં જન્મેલા આ વિચારક ફ્રેંચ રાજવી મંડળના લુઈ કુટુંબ સાથે સંબંધો ધરાવતા હતા. ખાનગી શિક્ષકો દ્વારા શાલેય શિક્ષણ મેળવ્યું. 17ની વયે લશ્કરી સેવામાં જોડાયા અને અમેરિકાની ક્રાંતિમાં મદદરૂપ થવા ફ્રાંસે…

વધુ વાંચો >

સાધુ નવલરામ

સાધુ નવલરામ (જ. 1848, હૈદરાબાદ, સિંધ; અ. 1893) : સિંધી કેળવણીકાર, સમાજસુધારક અને સિંધમાં નવજાગૃતિના પ્રણેતા. તેઓ સાધુ હીરાનંદના વડીલ બંધુ હતા. વિદ્યાર્થીકાળથી જ તેઓ સામાજિક સુધારાના આદર્શ સાથે સાદગીભર્યું જીવન જીવતા. સ્નાતક થતાંની સાથે તેમણે સામાજિક પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું. તે વખતે સિંધમાં શિક્ષણનો પ્રસાર નહિવત્ હતો અને કન્યા કેળવણી પ્રત્યે…

વધુ વાંચો >

સાધુ વાસવાણી

સાધુ વાસવાણી (જ. 25 નવેમ્બર 1879, હૈદરાબાદ, સિંધ, પાકિસ્તાન; અ. 16 જાન્યુઆરી 1966, પુણે, મહારાષ્ટ્ર) : કેળવણીકાર, સમાજસેવક, લેખક અને વક્તા. તેમનું નામ થાંવરદાસ લીલારામ વાસવાણી હતું. તેઓ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી, એલિસ સ્કૉલર અને ડી. જે. સિંધ કૉલેજ, કરાંચીમાં ફેલો હતા. એમ.એ. થયા પછી તેઓ કોલકાતાની મેટ્રોપૉલિટન કૉલેજ(હવે વિદ્યાસાગર કૉલેજ)માં…

વધુ વાંચો >