સમાજશાસ્ત્ર

સમાજમિતિ (sociometry)

સમાજમિતિ (sociometry) : સમાજશાસ્ત્રની એક સંશોધનપ્રવૃત્તિ. જે. એલ. મોરેનો(1934)એ સર્વપ્રથમ આ પદ્ધતિની વાત કરી ત્યારબાદ સુધારા-વધારા સાથે સામાજિક જૂથ અને સામાજિક સંબંધોના સંશોધનમાં આ પદ્ધતિ પ્રયોજાતી રહી છે. ફ્રાન્સના મત મુજબ ‘‘કોઈ એક જૂથના સભ્યો વચ્ચેનાં આકર્ષણ અને અપાકર્ષણના માપન દ્વારા જૂથના સભ્યોની પસંદગી, પ્રત્યાયન અને આંતરક્રિયાની તરાહ’’ જાણવા માટે…

વધુ વાંચો >

સમાજશાસ્ત્ર

સમાજશાસ્ત્ર : સામાજિક વિજ્ઞાનની એક શાખા. સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં ‘sociology’ કહેવામાં આવે છે. આ શબ્દ મૂળ લૅટિન ભાષાના ‘socius’ (companion એટલે સાથીદાર) અને ગ્રીક ભાષાના ‘ology’ (study of – નો અભ્યાસ) પરથી બન્યો છે. આના આધારે કહીએ તો સમાજશાસ્ત્ર સામાજિક આંતરક્રિયાઓ દ્વારા બનેલા સામાજિક સંબંધોના માળખાનો અભ્યાસ કરે છે. આપણને એ…

વધુ વાંચો >

સમાજસુધારણા

સમાજસુધારણા : જનસમુદાયના માનસમાં સ્થિર થયેલાં મનોવલણો, જીવનદર્શન અને તેમના વ્યવહારો જે પ્રગતિશીલ સમાજ સાથે સમાયોજન સાધી શકતા નથી તેમાં પરિવર્તન માટેના પ્રયાસો. આ પ્રયાસ સંપૂર્ણ સામાજિક વ્યવસ્થા અથવા કોઈ એક ભાગમાં ઉત્પન્ન થયેલા દોષો અને કુરિવાજોને દૂર કરવાના હેતુથી પ્રેરિત થાય છે. સમાજસુધારણાનો જન્મ વિવિધ સામાજિક સમસ્યાઓમાંથી થાય છે.…

વધુ વાંચો >

સમાજસુરક્ષા

સમાજસુરક્ષા : વિકલાંગતા, વંચિતતા, અજ્ઞાનતા, વૃદ્ધાવસ્થા, બેકારી, બીમારી, અકસ્માત જેવાં સંકટોમાં નાગરિકોને સહાય આપવા માટેનો સામાજિક પ્રબંધ. તેનો આશય આપત્તિગ્રસ્ત વ્યક્તિની આર્થિક સ્થિતિને ન્યૂનતમ સ્તર પર ટકાવી રાખવાનો છે. સામાજિક સુરક્ષાના કાર્યક્રમોમાં ગર્ભાવસ્થા, બીમારી, અકસ્માત, વિકલાંગતા, કુટુંબના મોભીનું અવસાન, બેકારી, વયનિવૃત્તિ, વૃદ્ધાવસ્થા અને અન્ય કારણોને લીધે ગુમાવેલ આવકની ક્ષતિપૂર્તિ કરવી…

વધુ વાંચો >

સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ)

સમાન નાગરિક ધારો (યુનિફૉર્મ સિવિલ કોડ) : ભારતમાં વસતા બધા નાગરિકોના કૌટુંબિક સંબંધોનું નિયમન કરતા કાયદા કોમી તફાવતો વગર સમાન ધોરણે અમલી બનાવવાનું લક્ષ્ય ધરાવતો ધારો. ધર્મ (સંપ્રદાય) અથવા કોમ-આધારિત વૈયક્તિક કાયદાઓ(પર્સનલ લૉઝ)ને બદલે ભારતમાં વસતી બધી કોમો માટે સમાન નાગરિક ધારો ઘડવાનો અને તેને અમલમાં મૂકવાનો રાજ્ય પ્રયાસ કરે,…

વધુ વાંચો >

સર્વોદય

સર્વોદય : પ્રવર્તમાન ઉપભોગવાદી સંસ્કૃતિનો વિકલ્પ પૂરો પાડતી ગાંધીવાદી આચાર-વિચારની પ્રણાલી. સર્વોદય વીસમી સદીમાં ઉદ્ભવેલો એક નવો શબ્દ છે. પરંતુ આજે જે રીતે તે જીવનની એક ફિલસૂફીના અર્થમાં, એક ચોક્કસ વિચારધારાના અર્થમાં પ્રચલિત છે, એ રીતનો તેનો ઉપયોગ તો હજી માત્ર એક જ સદી જૂનો છે. ‘સર્વોદય’ શબ્દનું ગર્ભાધાન થયું…

વધુ વાંચો >

સહકાર (સમાજશાસ્ત્ર)

સહકાર (સમાજશાસ્ત્ર) : સામાજિક આંતરક્રિયાનો સાર્વત્રિક જોવા મળતો એક પ્રકાર. આંતરક્રિયા કરતા પક્ષો (વ્યક્તિઓ/સમૂહો) જ્યારે પોતાના કોઈ સર્વસામાન્ય (common), સમાન કે પરસ્પરપૂરક ધ્યેયો સિદ્ધ કરવા માટે પરસ્પરને કોઈ પણ સ્વરૂપે સહાયક બને છે ત્યારે તે સહકારની સામાજિક આંતરક્રિયા કહેવાય છે. તેમાં સંબંધિત પક્ષો વચ્ચે પરસ્પર વિધાયક/રચનાત્મક દૃષ્ટિ અને વલણ એક…

વધુ વાંચો >

સહજીવન (symbiosis)

સહજીવન (symbiosis) : સજીવ સૃદૃષ્ટિના બે અથવા વધારે અલગ અલગ જાતિના (species) સભ્યોની લાંબા કે ટૂંકા સમય માટે એકબીજાના ગાઢ સંપર્કમાં રહી જીવન વ્યતીત કરવાની જીવનશૈલી. નિસર્ગમાં આવું સહજીવન વ્યતીત કરતા જીવો એકબીજાને લાભકારક કે હાનિકારક થાય એ રીતે કે તટસ્થ વૃત્તિથી જીવન જીવતા હોય છે. સામાન્ય રીતે પૃથ્વી ઉપર…

વધુ વાંચો >

સહલગ્નતા (Linkage)

સહલગ્નતા (Linkage) : સહલગ્ન જનીનોનો વારસો. સજીવ તેના દેહમાં અનેક સ્વરૂપપ્રકારીય (phenotypic) લક્ષણો ધરાવે છે. આ પ્રત્યેક લક્ષણનું નિયમન જનીનોની નિશ્ચિત જોડ દ્વારા થાય છે. તેઓ સમજાત રંગસૂત્રો પર નિશ્ચિત સ્થાને ગોઠવાયેલાં હોય છે. વળી, પ્રત્યેક રંગસૂત્ર પર એકથી વધારે જનીનો રેખીય રીતે ગોઠવાયેલાં હોય છે. જન્યુજનન (gametogenesis) સમયે થતા…

વધુ વાંચો >