સમાજશાસ્ત્ર
સ્વામી વિરજાનંદ
સ્વામી વિરજાનંદ (જ. 1778; અ. 14 સપ્ટેમ્બર 1868) : મથુરાના નેત્રહીન સંત. આર્યસમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના સુપ્રસિદ્ધ ગુરુ સ્વામી વિરજાનંદનો જન્મ જાલંધર પાસેના ગંગાપુર નામના ગામમાં એક ભારદ્વાજ ગોત્રીય સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં ઈ. સ. 1778માં થયો હતો. તેમનું નામ વ્રજલાલ હતું. તેમને ધર્મચંદ નામે ભાઈ હતો. પાંચ વર્ષની વયે…
વધુ વાંચો >હજારે અણ્ણા
હજારે, અણ્ણા (જ. 15 જાન્યુઆરી 1940, ભિંગર, અહમદનગર, જિ. મહારાષ્ટ્ર) : ભારતના અગ્રણી સામાજિક કાર્યકર અને આદર્શ ગ્રામવ્યવસ્થાના શિલ્પી. મૂળ નામ કિસન બાબુરાવ હજારે. અણ્ણાનું પ્રાથમિક શિક્ષણ રાળેગાંવ સિદ્ધિમાં થયું. પરિવારની આર્થિક હાલાકીને કારણે તથા તેમનાં ફોઈને પોતાનું સંતાન ન હોવાથી તેઓ અણ્ણાને મુંબઈ લઈ ગયાં, જ્યાં સાત ધોરણ સુધી…
વધુ વાંચો >હરકુંવર શેઠાણી
હરકુંવર શેઠાણી (જ. 1820, ઘોઘા, જિ. ભાવનગર; અ. 5 ઑક્ટોબર 1876, અમદાવાદ) : ગુજરાતનાં પ્રથમ મહિલા કેળવણીકાર, સ્ત્રી-ઉત્કર્ષનાં હિમાયતી અને સમાજસુધારક. તેઓ ગુજરાતના સમાજસુધારાની પ્રથમ પેઢીનાં પ્રતિનિધિ હતાં. ભાવનગર પાસેના ઘોઘા બંદરમાં એક ગરીબ જૈન કુટુંબમાં જન્મેલાં હરકુંવર શાળામાં માત્ર બેત્રણ ધોરણો સુધી જ ભણ્યાં હતાં. આમ છતાં તેઓ સંસ્કારસંપન્ન…
વધુ વાંચો >હૉબહાઉસ લિયોનાર્ડ ટ્રિલાનવે
હૉબહાઉસ, લિયોનાર્ડ ટ્રિલાનવે (જ. 8 સપ્ટેમ્બર 1864, સેંટ આઇવ્સ કોર્નવાલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જૂન 1929, એવેન્કોન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સમાજશાસ્ત્રી અને ચિંતક, જેમણે નૂતન ઉદારમતવાદના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ઉદારમતવાદના ચિંતનમાં કેટલાંક નવાં પરિમાણો ઉમેરી નૂતન ઉદારમતવાદનું ચિંતન રજૂ કર્યું. ઉદારમતવાદી સામાજિક સુધારાઓને વિશેષ રૂપે તેમણે રજૂ કર્યા. સામાજિક પ્રગતિને…
વધુ વાંચો >હોમાન્સ જ્યૉર્જ કાસ્પર
હોમાન્સ, જ્યૉર્જ કાસ્પર (જ. 11 ઑગસ્ટ 1910, બૉસ્ટન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 1989) : અમેરિકાના સમાજશાસ્ત્રી. ધનિક કુટુંબમાં જન્મ. કુટુંબનું સમૃદ્ધ પુસ્તકાલય જ તેમને શાળા કરતાં પણ વધુ શિક્ષણ આપનાર નીવડ્યું. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં લીધું. આ જ યુનિવર્સિટીમાં તેમણે જુનિયર ફેલોથી શરૂ કરીને ક્રમશ: ફૅકલ્ટી-ઇન્સ્ટ્રક્ટર, ઍસોસિયેટ…
વધુ વાંચો >