સમાજશાસ્ત્ર
સાને ગુરુજી
સાને ગુરુજી (જ. ઈ. સ. 1899, પાલગડ, જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર; અ. 11 જૂન 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસુધારક અને લેખક. આખું નામ પાંડુરંગ સદાશિવ સાને. લાડકું નામ પંઢરી. ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. આર્થિક સ્થિતિ સાધારણ. 1918માં મૅટ્રિક તથા પુણેની તત્કાલીન ન્યૂ પૂના કૉલેજ(હાલનું નામ સર પરશુરામ ભાઉ કૉલેજ)માંથી 1922માં સંસ્કૃત…
વધુ વાંચો >સામાજિક આંદોલન
સામાજિક આંદોલન : મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ સમાજનાં માળખાં, રીતરિવાજો, પરંપરાઓ, સંસ્થાઓ કે મૂલ્યોને સામૂહિક રીતે પડકારે અને તેમાં પરિવર્તન લાવવા વ્યક્ત રીતે પ્રયત્ન કરે તે પ્રવૃત્તિ. અલબત્ત, સમાજપરિવર્તન માટેનાં પરિબળોની સામે પ્રચલિત સંસ્થાઓ કે મૂલ્યોને ટકાવવા જ્યારે સામૂહિક પ્રયત્ન થાય છે ત્યારે તેને પ્રતિ-આંદોલન કહી શકાય. હુલ્લડ કે…
વધુ વાંચો >સામાજિક કલ્યાણ
સામાજિક કલ્યાણ : સમાજમાં રહેતા જુદા જુદા ઘટકોનું કુલ કલ્યાણ. આ વિભાવના સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર (Macroeconomics) સાથે સંબંધ ધરાવે છે. જુદા જુદા ઉપભોક્તાઓ જે જે વસ્તુઓ અને સેવાઓની વપરાશ કરે છે તે તે વસ્તુ કે સેવામાંથી તેમને મળતા તુષ્ટિગુણ દ્વારા વ્યક્તિગત કલ્યાણની માત્રા માપવી શક્ય છે; અલબત્ત, તુષ્ટિગુણ એ એક આત્મલક્ષી…
વધુ વાંચો >સામાજિક ગતિશીલતા
સામાજિક ગતિશીલતા : કોઈ પણ સમાજમાં સામાજિક સ્તરરચનાની વ્યવસ્થામાં વ્યક્તિઓ અને ક્યારેક સમૂહોના સ્થાનમાં થતા ફેરફારો. સામાન્ય રીતે સામાજિક ગતિશીલતાને બે પ્રકારમાં વહેંચીને તપાસવામાં આવે છે : (1) ઊર્ધ્વગામી ગતિશીલતા વ્યક્તિ કે સમૂહને તેના વર્તમાન સ્થાન કે દરજ્જામાંથી ઉચ્ચ પ્રકારના સ્થાન કે દરજ્જામાં લઈ જતી પ્રક્રિયા છે; જેમ કે, સ્ત્રીઓના…
વધુ વાંચો >સામાજિક જૂથો
સામાજિક જૂથો : જેમના વચ્ચે કોઈક સ્વરૂપે આંતરસંબંધો પ્રવર્તતા હોય એવી વ્યક્તિઓનો સમુદાય. જૂથની વિભાવના સમાજશાસ્ત્રમાં કેન્દ્રસ્થાને છે. આથી સમાજશાસ્ત્રને જૂથનાં ઉદભવ, પ્રક્રિયા અને (જૂથ) રચનાના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિ સામાજિક પ્રાણી હોઈ જૂથ વિના તેનું વર્તન અને જીવન અશક્ય છે. પ્રત્યેક પળે અને સ્થળે વ્યક્તિનું વર્તન જૂથથી…
વધુ વાંચો >સામાજિક તંગદિલી
સામાજિક તંગદિલી : ભાષા, ધર્મ, સંસ્કૃતિ વગેરેની બહુવિધતા ધરાવતા સમાજોમાં વિવિધ સમુદાયો વચ્ચે સર્જાતા વિખવાદો. જે સમાજો બહુવિધ સમૂહો અને સંસ્કૃતિઓ ધરાવે છે ત્યાં પરસ્પરવિરોધી હિતો સામાજિક તંગદિલી ઉત્પન્ન કરે છે. ભારત જેવા હજારો જ્ઞાતિઓ અને અસંખ્ય ભાષા તેમજ બોલીઓનું વૈવિધ્ય ધરાવતા દેશમાં એ વૈવિધ્ય સામાજિક તંગદિલીનું કારણ બની રહે…
વધુ વાંચો >સામાજિક ધોરણો
સામાજિક ધોરણો : કોઈ પણ સમાજમાં ચાલતી પારસ્પરિક આંતરક્રિયાઓની સહિયારી પેદાશ રૂપે સભ્યો દ્વારા પ્રસ્થાપિત લિખિત અથવા અલિખિત નિયમોનું પ્રારૂપ. સામાજિક વિજ્ઞાનોમાં ‘સામાજિક ધોરણ’ (social norm) એવો શબ્દપ્રયોગ સૌપ્રથમ ઈ. સ. 1936માં મુઝફર શેરિફે પોતાના ‘સાઇકૉલૉજી ઑવ્ સોશિયલ નૉર્મ્સ’ (‘Psychology of Social Norms’) પુસ્તકમાં કર્યો હતો. તેમણે આ શબ્દપ્રયોગ ‘દરેક…
વધુ વાંચો >સામાજિક નિયંત્રણ
સામાજિક નિયંત્રણ : સામાજિક પ્રક્રિયાઓ અને વ્યક્તિઓ તથા જૂથોના વર્તનને નિયંત્રિત કરતા સમાજજીવનના હિતમાં તેના સભ્યો દ્વારા સ્વીકૃત થયેલા અંકુશો. અહીં સમાજજીવન એટલે વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને સમૂહ વચ્ચે તેમજ સમૂહ અને સમૂહ વચ્ચે આંતરસંબંધોથી ચલાવાતું સામાજિક માળખું. આ સામાજિક માળખું વ્યક્તિ અને સમૂહમાન્ય ધારાધોરણોથી અંકુશિત હોય છે;…
વધુ વાંચો >