શિલ્પકલા

સેગાલ જ્યૉર્જ

સેગાલ, જ્યૉર્જ (જ. 1924, અમેરિકા) : આધુનિક અમેરિકન શિલ્પી. અમેરિકન ચિત્રકાર હાન્સ હૉફમાન પાસે તેમણે કલા-અભ્યાસ કરેલો. 1958માં તેમણે શિલ્પસર્જન શરૂ કર્યું. જ્યૉર્જ સેગાલ તે પ્લાસ્ટરમાંથી માનવઆકૃતિ ઘડે છે અને પછી તે સફેદ એકરંગી શિલ્પને કબાડીખાનામાંથી જૂની લિફ્ટ (એલિવેટર), મોટરગાડી, રેલવેની બૉગી જેવી જણસ ખરીદી, તે જણસમાં ગોઠવીને પ્રદર્શિત કરે…

વધુ વાંચો >

સૅમારાસ લુકાસ (Samaras Lucas)

સૅમારાસ, લુકાસ (Samaras, Lucas) (જ. 1936, ગ્રીસ) : આધુનિક એસેમ્બ્લેજ (assemblage) શૈલીએ ભંગાર જણસોને સાંકળીને કલાકૃતિઓ સર્જનાર શિલ્પી. લુકાસ સૅમારાસની એક ફોટો કલાકૃતિ 1948માં અમેરિકા જઈ 1955માં ત્યાંના નાગરિક બન્યા. તેઓ ધાતુ, કાચ, કપડાના ડૂચા અને પ્લાસ્ટિકના ફેંકી દીધેલ ખોખાં, શીશીઓ, બાટલા, નકામાં પા ટિયાં, – રદ્દી પૂંઠાં અને પોસ્ટરો,…

વધુ વાંચો >

સેહગલ અમરનાથ

સેહગલ, અમરનાથ [જ. 5 ફેબ્રુઆરી 1922, કૅમ્પ્બેલપુર, જિલ્લો ઍટોક, ભારત (હવે પાકિસ્તાન)] : આધુનિક ભારતીય શિલ્પી. શાલેય અભ્યાસ પછી લાહોર ખાતેની ગવર્નમેન્ટ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરીને 1941માં તેઓ વિજ્ઞાનના સ્નાતક થયા. એ જ વર્ષે પિતાનું મૃત્યુ થતાં લાહોર ખાતેની એક ફૅક્ટરીમાં મૅનેજરની નોકરી શરૂ કરી. નાણાકીય સગવડ થતાં એક જ…

વધુ વાંચો >

સ્ટેફાન ગૅરી (Stefan Gary)

સ્ટેફાન, ગૅરી (Stefan, Gary) (જ. 1942, અમેરિકા) : આધુનિક અલ્પતમવાદી (minimalist) શિલ્પી અને ચિત્રકાર. ન્યૂયૉર્ક નગર ખાતેની પ્રૅટ (Pratt) ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનનો અભ્યાસ કર્યા પછી તેમણે ચિત્રણાનો આરંભ કર્યો અને અલ્પતમવાદી અમૂર્ત ચિત્રો અને શિલ્પોનું સર્જન શરૂ કર્યું. તેમની નેમ આ કલાસર્જન દ્વારા ભાવકના દિમાગમાં વિચારસંક્રમણનો આરંભ કરવાની છે. ભૌમિતિક…

વધુ વાંચો >

સ્પૅનિશ કળા

સ્પૅનિશ કળા : સ્પેનની ચિત્રકળા અને શિલ્પકળા. સ્પેનનો કળા-ઇતિહાસ લાંબો છે. પ્રાગૈતિહાસિક સમયની –  25,000 વરસોથી પણ વધુ પ્રાચીન ચિત્રકૃતિઓ ધરાવતી આલ્તામીરા ગુફાઓથી સ્પેનની કળાયાત્રાનો આરંભ થાય છે; પણ એ પછી સ્પેનના કળા-ઇતિહાસમાં ત્રેવીસેક હજાર વરસનો ગાળો (gap) પડે છે. ત્યાર બાદ ઈસવી સનનાં પ્રારંભિક વરસો દરમિયાન રોમન સામ્રાજ્યના પ્રતાપે…

વધુ વાંચો >

સ્વિસ કળા

સ્વિસ કળા : સ્વિટ્ઝર્લૅન્ડની ચિત્રકળા અને શિલ્પકળા. સોળમી સદીમાં સ્વિટ્ઝર્લૅન્ડનું એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ગઠન અને નિર્માણ થતાં જ ત્યાં લોકશાહી બંધારણ અસ્તિત્વમાં આવ્યું. વળી ત્યાં કેલ્વિનિસ્ટ (Calvinism) સંપ્રદાયના ખ્રિસ્તી અનુયાયીઓ બહુમતીમાં હતા. કેલ્વિનવાદે ભવ્ય ભભકાદાર કલાકૃતિઓનો હંમેશાં વિરોધ કર્યો છે. આમ, રાજવી આશ્રયદાતાની ગેરહાજરી અને કેલ્વિનવાદના પ્રભાવ હેઠળ સ્વિટ્ઝર્લૅન્ડમાં…

વધુ વાંચો >

સ્વીડિશ કલા (ચિત્ર અને શિલ્પ) (Swedish Art)

સ્વીડિશ કલા (ચિત્ર અને શિલ્પ) (Swedish Art) : સ્વીડનનાં ચિત્ર અને શિલ્પ. સ્વીડનમાં સૌથી જૂની કલા સ્વીડનના બોહુસ્લાન પ્રાંતના તાનુમ ખાતેથી ગુફાઓમાં કોતરેલાં શિલ્પના સ્વરૂપમાં મળી આવી છે, જેને પ્રાગૈતિહાસિક માનવામાં આવે છે. એ પછી ગૉટ્લૅન્ડમાંથી આઠમીથી બારમી સદી સુધીમાં પથ્થરો પર આલેખિત ચિત્રો મળી આવ્યાં છે. એમાંથી ઓડીન (Odin)…

વધુ વાંચો >

હરિહરિહરિવાહન

હરિહરિહરિવાહન : બોધિસત્વ અવલોકિતેશ્વરનું વિશિષ્ટ મૂર્તિ સ્વરૂપ. શ્વેતવર્ણનું આ સ્વરૂપ ષડ્ભુજ છે. તેમના વાહનમાં સિંહ, ગરુડ અને વિષ્ણુને દર્શાવ્યા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેમના મસ્તકે જટામુકુટ અને શરીરે સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરેલાં હોય છે. જમણી બાજુના એક હાથમાં તથાગતનું સ્વરૂપ, બીજા હાથમાં અક્ષમાલા અને ત્રીજો હાથ વ્યાખ્યાન મુદ્રામાં હોય છે.…

વધુ વાંચો >

હલાહલ

હલાહલ : ચીનમાં પ્રચલિત અવલોકિતેશ્વર બોધિસત્વનું વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે (લલિતાસનમાં બેઠેલ) આ સ્વરૂપનો વર્ણ શ્વેત છે. તેઓ ત્રિમુખ અને ષડ્ભુજ છે. જમણી બાજુનું મુખ નીલવર્ણનું, ડાબી બાજુનું મુખ રક્તવર્ણનું અને મધ્ય મુખ શ્વેત હોય છે. મસ્તક પાછળ પ્રભામંડળ હોય છે. મસ્તક પર મુકુટમાં અમિતાભ ધ્યાની બુદ્ધને ધારણ કરેલા…

વધુ વાંચો >

હાથી ગુફાનાં શિલ્પો

હાથી ગુફાનાં શિલ્પો : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની ટેકરીઓમાં કોતરાયેલ 35 ગુફાઓ પૈકીની હાથી ગુફા કે ગણેશ ગુફા નામે પ્રસિદ્ધ મુખ્ય ગુફામાં કંડારાયેલ રાજપરિવારને લગતાં શિલ્પો. હાથી ગુફા અહીંની ગુફાઓમાં સૌથી અગત્યની છે. એના પગથિયાંની બંને બાજુએ હાથીઓની શ્રેણી કંડારેલી છે. એમાં ચેદિવંશના રાજા ખારવેલનો ઈ. સ.…

વધુ વાંચો >