સેગાલ જ્યૉર્જ

January, 2008

સેગાલ, જ્યૉર્જ (. 1924, અમેરિકા) : આધુનિક અમેરિકન શિલ્પી. અમેરિકન ચિત્રકાર હાન્સ હૉફમાન પાસે તેમણે કલા-અભ્યાસ કરેલો. 1958માં તેમણે શિલ્પસર્જન શરૂ કર્યું.

જ્યૉર્જ સેગાલ

તે પ્લાસ્ટરમાંથી માનવઆકૃતિ ઘડે છે અને પછી તે સફેદ એકરંગી શિલ્પને કબાડીખાનામાંથી જૂની લિફ્ટ (એલિવેટર), મોટરગાડી, રેલવેની બૉગી જેવી જણસ ખરીદી, તે જણસમાં ગોઠવીને પ્રદર્શિત કરે છે. પ્લાસ્ટરમાંથી બનાવેલી ધોળીધબ માનવઆકૃતિ તેની આજુબાજુના બહુરંગી માહોલમાં ભૂત જેવી બિહામણી ભાસે છે અને આ કલાકૃતિઓ સમગ્રતયા એકલવાયાપણાની અને રહસ્યના ભાવ દર્શકમાં જગાડે છે.

અમિતાભ મડિયા