શિલ્પકલા

સ્ટેફાન ગૅરી (Stefan Gary)

સ્ટેફાન, ગૅરી (Stefan, Gary) (જ. 1942, અમેરિકા) : આધુનિક અલ્પતમવાદી (minimalist) શિલ્પી અને ચિત્રકાર. ન્યૂયૉર્ક નગર ખાતેની પ્રૅટ (Pratt) ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનનો અભ્યાસ કર્યા પછી તેમણે ચિત્રણાનો આરંભ કર્યો અને અલ્પતમવાદી અમૂર્ત ચિત્રો અને શિલ્પોનું સર્જન શરૂ કર્યું. તેમની નેમ આ કલાસર્જન દ્વારા ભાવકના દિમાગમાં વિચારસંક્રમણનો આરંભ કરવાની છે. ભૌમિતિક…

વધુ વાંચો >

સ્પૅનિશ ભાષા અને સાહિત્ય

સ્પૅનિશ ભાષા અને સાહિત્ય : મૂળ ઇન્ડો–યુરોપિયન ભાષાકુળના ઇટાલિક ઉપકુળની રૉમાન્સ ભાષાજૂથની સ્પૅનિશ ભાષા; ઇબિરિયન દ્વીપકલ્પ, સ્પેન, અમેરિકા ખંડ અને આફ્રિકા ખંડના 25 કરોડથી વધુ માણસો દ્વારા બોલાતી અને લખાતી હતી. સ્પેનના લૅટિન લખાણોમાં ટીકા કે વિવરણ સ્વરૂપમાં સ્પૅનિશ ભાષાના નમૂના ઈ. સ.ની દસમી સદીના ઉપલબ્ધ છે. આશરે 1150માં સાહિત્યના…

વધુ વાંચો >

સ્વિસ કળા

સ્વિસ કળા : સ્વિટ્ઝર્લૅન્ડની ચિત્રકળા અને શિલ્પકળા. સોળમી સદીમાં સ્વિટ્ઝર્લૅન્ડનું એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ગઠન અને નિર્માણ થતાં જ ત્યાં લોકશાહી બંધારણ અસ્તિત્વમાં આવ્યું. વળી ત્યાં કેલ્વિનિસ્ટ (Calvinism) સંપ્રદાયના ખ્રિસ્તી અનુયાયીઓ બહુમતીમાં હતા. કેલ્વિનવાદે ભવ્ય ભભકાદાર કલાકૃતિઓનો હંમેશાં વિરોધ કર્યો છે. આમ, રાજવી આશ્રયદાતાની ગેરહાજરી અને કેલ્વિનવાદના પ્રભાવ હેઠળ સ્વિટ્ઝર્લૅન્ડમાં…

વધુ વાંચો >

સ્વીડિશ કલા (ચિત્ર અને શિલ્પ) (Swedish Art)

સ્વીડિશ કલા (ચિત્ર અને શિલ્પ) (Swedish Art) : સ્વીડનનાં ચિત્ર અને શિલ્પ. સ્વીડનમાં સૌથી જૂની કલા સ્વીડનના બોહુસ્લાન પ્રાંતના તાનુમ ખાતેથી ગુફાઓમાં કોતરેલાં શિલ્પના સ્વરૂપમાં મળી આવી છે, જેને પ્રાગૈતિહાસિક માનવામાં આવે છે. એ પછી ગૉટ્લૅન્ડમાંથી આઠમીથી બારમી સદી સુધીમાં પથ્થરો પર આલેખિત ચિત્રો મળી આવ્યાં છે. એમાંથી ઓડીન (Odin)…

વધુ વાંચો >