શિલ્પકલા

અકોટાની જીવંતસ્વામીની પ્રતિમા

અકોટાની જીવંતસ્વામીની પ્રતિમા : અકોટા(જિ. વડોદરા)માંથી મળી આવેલ અને વડોદરા મ્યુઝિયમમાં સુરક્ષિત જૈન ધાતુપ્રતિમાનિધિમાંથી પ્રાપ્ત જીવંતસ્વામીની બે પ્રતિમાઓ પૈકીની એક ઈ. સ.ની છઠ્ઠી સદીના પૂર્વાર્ધની જણાય છે. ‘જીવંતસ્વામી’ એ દીક્ષા લીધા પહેલાં તપ કરતા સંસારી મહાવીર સ્વામીનું નામ છે. આથી આમાં રાજપુત્રને અનુરૂપ વેશભૂષા જોવા મળે છે. મસ્તક પર ઊંચો…

વધુ વાંચો >

અગ્નિ એશિયાઈ કળા

અગ્નિ એશિયાઈ કળા  અગ્નિ એશિયાના દેશોમાં વિકસેલી કળાઓ. અગ્નિ એશિયાના પ્રદેશોમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), થાઇલૅન્ડ, લાઓસ, કંપુચિયા (કંબોડિયા), વિયેટનામ, મલેશિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સનો સમાવેશ થાય છે, આમાં ફિલિપાઇન્સ તેના ઇતિહાસને કારણે અલગ ગણી શકાય. ખ્રિસ્તી યુગની શરૂઆતની સદીઓથી આ દેશો સાથે ભારતના લોકો વેપારથી સંકળાયેલા હતા. અને ભારતીય સંસ્કૃતિ અને…

વધુ વાંચો >

અનંતનાગ (2)

અનંતનાગ (2) : આદિનાગ અથવા આદિશેષ અથવા અનંતનાગ શિલ્પ. વિષ્ણુધર્મોત્તર પુરાણના વર્ણન પ્રમાણે અનંતનાગને ચાર હાથ, સંખ્યાબંધ ફણા, મધ્ય ફણા ઉપર પૃથ્વીદેવીની મૂર્તિ, જમણા હાથમાં કમળ/મુસળ અને ડાબા હાથમાં શંખ હોય છે. અનંતનાગ વિષ્ણુનું આસન છે. રસેશ જમીનદાર

વધુ વાંચો >

અનંતશયન

અનંતશયન : વિષ્ણુનું એક પ્રતિમાસ્વરૂપ. આ સ્વરૂપમાં વિષ્ણુ શેષનાગ (અનંત) ઉપર સૂતેલા છે. નાગફેણથી શિરચ્છત્ર રચાયું છે. લક્ષ્મીજી ભગવાનના પગને ખોળામાં લઈ પાદસેવન કરે છે. વિષ્ણુની નાભિમાં પ્રગટેલા કમળમાં બ્રહ્મા વિરાજમાન છે. મધુ-કૈટભ દૈત્યો કમળદંડને વળગેલા છે. ચક્ર, ગદા, શંખ વિષ્ણુ પાસે પડેલાં છે. વિષ્ણુનો એક હાથ માથા હેઠળ અને…

વધુ વાંચો >

અનુઆધુનિકતાવાદ

અનુઆધુનિકતાવાદ : જુઓ આધુનિકતા,અનુઆધુનિકતા અને અનુઆધુનિકતાવાદ

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

આઇન્સિડેલ્ન ઍબી

આઇન્સિડેલ્ન ઍબી : સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝૂરિકની દક્ષિણ-પૂર્વમાં આઇન્સિડેલ્ન નામના શહેરમાં આવેલ આ ઍબી દસમી સદીમાં બંધાયેલ બેનેડિકટાઇન ઍબીઓમાંની એક છે. તેના ચર્ચમાં મૂકવામાં આવેલ ‘બ્લૅક મેડૉના’નું શિલ્પ ઘણું પ્રખ્યાત છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ

આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…

વધુ વાંચો >

આર્ટ નૂવો

આર્ટ નૂવો (Art Nouveau) : નૂતન કલાશૈલી એવો અર્થ આપતી ફ્રેન્ચ સંજ્ઞા. સ્થાપત્ય, સુશોભન, ચિત્ર અને શિલ્પ એ બધી કલાઓમાં એક નવી સંમિશ્રિત શૈલીનો પ્રસાર 1890 પછી થયો. ચિત્રકારો અને શિલ્પીઓએ કુદરતનું અનુકરણ તજી દીધું, જૂની પદ્ધતિઓ અવગણવામાં આવી. 1861માં વિલિયમ મૉરિસે ઇંગ્લૅન્ડના હસ્તકલા-ઉદ્યોગમાં કાપડની ડિઝાઇનો અને પુસ્તકના સુશોભનમાં નવી શૈલી…

વધુ વાંચો >

આર્પ, ઝાં હાન્સ

આર્પ, ઝાં હાન્સ (જ. 16 સપ્ટેમ્બર 1887; અ. 7 જૂન 1966, બેઝલ સ્વિટ્ઝર્લૅન્ડ) : ફ્રેન્ચ શિલ્પી, ચિત્રકાર અને કવિ. હાન્સ આર્પ યુરોપના કલાક્ષેત્રે વીસમી સદીના પૂર્વાર્ધમાં ‘આવાં ગાર્દ’ યાને નવોદિત યુવા કલાકારોના નેતા હતા. તેમણે વતન સ્ટ્રાસબૉર્ગમાં કલાની તાલીમ મેળવી હતી. પછી જર્મનીના વૈમરમાં અભ્યાસ કર્યો અને પૅરિસમાં અકાદમી જુલિયનમાં…

વધુ વાંચો >