સૅમારાસ, લુકાસ (Samaras, Lucas) (. 1936, ગ્રીસ) : આધુનિક એસેમ્બ્લેજ (assemblage) શૈલીએ ભંગાર જણસોને સાંકળીને કલાકૃતિઓ સર્જનાર શિલ્પી.

લુકાસ સૅમારાસની એક ફોટો કલાકૃતિ

1948માં અમેરિકા જઈ 1955માં ત્યાંના નાગરિક બન્યા. તેઓ ધાતુ, કાચ, કપડાના ડૂચા અને પ્લાસ્ટિકના ફેંકી દીધેલ ખોખાં, શીશીઓ, બાટલા, નકામાં પા ટિયાં, – રદ્દી પૂંઠાં અને પોસ્ટરો, રેઝર બ્લેડ, ટાંકણીઓ, વાપરેલાં નિરોધ (કૉન્ડોમ), ફાટેલાં અન્ડરવેર, વાળનાં ગૂંચળાં આદિને સાંકળીને એવી કલાકૃતિઓ નિપજાવે છે કે જે જોતાં જ અરેરાટી થાય. અરેરાટી ઉપજાવવાની જ તેમની નેમ હોય છે. આવી રીતે રચેલી ત્રિપરિમાણી કૃતિઓની આગળ-પાછળ નાના-મોટા અરીસા ગોઠવીને એ દર્શક માટે ભુલભુલામણી ભરેલી માયાસૃષ્ટિ રચે છે. ફોટોગ્રાફી ક્ષેત્રે સૅમારાસે અગત્યનું કામ કર્યું છે. પાણીમાં નહાતી નવયૌવનાઓ ઉપરાંત માનવમનના વિવિધ મિજાજને તેમણે ફોટોગ્રાફીના માધ્યમ વડે આલેખ્યા છે.

અમિતાભ મડિયા