શિક્ષણ
દાની, અહમદ હસન
દાની, અહમદ હસન (જ. જૂન 1920, બસના; અ. 26 જાન્યુઆરી 2009, ઇસ્લામાબાદ) : પાકિસ્તાનના બૌદ્ધિક પુરાતત્વવિદ, ઇતિહાસવિદ અને ભાષાશાસ્ત્રી, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના પુરાતત્વ અને ઇતિહાસના અભ્યાસ પર તેમનું પ્રભુત્વ હતું. તેમણે પાકિસ્તાન અને બંગ્લાદેશમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પુરાતત્વનો અભ્યાસ દાખલ કરાવ્યો હતો. વિશેષત: તેઓ ઉત્તર પાકિસ્તાનમાં પૂર્વસિંધુસભ્યતા અને…
વધુ વાંચો >દાવર, ફીરોઝ કાવસજી
દાવર, ફીરોઝ કાવસજી (જ. 16 નવેમ્બર 1892, અહમદનગર; અ. 3 ફેબ્રુઆરી 1978, અમદાવાદ) : જન્મે પારસી અને અંગ્રેજી વિષયના પ્રોફેસર ફીરોઝ કાવસજી દાવર ત્રણેક વિદ્યાર્થીપેઢીના વિદ્યાગુરુ, સંનિષ્ઠ શિક્ષણકાર અને એક વિરલ બહુશ્રુત સારસ્વત હતા. પ્રા. દાવરના પિતા કાવસજી જાહેર બાંધકામ વિભાગના કાબેલ હિસાબનીસ હોઈ એમને નોકરી અર્થે ગામેગામ ફરવાનું થતું.…
વધુ વાંચો >દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ
દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ (જ. 18 સપ્ટેમ્બર 1909, સૂરત; અ. 8 ઑક્ટોબર 1998, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, ગાંધીવાદી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક. કુટુંબનો પરંપરાગત વ્યવસાય હાથીદાંતની વસ્તુઓ વેચવાનો હોવાથી કુટુંબની અટક દાંતવાલા પડી. પિતા મહારાષ્ટ્રના ધુળે ખાતે એક જિનિંગ અને પ્રેસિંગ ફૅક્ટરીના મૅનેજર. તેથી મૅટ્રિક સુધીનું તેમનું શિક્ષણ તે…
વધુ વાંચો >દિલ્હી કૉલેજ
દિલ્હી કૉલેજ : ઉર્દૂ માધ્યમવાળી દિલ્હીની સૌપ્રથમ કૉલેજ. સ્થાપના 1825. દિલ્હી કૉલેજ મૂળ તો દિલ્હીમાં 1792માં સ્થપાયેલી ગાઝિયુદ્દીનની મદરેસાનું પરિવર્તન. ગાઝિયુદ્દીનની મદરેસા નવાબ નિઝામ-ઉલ-મુલ્ક આસિફ જાહના દીકરા નવાબ ગાઝિયુદ્દીનખાં ફીરોઝ જંગ બીજાએ શરૂ કરી હતી; તેની તાલીમી વ્યવસ્થા, અભ્યાસક્રમ, શિક્ષણ વગેરે ખૂબ પ્રશંસા અને પ્રસિદ્ધિ પામ્યાં હતાં; પરંતુ તે વિશેની…
વધુ વાંચો >દિવાકર, રંગા રાવ
દિવાકર, રંગા રાવ (રંગનાથ) (જ. 30 સપ્ટેમ્બર 1894, મડીહાલ, કર્ણાટક; અ. 16 જાન્યુઆરી 1990, બૅંગાલુરુ) : સંયુક્ત કર્ણાટકના સ્થાપક અને ગાંધીવાદી વિચારક. પિતા રામચંદ્ર વેંકટેશ અને માતા સીતા. નિમ્ન મધ્યમવર્ગીય પરિવારના રામચંદ્ર વેંકટેશ રેલવેમાં એક સામાન્ય કર્મચારી હતા. તે રૂઢિચુસ્ત બ્રાહ્મણ હોઈને પોતાનાં સંતાનોને પારંપરિક રીતે ઉછેર્યાં. સંતાનોમાં રંગા રાવ…
વધુ વાંચો >દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ (સર)
દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ (સર) (જ. 17 ફેબ્રુઆરી 1886, વડોદરા; અ. 3 ઑગસ્ટ 1968, મુંબઈ) : ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તથા મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ. તેમણે મુંબઈની ઔદ્યોગિક અદાલતના પ્રથમ અધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ, ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષ – એમ અનેક હોદ્દા શોભાવ્યા હતા. અમદાવાદના વડનગરા…
વધુ વાંચો >દીવાન, શારદાબહેન
દીવાન, શારદાબહેન (જ. 1903; અ. ) : મહિલા શિક્ષણના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર મહિલા કેળવણીકાર. પિતા ચીમનલાલ સેતલવાડ ખ્યાતનામ કાયદાવિદ અને 12 વર્ષ સુધી મુંબઈ યુનિવર્સિટીના માનાર્હ કુલાધિપતિ હતા. માતા કૃષ્ણાગૌરી. કુટુંબમાં રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોની સતત આવનજાવનને કારણે સૌ સાથે આ કિશોરીનો જીવંત સંપર્ક રહેતો. રાષ્ટ્રીયતા અને સ્વદેશીના વાતાવરણમાં…
વધુ વાંચો >ર્દશ્ય-શ્રાવ્ય શિક્ષણ
ર્દશ્ય-શ્રાવ્ય શિક્ષણ : ર્દષ્ટિ-શ્રુતિગમ્ય સાધનોના ઉપયોગ દ્વારા અપાતું શિક્ષણ. જ્ઞાનેન્દ્રિયોને જાગ્રત અને પ્રવૃત્ત કરવાનાં સાધનો શ્રુતિ-ષ્ટિગમ્ય સાધનો તરીકે ઓળખાય છે. ઇન્દ્રિયો દ્વારા થતી સંવેદના (sensation) સાથે જ્ઞાનતંત્ર જોડાય છે ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન (perception) થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનના પાયા ઉપર વ્યક્તિ વિચાર કરે છે ત્યારે અધ્યયન (learning) શક્ય બને છે. આમ…
વધુ વાંચો >દેશપાંડે, પાંડુરંગ ગણેશ
દેશપાંડે, પાંડુરંગ ગણેશ (જ. 19 ડિસેમ્બર 1900, નારાયણગામ, જિ. પુણે; અ. 15 જૂન 2002, પણજી, ગોવા) : સ્વાતંત્ર્યસૈનિક અને ગાંધીવાદી લેખક. પિતાનું નામ ગણેશરાવ તથા માતા સરસ્વતીબાઈ. પાંડુરંગના શિક્ષણની શરૂઆત પરંપરિત રીતે થઈ. વડદાદા રામચંદ્ર માધવ દેશપાંડે પાસેથી શિક્ષણના પ્રારંભિક પાઠ શીખ્યા. પાંડુરંગે પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના ચિંચોડી અને વડગામમાં મેળવ્યું.…
વધુ વાંચો >દેસાઈ, અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર’
દેસાઈ, અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર’ (જ. 25 માર્ચ 1844; અ. 12 સપ્ટેમ્બર 1914) : ગુજરાતના અગ્રણી કેળવણીકાર અને સ્વદેશીના હિમાયતી, ઉદ્યોગપતિ. અંબાલાલનો જન્મ, ગુજરાતની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો. તેમનું વતન અલીણા. તેમના પિતા અમદાવાદના વિખ્યાત વકીલ હતા. વિદ્યાર્થી અવસ્થાથી જ તેમણે તેમનું જીવન ખૂબ જ નિયમિત બનાવેલું. 1864માં મૅટ્રિકની પરીક્ષા…
વધુ વાંચો >