શિક્ષણ

ઝાકિરહુસેન

ઝાકિરહુસેન (જ. 8 ફેબ્રુઆરી 1897, હૈદરાબાદ, સિંધ; અ. 3 મે 1969 નવી દિલ્હી) : ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના કઈમગંજના વતની. પિતા ફિદાહુસેનખાન વકીલાતનો વ્યવસાય કરતા. ઝાકિરહુસેન 9 વરસની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ચુસ્ત મુસ્લિમ ધર્મના વાતાવરણવાળી ઇટાવાની ઇસ્લામિયા હાઈસ્કૂલમાં શાળા કક્ષાનો અને અલીગઢની…

વધુ વાંચો >

ટેવ

ટેવ (habit) : શિક્ષણપ્રક્રિયાના પરિણામ રૂપે અથવા અન્યથા પુન: પુન: કરવા રૂપે થતું વર્તન. શિક્ષણ, કેળવણી કે તાલીમને લીધે જીવંત પ્રાણીનું વર્તન પ્રમાણમાં વધારે યાંત્રિક, સ્થિર અને નિયમિત બનતું જણાય છે. વર્તન ટેવનું સ્વરૂપ ધારણ કરે છે. માલિકનાં પગલાં સાંભળી પૂંછડી પટપટાવતો કૂતરો, રોજ સવારે જાગીને ઘડિયાળને અચૂક ચાવી આપતો…

વધુ વાંચો >

ઠાકરશી, પ્રેમલીલા (લેડી)

ઠાકરશી, પ્રેમલીલા (લેડી) (જ. 1894; અ. 1977) : તન-મન અને ધનથી મહિલા-કેળવણી જેવાં સમાજસેવાનાં ક્ષેત્રોમાં મોટું પ્રદાન કરનાર જાજરમાન મહિલા. કાપડ-ઉદ્યોગપતિ વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરશીનાં પત્ની. પતિ વિઠ્ઠલદાસ મુંબઈમાં ચાર કાપડમિલોના માલિક હતા. વેપારઉદ્યોગના ક્ષેત્રે તેમની ભારે પ્રતિષ્ઠા હતી; એટલું જ નહિ, મુંબઈ વિધાન પરિષદના સભાસદ રૂપે રાજકાજ તથા સાર્વજનિક ક્ષેત્રોમાં…

વધુ વાંચો >

ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય

ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય (જ. 22 જાન્યુઆરી 1902, ભરૂચ; અ. 23 ઑગસ્ટ 1990, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી કેળવણીકાર. પિતા શ્રીપતરાય અને માતા શિવગૌરીબહેનનાં નવ સંતાનોમાં છઠ્ઠા. મૅટ્રિક સુધીનું શિક્ષણ સૂરતમાં લઈ, 1919માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાઈ, 1923માં અંગ્રેજી અને ભૌતિકવિજ્ઞાન સાથે બી.એ.ની અને 1924માં રસાયણશાસ્ત્ર સાથે બી.એસસી.ની પદવીઓ મેળવી. 1929માં કીર્તિદાબહેન…

વધુ વાંચો >

ઠાકોર, બળવંતરાય પ્રમોદરાય

ઠાકોર, બળવંતરાય પ્રમોદરાય (જ. 21 ઑગસ્ટ 1878, અમદાવાદ; અ. 21 જાન્યુઆરી 1939) : રાષ્ટ્રપ્રેમી કેળવણીકાર અને સ્વાતંત્ર્યસેનાની. આર. સી. હાઈસ્કૂલમાં  શિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત કૉલેજમાં જોડાયા અને બી.એ. થયા. ત્યારપછી શિક્ષણવિદ્યામાં એસ.ટી.સી. પદવી મેળવી. 1908માં સરકારી નોકરીમાં સ્વમાનભંગ થતાં તેનો ત્યાગ કર્યો અને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરી. 1920માં સ્વાતંત્ર્યની લડતમાં…

વધુ વાંચો >

ડન, જૉન

ડન, જૉન (જ. 1572, લંડન; અ. 31 માર્ચ 1631, લંડન) : આંગ્લ કવિ અને ધર્મોપદેશક. ધર્મચુસ્ત કૅથલિક પરિવારમાં જન્મ. ઑક્સફર્ડ તથા કેમ્બ્રિજ ખાતે શિક્ષણ લીધા પછી લંડનમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1598માં ટૉમસ ઇગરટનના સેક્રેટરી નિમાયા. તેમને માટે ઉજ્જ્વળ કારકિર્દીની તકો ઊભી થઈ હતી પણ એ રોળાઈ ગઈ. પોતાના જ આશ્રયદાતાની…

વધુ વાંચો >

ડાલ્ટન યોજના

ડાલ્ટન યોજના : 8થી 12 વર્ષની વયનાં બાળકોના શિક્ષણ માટેની એક યોજના. અમેરિકામાં 1920માં કુમાર હેલન પાર્કહર્સ્ટે મૅસેચૂસેટ્સ રાજ્યના ડાલ્ટન ગામમાં બાલવિદ્યાપીઠની પાઠશાળામાં આ યોજનાનો પ્રથમ પ્રયોગ કરેલો. ડાલ્ટન ગામને કારણે આ યોજના ડાલ્ટન પ્રયોગશાળા યોજના નામે જાણીતી થઈ હતી. આ સમય પહેલાં શાળાઓમાં ગોખણપટ્ટી અને સોટી દ્વારા શિક્ષણ અપાતું…

વધુ વાંચો >

ડ્યૂઈ, જૉન

ડ્યૂઈ, જૉન (જ. 20 ઑક્ટોબર 1859, બર્લિંગ્ટન, વર્મોન્ટ, યુ.એસ.; અ. 1 જૂન 1952, ન્યૂયૉક સિટી, યુ.એસ.) : દાર્શનિક, ‘વ્યવહારવાદ’ આંદોલનના એક પ્રણેતા અને શિક્ષણશાસ્ત્રી. તે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતા આર્કિબાલ્ડ અને ધાર્મિક રૂઢિઓ કરતાં નૈતિકતાના આગ્રહી માતા લ્યુસિનાનું ત્રીજું સંતાન હતા. તેઓ વર્મોન્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સ્નાતક થયા પછી…

વધુ વાંચો >

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી : જુઓ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

વધુ વાંચો >

દક્ષિણામૂર્તિ (સંસ્થા)

દક્ષિણામૂર્તિ (સંસ્થા) : ભારતમાં નવી રાષ્ટ્રીય કેળવણીના આદર્શોને મૂર્તિમંત કરતી ભાવનગરની શિક્ષણસંસ્થા. મહાત્મા ગાંધીની પ્રેરણા હેઠળ નઈ તાલીમની સંકલ્પના પણ હજુ સાકાર થઈ ન હતી, તે સમયે (1910) નાનાભાઈ ભટ્ટે શિક્ષણની નવી ર્દષ્ટિ અને સૂઝથી પ્રેરાઈને આ સંસ્થા શરૂ કરી. આ સંસ્થાના આદ્યપ્રેરક મહાત્મા શ્રીમન્ નથુરામ શર્માના ઉપાસ્યદેવ દક્ષિણામૂર્તિ હોવાથી…

વધુ વાંચો >