વૈમાનિક ઇજનેરી

ત્સિયોલ્કૉવસ્કી, કૉન્સ્ટાન્ટિન એડવાર્ડૉવિચ

ત્સિયોલ્કૉવસ્કી, કૉન્સ્ટાન્ટિન એડવાર્ડૉવિચ (જ. 17 સપ્ટેમ્બર 1857, ઇમેવ્સ્કોય; અ. 19 સપ્ટેમ્બર 1935, કાલુગા) : વૈમાનિકી અને અંતરિક્ષઉડ્ડયનવિદ્યાના ક્ષેત્રમાં (Aeronautics and Astronautics) રશિયાનો સંશોધક વિજ્ઞાની. રૉકેટ અંતરિક્ષ સંશોધન તથા વાત સુરંગ(wind tunnel)ના વિકાસમાં તથા તેનો ઉપયોગ કરીને વાયુગતિશાસ્ત્રીય અભ્યાસ કરવામાં અગ્રેસર હતો. અંતરિક્ષ પ્રવાસ માટે રૉકેટના ઉપયોગ અંગેના સૈદ્ધાંતિક પ્રશ્નો હલ…

વધુ વાંચો >

નૅશનલ ઍરોનૉટિકલ લૅબોરેટરી – બૅંગાલુરુ

નૅશનલ ઍરોનૉટિકલ લૅબોરેટરી, બૅંગાલુરુ : વૈમાનિકી (Aeronautics), દ્રવ્યાત્મક વિજ્ઞાન (material science), પ્રણોદન (propulsing), સંરચનાત્મક (structural) વિજ્ઞાન અને સંહતિ ઇજનેરી (system engineering) ક્ષેત્રે સંશોધન માટે 1960માં બૅંગાલુરુ ખાતે સ્થાપવામાં આવેલું રાષ્ટ્રીય સંશોધન-કેન્દ્ર. ભારત સરકારે, 1950માં, નીતિવિષયક નિર્ણય કર્યો કે વૈમાનિકી ક્ષેત્રે ભારતે આત્મ-નિર્ભર બનવું રહ્યું. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(C.S.I.R.)ના…

વધુ વાંચો >

પંડ્યા (ડૉ.) અનંત હીરાલાલ

પંડ્યા, (ડૉ.) અનંત હીરાલાલ (જ. 11 જુલાઈ 1909, ભાવનગર; અ. 1 જૂન 1951, કોલકાત્તા) : ગુજરાતના ઉત્તમ કોટીના ઇજનેર, શિક્ષણકાર. પિતાએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરેલો અને તેઓ કૃષિ-ઇજનેર હતા. બાલ્યાવસ્થામાં તેઓ મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને સરદાર પૃથ્વીસિંહ(ક્રાંતિકાર)ને મળ્યા હતા. સર્જનાત્મકતા, સ્વતંત્ર વિચારો અને રાષ્ટ્રીય ભાવનાના ગુણોને લીધે તેઓ નાનપણથી…

વધુ વાંચો >

ફ્યુસલાજ

ફ્યુસલાજ : વિમાન-રચનામાં આવેલ પ્રથમ દ્વારથી છેલ્લા દ્વાર સુધીનો ભાગ. આ ભાગમાં મુસાફરોને બેસવાની જગા ઉપરાંત સામાન, બાથરૂમ, પરિચારિકાઓ માટેની જગા, મુસાફરી દરમિયાન ખોરાક રાખવા માટેની જગા વગેરે હોય છે. આ ઉપરાંત વિમાનના આ ભાગ સાથે વિમાનની પાંખો, તેનાં પૈડાં, વિમાનચાલકનું નિયંત્રણકક્ષ, તેનો પૂંછડિયો ભાગ તથા એન્જિન જોડાયેલાં હોય છે.…

વધુ વાંચો >

બર્ડ, રિચર્ડ ઇવ્હેલિન

બર્ડ, રિચર્ડ ઇવ્હેલિન (જ. 25 ઑક્ટોબર 1888, વિંચેસ્ટર, વર્જિનિયા, યુ.એસ.; અ. 11 માર્ચ 1957, બૉસ્ટન) : ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ઉપર જનાર પ્રથમ અમેરિકન વૈજ્ઞાનિક અને અન્વેષક. 1912માં તેણે અમેરિકન નૌસેના અકાદમીની પદવી લીધી. તે ઍન્ટાર્ક્ટિકાના અન્વેષક તરીકે પ્રખ્યાત છે. વર્જિનિયા યુનિવર્સિટીની સેનાન્દોહ લશ્કરી અકાદમીમાં અને યુ.એસ. નૌસેના અકાદમીમાં જોડાયા…

વધુ વાંચો >

બાયપ્લેન

બાયપ્લેન (biplane) : એક ઉપર બીજી એમ બે સ્તરે રખાયેલ પાંખો(wings)વાળું વિમાન. 1890માં આ પ્રકારનું વિમાન ગ્લાઇડર તરીકે સફળ રહ્યું. રાઇટભાઈઓ(Wright brothers)એ વર્ષ 1903–1909માં બાયપ્લેનોનો યુગ શરૂ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ અને તેની આસપાસના સમયમાં મિલિટરી અને વાણિજ્યકામોમાં આવાં વિમાનોનો ખૂબ ઉપયોગ થયો હતો. આમ છતાં આવાં વિમાનો ઓછા વજનનાં એકસ્તરીય…

વધુ વાંચો >

બાયર્ડ, રિચાર્ડ એલ્વિન

બાયર્ડ, રિચાર્ડ એલ્વિન (જ. 1888, વિન્ચેસ્ટર, વર્જિનિયા, યુ.એસ.; અ. 1957) : વિમાનચાલક, સાહસખેડુ અને રેર – ઍડમિરલ. 9 મે 1926ના રોજ ઉત્તર ધ્રુવ પર જે સર્વપ્રથમ વિમાની ઉડ્ડયન થયું તેમાં દિશાસંચાલન તેમણે સંભાળ્યું હતું અને આવી કીમતી – કપરી કામગીરી બજાવવા બદલ તેમને ‘કાગ્રેશનલ મેડલ ઑવ્ ઑનર’ અપાયો હતો. તેમણે…

વધુ વાંચો >

બૅટન, જીન

બૅટન, જીન (જ. 1909, ન્યૂઝીલૅન્ડ; અ. 1982) : ખ્યાતનામ મહિલા વિમાની. 1934માં એક ‘જિપ્સી મોથ’ જેવા વિમાનમાં ઉડ્ડયન કરીને તેમણે ઇંગ્લૅન્ડથી ઑસ્ટ્રેલિયા સુધીના ઉડ્ડયન-પ્રવાસ અંગેનો ઍમી જૉન્સનનો વિક્રમ, તેમનાથી લગભગ 5 દિવસ જેટલો ઓછો પ્રવાસસમય લઈને તોડવામાં સફળતા મેળવી અને તેથી તેઓ ખૂબ નામના પામ્યાં. વળી, તે ઉડ્ડયનમાં વળતો પ્રવાસ…

વધુ વાંચો >

બ્લૅક બૉક્સ

બ્લૅક બૉક્સ : વિમાનમાં મહત્વની માહિતી સંગ્રહતી નારંગી રંગની ચળકતી પેટી. દરેક વિમાની અકસ્માતના સમાચારમાં બ્લૅક બૉક્સનું નામ અવશ્ય ચમકે છે. હકીકતમાં બ્લૅક બૉક્સ નામ જાદુગર જે કાળા રંગની પેટી રાખે છે તેના પરથી લેવાયું છે. તે પેટીમાં શું હોય છે તેની પ્રેક્ષકોને માહિતી નથી હોતી. તેવી જ રીતે ઇલેક્ટ્રૉનિક્સના…

વધુ વાંચો >

માર્ટિન, ગ્લેન લ્યૂથર

માર્ટિન, ગ્લેન લ્યૂથર (જ. 1886, મૅક્સબર્ગ, આયોવા; અ. 1955) : વિખ્યાત વિમાન-ઉત્પાદક. તેમણે કૅન્સાસ વેસ્લિન યુનિવર્સિટી, સલિના ખાતે અભ્યાસ કર્યો હતો. 1905માં તેમણે કૅલિફૉર્નિયા ખાતે પોતાનું પ્રથમ ગ્લાઇડર–એન્જિન વિનાનું વિમાન–બનાવ્યું. 1909માં તેમણે સૌપ્રથમ વાર વિદ્યુત-ચાલિત (powered) વિમાનનું નિર્માણ કર્યું અને તેમાં ઉડ્ડયન કર્યું. 1912માં તેમણે પોતાના સી-પ્લેન એટલે કે પાણી…

વધુ વાંચો >