બૅટન, જીન (જ. 1909, ન્યૂઝીલૅન્ડ; અ. 1982) : ખ્યાતનામ મહિલા વિમાની. 1934માં એક ‘જિપ્સી મોથ’ જેવા વિમાનમાં ઉડ્ડયન કરીને તેમણે ઇંગ્લૅન્ડથી ઑસ્ટ્રેલિયા સુધીના ઉડ્ડયન-પ્રવાસ અંગેનો ઍમી જૉન્સનનો વિક્રમ, તેમનાથી લગભગ 5 દિવસ જેટલો ઓછો પ્રવાસસમય લઈને તોડવામાં સફળતા મેળવી અને તેથી તેઓ ખૂબ નામના પામ્યાં. વળી, તે ઉડ્ડયનમાં વળતો પ્રવાસ કરનારાં તેઓ પ્રથમ મહિલા વિમાની બની રહ્યાં. 1935માં તેમણે દક્ષિણ ઍટલાન્ટિકથી આર્જેન્ટીનાનું પણ સફળ ઉડ્ડયન કરેલું.

મહેશ ચોક્સી