બાયપ્લેન (biplane) : એક ઉપર બીજી એમ બે સ્તરે રખાયેલ પાંખો(wings)વાળું વિમાન. 1890માં આ પ્રકારનું વિમાન ગ્લાઇડર તરીકે સફળ રહ્યું. રાઇટભાઈઓ(Wright brothers)એ વર્ષ 1903–1909માં બાયપ્લેનોનો યુગ શરૂ કર્યો.

બે બેઠક(સીટ)વાળું બાયપ્લેન (વર્ષ 1930)

પ્રથમ વિશ્વયુદ્ધ અને તેની આસપાસના સમયમાં મિલિટરી અને વાણિજ્યકામોમાં આવાં વિમાનોનો ખૂબ ઉપયોગ થયો હતો.

આમ છતાં આવાં વિમાનો ઓછા વજનનાં એકસ્તરીય પાંખોવાળાં વિમાનો(monoplanes)ની ઝડપની સરખામણીમાં પાછાં પડ્યાં – બીજા વિશ્વયુદ્ધ પછી આ વિમાનોનો ઉપયોગ કૃષિ-છંટકાવ અને રમતો (aerobatic flying) પૂરતો જ મર્યાદિત રહ્યો.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ