વૈમાનિક ઇજનેરી

મૉનોપ્લેન

મૉનોપ્લેન : પાંખની એક જ જોડ હોય તેવું વિમાન. શરૂઆતમાં રાઇટ ભાઈઓ(Wright Brothers)એ જે વિમાન બનાવ્યાં તેમાં પાંખની બે જોડી હતી. તેથી તે બાઇપ્લેન તરીકે ઓળખાયાં હતાં. શરૂઆતમાં રાઇટ ભાઈઓના સફળ ઉડ્ડયન-પ્રયોગ પછી એમ મનાતું હતું કે ઉડ્ડયન સફળતાપૂર્વક કરવા માટે બે અથવા વધુ જોડી પાંખોની હોય તો વિમાનને ઊંચકાવાની…

વધુ વાંચો >

મૉન્ટગૉલ્ફિયર બંધુઓ

મૉન્ટગૉલ્ફિયર બંધુઓ : ફ્રાન્સના કાગળ-ઉદ્યોગ સાથે સંકળાયેલા બે બંધુઓ જોસેફ અને જૅક્સ. બલૂનની શોધ કરવાનું શ્રેય પણ તેમને જાય છે. તેમણે શોધેલું બલૂન ગરમ હવાનો ઉપયોગ કરતું હતું. તેમણે પ્રથમ આ પ્રકારનું બલૂન 1782માં બનાવ્યું, જે ઘણું નાનું હતું. જૂન 1783માં તેમણે પહેલી વાર મોટું બલૂન બનાવ્યું અને સપ્ટેમ્બર 1783માં…

વધુ વાંચો >

મૉલિસન, જૅમ્સ

મૉલિસન, જૅમ્સ (જ. 1905, ગ્લાસગૉ, વેસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 1959) : હવાઈ જહાજ-ઉડ્ડયનના નિષ્ણાત. વ્યવસાયે તે ઇજનેરી કામના સલાહકાર હતા. 1923માં તેમને રૉયલ ઍરફૉર્સમાં હોદ્દો મળ્યો. 1931માં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે 8 દિવસ 19 કલાક અને 28 મિનિટમાં વિક્રમજનક ઉડ્ડયન પૂરું કરીને તે ભારે નામના કમાયા. 1932માં ઉત્તર ઍટલાંટિકને સૌપ્રથમ વાર પૂર્વ-પશ્ચિમ માર્ગે…

વધુ વાંચો >

મૉસ્ક્વિટો

મૉસ્ક્વિટો : એક બહુવિધ ઉપયોગિતાવાળું અને લગભગ તમામ લડાયક વિમાનોમાં સૌથી સફળ નીવડેલું વિમાન. તે 2 બેઠકવાળું વિમાન છે. તેની શોધ ઑક્ટોબર, 1938માં થઈ. બ્રિટનની એક ખાનગી પેઢીએ અતિઝડપી અને હળવા બૉમ્બરો માટેનો પ્રૉજેક્ટ હાથ ધર્યો, ત્યારે તેનો આવિષ્કાર થયો. તેનું એક નોંધપાત્ર લક્ષણ એ હતું કે તેની રચના સંપૂર્ણપણે…

વધુ વાંચો >

યાંત્રિક ઉતરાણ

યાંત્રિક ઉતરાણ : જુઓ વિમાન અને વિમાનવિદ્યા

વધુ વાંચો >

યૅગર, ચક

યૅગર, ચક (જ. 1923, માઇરા, વેસ્ટ વર્જિનિયા) : ધ્વનિમર્યાદા(sound barrier)ને પાર કરી જનારા પ્રથમ અમેરિકન વિમાની. તેમણે ફાઇટર પાઇલટ તરીકે તાલીમ લીધી અને યુરોપમાં અનેક મિશનો પાર પાડ્યાં. તે દરમિયાન તેમનું વિમાન ફ્રાન્સ ઉપર તોડી પડાયું હતું, પણ તે ઊગરી ગયા. 14 ઑક્ટોબર 1947ના રોજ તેમણે બેલ-X-1 નામક રૉકેટ રિસર્ચના…

વધુ વાંચો >

રસ્ટ, મૅથિયાસ

રસ્ટ, મૅથિયાસ (જ. 1968) : જર્મનીના નિષ્ણાત વૈમાનિક. મે, 1987માં મૉસ્કોના હૃદય સમા રેડ સ્ક્વેર વિસ્તારમાં પોતાના હળવા વિમાનનું ઉતરાણ કરીને તેમણે વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી હતી. તેમણે ફિનલૅન્ડથી ઉડ્ડયન કર્યું ત્યારથી માંડીને મૉસ્કો સુધીમાં તેમનું વિમાન કોઈની નજરે સુધ્ધાં પડ્યું ન હતું અને તે પણ આટઆટલી સાધન-સજ્જતા હોવા છતાં…

વધુ વાંચો >

રાઇટ બંધુઓ

રાઇટ બંધુઓ [રાઇટ, ઑરવિલ (જ. 1871, ડેટન, ઓહાયો, યુ.એસ.; અ. 1948) અને વિલ્બર (જ. 1867, મિલવિલ, ઇન્ડિયાના, યુ.એસ.; અ. 1912)]  : વિમાનની પ્રથમ શોધ કરનાર બે બંધુઓ. તેઓ બંને બાળપણમાં તેમના પાદરી પિતાએ અપાવેલા ઊડતા રમકડાથી પ્રભાવિત થયેલા. એ રમકડું બૂચ-વાંસ-કાગળ અને રબર-બૅન્ડનું બનાવેલું હતું. રમકડું તો થોડા જ સમયમાં…

વધુ વાંચો >

રેમજેટ

રેમજેટ : જુઓ વિમાન અને વિમાનવિદ્યા

વધુ વાંચો >

લડાયક વિમાન

લડાયક વિમાન : શત્રુપક્ષનાં લડાયક વિમાનોનો નાશ કરી અવકાશી વિસ્તાર પર પ્રભુત્વ સ્થાપવા માટે બનાવવામાં આવતાં વિમાનો. આવાં વિમાનો જુદાં જુદાં નામથી ઓળખાતાં હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જર્મનીએ ફૉકર D. VII તથા ફ્રાન્સે સ્ટૉડ નામનાં વિમાનો આકાશી યુદ્ધમાં ઉતાર્યાં હતાં, જે કલાકે 215 કિમી. ગતિથી આકાશમાં ઊડી શકતાં…

વધુ વાંચો >