વિ. પ્ર. ત્રિવેદી
માલ્કમ એક્સ
માલ્કમ એક્સ (જ. 19 મે 1925, ઓમાહા, નેબ્રૅસ્કા; અ. 21 ફેબ્રુઆરી 1965, ન્યૂયૉર્ક) : અશ્વેત અમેરિકનોના રાષ્ટ્રીય મુસ્લિમ નેતા અને અશ્વેત રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી. શ્વેત અમેરિકનોની જોરદાર હિંસક લાગણી અને અત્યાચાર વિરુદ્ધ તેટલો જ ઉગ્ર વ્યવહાર આચરવા માટેની તરફેણ કરનારા એમના પિતા ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ચાલેલી અશ્વેતોના હક્કો માટેની ચળવળના…
વધુ વાંચો >મિશિમા, યુકિયો
મિશિમા, યુકિયો (જ. 14 જાન્યુઆરી 1925, ટોકિયો; અ. 25 નવેમ્બર 1970, ટોકિયો) : વિપુલ નવલકથાલેખન કરનાર પ્રભાવક સાહિત્યકાર જાપાની નવલકથાકાર અને ચલચિત્રના લેખક, દિગ્દર્શક અને અભિનેતા. મૂળ નામ હિરોકા કિમિતાકે. પશ્ચિમની અસર તળે જાપાનની પરંપરાગત સંસ્કૃતિનાં મૂલ્યો અને ગૌરવનો હ્રાસ તેમના સર્જન પછવાડેની અંતર્વેદના છે. સનદી અધિકારીના પુત્ર. ટોકિયોની આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >મીલૉઝ, ચેસ્લૉ
મીલૉઝ, ચેસ્લૉ (જ. 30 જૂન 1911; ઝેતેઝની, વિલનિયસ લિથ્યુએનિયા; અ. 14 ઑગષ્ટ 2004, Krakow, પોલૅન્ડ) : પોલિશ કવિ, નવલકથાકાર, નિબંધકાર, અનુવાદક તથા ભાષાશાસ્ત્રી. 1980ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારવિજેતા. પોલિશ ઉપરાંત અંગ્રેજી, રશિયન, ફ્રેન્ચ, ગ્રીક અને હિબ્રૂ ભાષાઓના પણ જાણકાર. ટી. એસ. એલિયટ, વૉલ્ટ વ્હિટમન અને કાર્લ સૅન્ડબર્ગનાં અંગ્રેજી કાવ્યો અને…
વધુ વાંચો >મૅકડાયાર્મિડ, હ્યૂ
મૅકડાયાર્મિડ, હ્યૂ (જ. 10 જૂન 1892, લૅંગહોમ, ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 9 સપ્ટેમ્બર 1978, એડિનબરો) : વીસમી સદીના પૂર્વાર્ધના અગ્રગણ્ય સ્કૉટિશ કવિ અને નવજાગૃતિકાળના આગેવાન વિચારક. તેમનું મૂળ નામ ક્રિસ્ટૉફર મરી ગ્રીવ. તેમના સમયના ચર્ચાસ્પદ ઉદ્દામવાદી વલણ ધરાવતા, સ્કૉટિશ અસ્મિતા અને રાષ્ટ્રવાદના પુરસ્કર્તા લેખક. પિતા ટપાલી. શિક્ષણ લૅંગહોમ અકાદમી અને યુનિવર્સિટી…
વધુ વાંચો >મેટરલિંક, મૉરિસ
મેટરલિંક, મૉરિસ (જ. 29 ઑગસ્ટ 1862, ઘેંટ, બેલ્જિયમ; અ. 6 મે 1949, નાઇસ, ફ્રાન્સ) : બેલ્જિયન કવિ અને નાટ્યકાર. પૂરું નામ મેટરલિંક કાઉન્ટ મૉરિસ (મૂરિસ) પૉલિડૉર મેરી બર્નાર્ડ. ઘેંટ યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ. લયબદ્ધ ગદ્યમાં લખાયેલાં એમનાં નાટકો દેશવિદેશની રંગભૂમિ પર સફળ રીતે ભજવાયાં છે. પ્રતીકવાદી સાહિત્યસર્જનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે.…
વધુ વાંચો >મૅન્સફીલ્ડ, કૅથરિન
મૅન્સફીલ્ડ, કૅથરિન (જ. 14 ઑક્ટોબર 1888, વેલિંગ્ટન, ન્યૂઝીલૅન્ડ; અ. 9 જાન્યુઆરી 1923, ફૅન્તેનબ્લૉ, ફ્રાન્સ) : બ્રિટિશ ટૂંકી વાર્તાનાં નિષ્ણાત લેખિકા. મૂળ નામ કૅથલીન મૅન્સફીલ્ડ બૉચેમ્ય, પણ સાહિત્યિક નામ ‘કૅથરિન મૅન્સફીલ્ડ’થી ઓળખાયાં. શિક્ષણ શરૂઆતમાં ન્યૂઝીલૅન્ડમાં લીધું, અને 15 વર્ષની વયે ક્વીન્સ કૉલેજ, લંડનમાં પ્રવેશ લીધો. બે વર્ષ સુધી સંગીતનો પદ્ધતિસરનો અભ્યાસ…
વધુ વાંચો >મૅરિયટ, ફ્રેડરિક
મૅરિયટ, ફ્રેડરિક (જ. 10 જુલાઈ 1792, લંડન; અ. 9 ઑગસ્ટ 1848, લધમ, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર અને નૌકાસૈન્યના અફસર. ટોબાયસ સ્મૉલેટ પછી દરિયાના અનુભવોને નવલકથામાં લઈ આવનાર પ્રથમ નવલકથાકાર. 14 વર્ષની વયે બ્રિટિશ નૌસેનામાં કૅડેટ તરીકે દાખલ થયા હતા. 1830માં કૅપ્ટન(ભૂમિદળના લેફ્ટેનન્ટ કર્નલની સમકક્ષ)ની રૅન્કમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા પહેલાં…
વધુ વાંચો >મેલર, નૉર્મન
મેલર, નૉર્મન (જ. 31 જાન્યુઆરી 1923, લાગ બ્રાન્ચ, ન્યૂ જર્સી) : અમેરિકન નવલકથાકાર, પત્રકાર, નિબંધકાર, ચરિત્રલેખક, કવિ અને ચલચિત્રદિગ્દર્શક તથા અભિનેતા. ઉછેર બ્રુકલિનમાં. શિક્ષણ હાર્વર્ડ અને સૉબૉર્ન, પૅરિસમાં. 1943માં હાર્વર્ડમાંથી ઍરોનૉટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક. તે અરસામાં 20 વર્ષની વયે મનોરોગીની ઇસ્પિતાલના દર્દીઓના જીવન વિશે ‘એ ટ્રાન્ઝિટ ટુ નાર્સિસસ’ નવલકથા લખી રાખી…
વધુ વાંચો >મૉન્તેન, માઇકલ આયકેમ દ
મૉન્તેન, માઇકલ આયકેમ દ (જ. 28 ફેબ્રુઆરી 1533, શૅતો દ મૉન્તેન, બૉર્દો નજીક, ફ્રાન્સ; અ. 13 સપ્ટેમ્બર, 1592, શૅતો દ મૉન્તેન) : ફ્રૅન્ચ લેખક, તત્ત્વચિંતક અને નિબંધના જનક. ‘એસેઝ’(Essays) (1572–1580)ના રચયિતા. શિક્ષણ કૉલેજ દ ગાયેનમાં, યુનિવર્સિટી ઑફ તૂલૂઝમાં એમણે પ્રશિષ્ટ સાહિત્ય, તત્વજ્ઞાન અને કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. બૉર્દોના મેયરપદે રહી…
વધુ વાંચો >મ્યુસે, લૂઈ ચાર્લ્સ આલ્ફ્રેડ દ
મ્યુસે, લૂઈ ચાર્લ્સ આલ્ફ્રેડ દ (જ. 11 ડિસેમ્બર 1810, પૅરિસ; અ. 2 મે 1857, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નાટ્યકાર અને ગદ્યલેખક. શિક્ષણ કૉલેજ હેન્રી ફૉર્થમાં. ઉજ્જ્વળ કારકિર્દી. તબીબી વિજ્ઞાન, કાયદાશાસ્ત્ર અને કલાનું અધ્યયન. છેવટે લેખનને જ વ્યવસાય તરીકે સ્વીકાર્યું. ચાર્લ્સ નૉદિયરના ઘરમાં રોમૅન્ટિક જૂથના સભ્યો ફર્સ્ટ સેનેકલ મંડળના નેજા હેઠળ…
વધુ વાંચો >