રાજ્યશાસ્ત્ર
બૉડલે, ટૉમસ (સર)
બૉડલે, ટૉમસ (સર) (જ. 1545, ઍક્સ્ટર, ડેવૉન, ઇંગ્લૅન્ડ; અ. 1613) : વિદ્વાન તેમજ રાજકારણી. તેમણે જિનીવામાં ભાષાઓ તથા ધર્મમીમાંસાનો અભ્યાસ કર્યો. તેમનો પરિવાર પ્રૉટેસ્ટન્ટપંથી હતો, આથી રાણી મેરી પહેલીની સામેના મુકદ્દમા દરમિયાન તેમના પરિવારને અને તેમને પોતાને જિનીવામાં આશ્રય લેવો પડ્યો હતો. અભ્યાસ બાદ તેઓ 1558માં ઑક્સફર્ડની મૅગ્ડલન કૉલેજમાં જોડાયા…
વધુ વાંચો >બોથા, પીટર વિલેન
બોથા, પીટર વિલેન (જ. 12 જાન્યુઆરી 1916, પાઉલરોક્સ, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના અગ્રણી રાજકારણી, વડાપ્રધાન અને પ્રથમ પ્રમુખ. તેમણે યુનિવર્સિટી ઑવ્ ઑરેન્જ ફ્રી સ્ટેટમાં કાયદાનો અભ્યાસ આરંભ્યો, પરંતુ તે અધૂરો છોડ્યો. કિશોરાવસ્થાથી રાજકારણમાં સક્રિય. વીસ વર્ષની વયે તેઓ નૅશનલ પાર્ટીના પૂર્ણ સમયના સંગઠક બન્યા. 1948માં પ્રથમવાર સંસદમાં ચૂંટાયા અને…
વધુ વાંચો >બૉનીનો, એમા
બૉનીનો, એમા (જ. 1949, તુરિન, ઇટાલી) : ઇટાલીનાં મહિલા રાજકારણી. તેમનો જન્મ ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. 28 વર્ષની વયે તેઓ સગર્ભા બન્યાં અને ગર્ભપાત કરાવવા વિચાર્યું, પણ ઇટાલીમાં તે વખતે ગર્ભપાત-વિરોધી કાયદો અમલમાં હતો. ચોરીછૂપીથી ગેરકાયદે કરાવાતા ગર્ભપાતનાં સ્થળોની ગંદકીથી ખદબદતી અને રોગજનક દુર્દશા પ્રત્યે ધ્યાન દોરવા તેમણે પોતાના…
વધુ વાંચો >બૉન્ગો, ઓમર
બૉન્ગો, ઓમર (જ. 1935, લેવાઇ, ગૅબન) : ગૅબનના પ્રમુખ. મૂળ નામ ઍલબર્ટ-બર્નાર્ડ બૉન્ગો. 1960માં સિવિલ સર્વિસમાં જોડાયા. ત્યારપછી તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને ઉત્તરોત્તર આગળ વધ્યા. 1967માં પ્રમુખ મ’બાના અનુગામી તરીકે તેઓ દેશના પ્રમુખ બન્યા. તેમની ગૅબૉનીઝ ડેમોક્રૅટિક પાર્ટીને કેન્દ્રમાં રાખી તેમણે એક-પક્ષ-આધારિત રાજ્યની 1968માં સ્થાપના કરી. 1973માં તેમણે ઇસ્લામ ધર્મનો…
વધુ વાંચો >બૉરમૅન, માર્ટિન
બૉરમૅન, માર્ટિન (જ. 1900, હેલ્બર સ્ટેટ, જર્મની; અ. 1945 ?) : ચર્ચાસ્પદ બનેલા નાઝી રાજકારણી. તેમણે 1923માં, નિષ્ફળ નીવડેલા મ્યુનિકના બળવામાં ભાગ લીધો હતો. પછી તેઓ હિટલરના સૌથી નિકટના સલાહકાર બની રહ્યા. 1941માં તેઓ પક્ષના ચાન્સેલર બન્યા અને છેક છેલ્લી ક્ષણો સુધી તેઓ હિટલરની સાથે જ રહ્યા. તેમનું પોતાનું શું…
વધુ વાંચો >બોલિવર, સાયમન
બોલિવર, સાયમન (જ. 24 જુલાઈ 1783, કારકાસ, વેનેઝુએલા; અ. 17 ડિસેમ્બર 1830, સાંતા માર્તા પાસે, કોલંબિયા) : દક્ષિણ અમેરિકાનો એક મહાન સેનાપતિ અને રાજપુરુષ. કોલમ્બિયાનો (1821–1830) તથા પેરુનો (1823–1829) પ્રમુખ અને વાસ્તવમાં સરમુખત્યાર. તે બાળક હતો ત્યારે તેનાં માતાપિતા મૃત્યુ પામ્યાં અને તેને સમૃદ્ધ વારસો મળ્યો હતો. યુવાનીમાં તેણે યુરોપનો…
વધુ વાંચો >બોલીવાર, સાયમન
બોલીવાર, સાયમન (જ. 24 જુલાઈ 1783, કેરેકાસ, વેનેઝુએલા; અ. 17 ડિસેમ્બર 1830, સાન્ટા માર્તા, કોલમ્બિયા) : દક્ષિણ અમેરિકાનો મહાન સેનાપતિ અને મુક્તિદાતા. સ્પેન સામેના એના વિજયોને કારણે દક્ષિણ અમેરિકામાં આવેલાં બોલિવિયા, કોલમ્બિયા, ઈક્વેડોર, પેરુ અને વેનેઝુએલા સ્વતંત્ર બન્યાં. તેથી તેને મુક્તિદાતા કહેવામાં આવે છે. નાની વયમાં માતા-પિતાનું અવસાન થતાં એને…
વધુ વાંચો >બૉલ્શેવિક પક્ષ
બૉલ્શેવિક પક્ષ : રશિયન સોશિયલ ડેમોક્રૅટિક વર્કર્સ પાર્ટીનું લેનિનના નેતૃત્વ હેઠળનું એક જૂથ. રશિયન ભાષામાં બૉલ્શેવિકનો અર્થ બહુમતી થાય છે. 1903માં લંડનમાં પક્ષની બીજી કૉંગ્રસ ભરાઈ. લેનિને તેમાં માત્ર ધંધાદારી ક્રાંતિકારીઓને જ પક્ષનું સભ્યપદ આપવાનો તથા મજબૂત કેન્દ્રીય સંગઠન, કડક શિસ્ત અને નેતાઓના સંપૂર્ણ આજ્ઞાપાલનનો આગ્રહ સેવ્યો. તેના પ્રસ્તાવને પાતળી…
વધુ વાંચો >બૉસ્ટન ટી-પાર્ટી
બૉસ્ટન ટી-પાર્ટી (16 ડિસેમ્બર 1773) : બૉસ્ટનના દેશભક્તોએ બ્રિટિશ સરકાર વિરુદ્ધ કરેલ સાહસ. અમેરિકન સ્વાતંત્ર્ય-યુદ્ધ તરફ દોરી જતા બનાવોમાંનો આ એક બનાવ હતો. બ્રિટિશ પાર્લમેન્ટે ઘડેલા ટાઉનશેન્ડ ધારા હેઠળ વિવિધ વસ્તુઓ પર નાખવામાં આવેલ કરવેરા 1770માં નાબૂદ કરવામાં આવ્યા, પરંતુ કર નાખવાનો પાર્લમેન્ટનો અધિકાર જાળવી રાખવા માત્ર ચા ઉપર નામનો…
વધુ વાંચો >બૉહિથિયસ, ઍનિસિયસ મૅન્લિયસ સેવર્નિયસ
બૉહિથિયસ, ઍનિસિયસ મૅન્લિયસ સેવર્નિયસ (જ. 480 આશરે; અ. 524) : રોમના વિદ્વાન તત્વવેત્તા અને રાજકારણી. તેમનો જન્મ રોમના રાજકારણી પરિવારમાં થયો હતો. તેમણે ઍથેન્સ ખાતે અભ્યાસ કર્યો હતો અને ત્યાં તેમણે જે વિદ્યાજ્ઞાન પ્રાપ્ત કર્યું તેના ફળ સ્વરૂપે જ તેઓ ઍરિસ્ટોટલ તથા પૉર્ફિરીની કૃતિઓના અનુવાદ કરવાની ક્ષમતા કેળવી શક્યા. તેમના…
વધુ વાંચો >