બૉન્ગો, ઓમર (જ. 1935, લેવાઇ, ગૅબન) : ગૅબનના પ્રમુખ. મૂળ નામ ઍલબર્ટ-બર્નાર્ડ બૉન્ગો. 1960માં સિવિલ સર્વિસમાં જોડાયા. ત્યારપછી તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને ઉત્તરોત્તર આગળ વધ્યા.

1967માં પ્રમુખ મ’બાના અનુગામી તરીકે તેઓ દેશના પ્રમુખ બન્યા. તેમની ગૅબૉનીઝ ડેમોક્રૅટિક પાર્ટીને કેન્દ્રમાં રાખી તેમણે એક-પક્ષ-આધારિત રાજ્યની 1968માં સ્થાપના કરી. 1973માં તેમણે ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો અને ‘ઓમર’ નામ અપનાવ્યું. 1983માં તેઓ ત્રીજી વાર પ્રમુખ તરીકે ચૂંટાયેલા.

મહેશ ચોકસી