રસાયણશાસ્ત્ર

સિલિકા

સિલિકા : સિલિકોન ડાયૉક્સાઇડ. સિલિકોન અને ઑક્સિજનથી બનેલું રાસાયણિક સંયોજન. રાસાયણિક બંધારણ : SiO2. પૃથ્વીના પોપડામાં અને ભૂમધ્યાવરણમાં તેનું પ્રમાણ વધુ હોય છે. ‘સિલિકેટ’ નામથી ઓળખાતાં ખડકનિર્માણ-ખનિજોમાં તે બહોળા પ્રમાણમાં રહેલું હોય છે. આ સિલિકેટ ખનિજવર્ગોમાં અબરખ, ફેલ્સ્પાર, ઍમ્ફિબૉલ, પાયરૉક્સિન વગેરેનો સમાવેશ થાય છે. તેમાં સિલિકા સહિત અન્ય તત્ત્વો પણ…

વધુ વાંચો >

સિલિકા જેલ (Silica gel)

સિલિકા જેલ (Silica gel) : સિલિકા(SiO2)નું અસ્ફટિકીય (amorphous) સ્વરૂપ અને જાણીતો શુષ્ક્ધાકારક. સોડિયમ સિલિકેટ(Na2SiO3)ના દ્રાવણમાં ઍસિડ ઉમેરવાથી મેટાસિલિસિક ઍસિડ (H2SiO3) ઉત્પન્ન થાય છે જે સરેશના દ્રાવણ જેવા કલિલીય (colloidal) સ્વરૂપમાં હોય છે. Na2SiO3 + 2HCl  H2SiO3 + 2NaCl તેને પારશ્લેષણ (dialysis) દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. આલ્કૉક્સાઇડ[દા.ત., Si(OEt)4]ના જળવિભાજનથી પણ…

વધુ વાંચો >

સિલિકાયુક્ત નિક્ષેપો

સિલિકાયુક્ત નિક્ષેપો : સિલિકાનું બંધારણ ધરાવતા નિક્ષેપો. આ પ્રકારના નિક્ષેપો સ્પષ્ટપણે અલગ પડતી બે પ્રકારની દ્રાવણની ક્રિયા દ્વારા અસ્તિત્વમાં આવે છે : 1. રાસાયણિક પ્રક્રિયા અને 2. કાર્બનિક પ્રક્રિયા. 1. રાસાયણિક ઉત્પત્તિ ધરાવતા સિલિકાયુક્ત નિક્ષેપો : ક્વાર્ટઝ (SiO2) તદ્દન અદ્રાવ્ય છે; પરંતુ સિલિકાનાં કેટલાંક સ્વરૂપો કુદરતમાં મળતાં અલ્કલીય જળમાં ઠીક…

વધુ વાંચો >

સિલિકા વર્ગ

સિલિકા વર્ગ : સિલિકા(SiO2)નું બંધારણ ધરાવતાં ખનિજોનો વર્ગ. આ વર્ગમાં મળતાં બધાં જ ખનિજોનું રાસાયણિક બંધારણ SiO2 હોવા છતાં તેમનાં વિવિધ સ્વરૂપોનું સંરચનાત્મક માળખું તેમજ તેમના ગુણધર્મો સિલિકેટ વર્ગનાં ખનિજો સાથે ઘનિષ્ઠપણે સામ્ય ધરાવે છે. સિલિકા વર્ગનાં ખનિજોનું અણુમાળખું SiO4 ચતુષ્ફલકોની ત્રણ આયામની ગોઠવણીવાળું હોય છે, જેમાં પ્રત્યેક ચતુષ્ફલકના ચાર…

વધુ વાંચો >

સિલિકોન (Silicone)

સિલિકોન (Silicone) : એકાંતરે ઑક્સિજન તથા સિલિકન પરમાણુઓ ધરાવતાં શૃંખલાયુક્ત બહુલકો પૈકીનો ગમે તે એક. અહીં સિલિકન (Si) પરમાણુઓ સાથે કાર્બનિક સમૂહો જોડાયેલાં હોય છે. રાસાયણિક દૃષ્ટિએ તેઓ પૉલિઑર્ગેનોસિલોક્ઝેન (polyorganosiloxan) અથવા પૉલિકાર્બસિલોક્ઝેન સંયોજનો છે. દા.ત., પૉલિડાઇમિથાઇલ સિલોક્ઝેન. ઇંગ્લૅન્ડમાં 1900ની સાલમાં કિપિંગે આ સંયોજનોની શોધ કરી હતી. અકાર્બનિક આણ્વીય સંરચના પર…

વધુ વાંચો >

સિલિકોન કાર્બાઇડ

સિલિકોન કાર્બાઇડ : ઘર્ષણ (ગ્રાઇન્ડિંગ) ક્રિયા માટે વપરાતા અપઘર્ષકોમાંનું એક અપઘર્ષક (abrasive). અપઘર્ષકો બે પ્રકારનાં છે : કુદરતી અને કૃત્રિમ. રેત-પથ્થરો, એમરી અને કોરન્ડમ – એ કુદરતી અપઘર્ષકો છે, જ્યારે કૃત્રિમ અપઘર્ષકોમાં ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ (Al2O3) અને સિલિકોન કાર્બાઇડ (Sic) મુખ્ય છે. રેત-પથ્થરોમાં મુખ્ય ઘટક સિલિકોન ઑક્સાઇડ છે, જ્યારે એમરી અને…

વધુ વાંચો >

સિલીનિયમ (Selenium)

સિલીનિયમ (Selenium) : આવર્તક કોષ્ટકના 16મા (અગાઉના VI B) સમૂહનું રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા Se. સ્વીડિશ વૈજ્ઞાનિક જે. જે. બર્ઝેલિયસ અને તેમના સાથી જે. જી. ગાહને જોયું કે સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદન માટેની લેડ ચેમ્બર પ્રવિધિમાં ચેમ્બરના તળિયે રહી જતો અવસાદ (sediment) અણગમતી (offensive) વાસ આપે છે. ગંધકના દહન દરમિયાન મળતા આ…

વધુ વાંચો >

સિલેન-સંયોજનો (Silanes)

સિલેન–સંયોજનો (Silanes) : સિલિકન તત્ત્વનાં હાઇડ્રાઇડ સંયોજનો. સિલિકન મર્યાદિત સંખ્યામાં સંતૃપ્ત હાઇડ્રાઇડો (SinH2n + 2) બનાવે છે, જે ‘સિલેન’ તરીકે જાણીતાં છે. આ સંયોજનો સરળ શૃંખલાવાળાં, શાખાન્વિત (n = 8 સુધી) હોવા ઉપરાંત ચક્રીય સંયોજનો (SinH2n) (n = 5, 6) તરીકે પણ હોય છે. 1857માં વોહલર તથા બફ (Buff) દ્વારા…

વધુ વાંચો >

સિલોમેલેન (Psilomelane)

સિલોમેલેન (Psilomelane) : મૅંગેનીઝનું ધાતુખનિજ. રાસાયણિક બંધારણ : BaMn2+ MnO16(OH)4. સ્ફટિકવર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વરૂપ : દળદાર, દ્રાક્ષના ઝૂમખાસમ, વૃક્કાકાર, અધોગામી સ્તંભો રૂપે, વલયાકાર પટ્ટા રૂપે, મૃણ્મય. સંભેદ : અનિર્ધારિત. રંગ : કાળાથી માંડીને પોલાદ જેવો રાખોડી, અપારદર્શક. ચૂર્ણ-રંગ : કથ્થાઈ-કાળાથી કાળો, ચમકવાળો. ચમક : આછી ધાત્વિક, નિસ્તેજ. કઠિનતા :…

વધુ વાંચો >

સિલ્વર (રસાયણશાસ્ત્ર)

સિલ્વર (રસાયણશાસ્ત્ર) : આવર્તક કોષ્ટકના 11મા (અગાઉના Ib) સમૂહનું રાસાયણિક તત્ત્વ, કીમતી ધાતુઓ પૈકીની એક. સંજ્ઞા Ag. લૅટિન શબ્દ argentum (ચળકતું અથવા સફેદ) પરથી આ સંજ્ઞા લેવાઈ છે. અગાઉ તેમના ઉપયોગને કારણે ‘ચલણી ધાતુઓ (coinage metals)’ તરીકે ઓળખાતી ત્રણેય ધાતુઓ – કૉપર (તાંબુ), સિલ્વર અને ગોલ્ડ (સોનું) તત્ત્વીય અથવા પ્રાકૃતિક…

વધુ વાંચો >