રસાયણશાસ્ત્ર

સંયોજકતા

સંયોજકતા : જુઓ રાસાયણિક બંધ.

વધુ વાંચો >

સંરૂપણ (conformation)

સંરૂપણ (conformation) : કાર્બનિક અણુમાંના પરમાણુઓની એકલ (single) સહસંયોજક (covalent) બંધ (s બંધ) આસપાસ મુક્ત-ચક્રણ (મુક્ત-ઘૂર્ણન) દ્વારા મળતી બે કે વધુ ત્રિપરિમાણી રચનાઓ પૈકીની ગમે તે એક. અણુઓ s બંધના ઘૂર્ણન દ્વારા વિવિધ ભૌમિતીય સ્વરૂપો બનાવે તેવાં સ્વરૂપોને સંરૂપકો (conformers) કહે છે. આ બધાં સ્વરૂપો જુદાં જુદાં સંયોજનો નથી હોતાં,…

વધુ વાંચો >

સંવરણ-નિયમો (selection rules)

સંવરણ–નિયમો (selection rules) સ્પૅક્ટ્રમિકી(spectroscopy)માં પ્રાથમિક (elementary) કણ, નાભિક (nucleus), પરમાણુ, અણુ કે સ્ફટિક જેવી કોઈ એક પ્રણાલીમાં વિભિન્ન ઊર્જાસ્તરો (energy levels) વચ્ચે કયાં સંક્રમણો (transitions) શક્ય છે તે દર્શાવતા નિયમો. સ્પૅક્ટ્રમિકી એ પ્રકાશ (વીજચુંબકીય વિકિરણ) સાથે દ્રવ્યની પારસ્પરિક ક્રિયા (interaction) સાથે સંબંધિત છે, જ્યારે વર્ણપટ (spectrum) એ આ પારસ્પરિક ક્રિયા…

વધુ વાંચો >

સંશ્લેષ (cohesion)

સંશ્લેષ (cohesion) : દ્રવ્યને ભેગું રાખતું બળ. અણુઓ અને પરમાણુઓ વચ્ચે પ્રવર્તતા આકર્ષણને લીધે આ બળ પેદા થાય છે. પદાર્થના કણો વચ્ચેનું અંતર જેમ જેમ વધતું જાય છે તેમ તેમ આ બળ ઘટતું જાય છે. થોડાક અપવાદો બાદ કરતાં, ઘન પદાર્થોમાં સંશ્લેષ મહત્તમ હોય છે. પ્રવાહીઓમાં આ બળ ઘન પદાર્થોની…

વધુ વાંચો >

સંશ્લેષણ-વાયુ (synthesis gas અથવા syngas)

સંશ્લેષણ–વાયુ (synthesis gas અથવા syngas) : વિવિધ કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે ઉપયોગમાં લેવાતા વાયુમિશ્રણો પૈકીનું એક. તે લગભગ 2થી 3 કદ હાઇડ્રોજન અને 1 કદ કાર્બન મૉનૉક્સાઇડનું મિશ્રણ છે અને મિથેનોલ તથા એમોનિયાના સંશ્લેષણ માટેનો સ્રોત ગણાય છે. જોકે બંને કિસ્સામાં વાયુમિશ્રણ એકસરખું હોતું નથી. આવાં વાયુમિશ્રણો કોક…

વધુ વાંચો >

સંશ્લેષિત એસ્ટ્રોજન

સંશ્લેષિત એસ્ટ્રોજન : માદાના લૈંગિક અંતસ્રાવો. લૈંગિક અંત:સ્રાવો મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) માદાના લૈંગિક અંત:સ્રાવો – એસ્ટ્રોજન, (2) નરના લૈંગિક અંત:સ્રાવો – એન્ડ્રોજન તથા (3) ગર્ભાવસ્થા દરમિયાન સ્રવતા અંત:સ્રાવો – પ્રોજેસ્ટિન (progestin). સૌથી પહેલો લૈંગિક અંત:સ્રાવ એસ્ટ્રોન (oestrone or estrone) અલગ પડાયેલો. જર્મનીની ગોટિંગન યુનિવર્સિટીના ઍડોલ્ફ બ્યુટેનાન્ડટ…

વધુ વાંચો >

સંશ્લેષિત હીરો (Synthetic Diamond)

સંશ્લેષિત હીરો (Synthetic Diamond) : ગ્રૅફાઇટ(કાર્બન)ને ઉચ્ચ દબાણ અને તાપમાન આપીને તૈયાર થતો હીરો. કુદરતી હીરા જમીન કે દરિયાઈ ભૂસ્તરમાંથી મળે છે, જ્યારે આ પ્રકારે મનુષ્યે તૈયાર કરેલ હીરા સંશ્લેષિત હીરા કહેવાય છે. સંશ્લેષિત હીરા મુખ્ય ગુણધર્મોમાં કુદરતી ડાયમંડને બહુ મળતા આવે છે, ફેર જે હોય છે તે કદ, આકાર…

વધુ વાંચો >

સંસ્પંદન (resonance) (રસાયણશાસ્ત્ર)

સંસ્પંદન (resonance) (રસાયણશાસ્ત્ર) : જે સંયોજનોની સંરચના સંયોજકતા-બંધ (valence bond) પદ્ધતિ વડે રજૂ થતી કોઈ એક (સંરચના) વડે ચોકસાઈપૂર્વક દર્શાવી ન શકાય તેમની સાચી રાસાયણિક સંરચના દર્શાવવા માટે ક્વાટમ યાંત્રિકીય ગણતરીઓ (considerations) પર આધારિત ગાણિતિક કલ્પના (concept). અણુઓ માટે તે ગાણિતિક રીતો દ્વારા શ્રોડિંજર સમીકરણના ઉકેલ (solution) માટેનું સંયોજકતા-બંધ-પદ્ધતિનું એક…

વધુ વાંચો >

સાગોળ (lime)

સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ…

વધુ વાંચો >

સાબુ

સાબુ પ્રાણીજ ચરબી કે વનસ્પતિજ, તેમને કૉસ્ટિક સોડા (સોડિયમ હાઇડ્રૉક્સાઇડ, NaOH) જેવા આલ્કલી સાથે ઉકાળીને મેળવાતો, મેલ દૂર કરવામાં ઉપયોગી એવો પદાર્થ. સાબુનીકરણ (saponification) તરીકે ઓળખાતી આ પ્રક્રિયામાં ચરબી કે તેલમાં રહેલા ગ્લિસરાઇડ ઍસ્ટર(glyceride esters)નું ગ્લિસરોલ (glycerol) અથવા ગ્લિસરીન (glycerine) (એક પ્રકારનો આલ્કોહૉલ) અને જે તે મૉનોકાર્બૉક્સિલિક ઍસિડના સોડિયમ ક્ષારો[મુખ્યત્વે…

વધુ વાંચો >