મ્યુઝિયમ

સિટી મ્યુઝિયમ અમદાવાદ

સિટી મ્યુઝિયમ, અમદાવાદ : અમદાવાદ શહેરના ઇતિહાસ, ઔદ્યોગિક વિકાસ, વેપાર, સંસ્કાર, સંસ્કૃતિ અને અન્ય ગતિવિધિને તાદૃશ કરતું અમદાવાદ ખાતેનું મ્યુઝિયમ. પાલડી વિસ્તારના સંસ્કાર કેન્દ્રના મકાનમાં પહેલે માળે આ મ્યુઝિયમ આવેલું છે; તેની સ્થાપના 2000માં થઈ. આ મ્યુઝિયમ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક છે. કર્ણાવતી : અતીતની ઝાંખી, સિટી મ્યુઝિયમ, અમદાવાદ 1954માં…

વધુ વાંચો >

સ્ટેટ મ્યુઝિયમ પટણા

સ્ટેટ મ્યુઝિયમ, પટણા (બિહાર) (સ્થાપના 1917) : બિહાર રાજ્ય-હસ્તકનું કલા-સંગ્રહાલય. તેમાં મૌર્યકાળ અને ત્યાર પછીના સમયનાં પથ્થર અને ટેરાકોટાની ઉત્તમ શિલ્પકૃતિઓનો સંગ્રહ છે. આ સંગ્રહને 1930માં યુરોપિયન, મુઘલ અને રાજપૂત સ્થાપત્ય શૈલી મુજબ બાંધેલા નવા મકાનમાં ખસેડવામાં આવ્યો હતો. સ્ટેટ મ્યુઝિયમ, પટણા (બિહાર) 1930માં યુરોપિયન, મુઘલ અને રાજપૂત સ્થાપત્ય શૈલી…

વધુ વાંચો >

સ્ટેટ મ્યુઝિયમ લખનૌ

સ્ટેટ મ્યુઝિયમ, લખનૌ (સ્થાપના 1863) : માનવવિદ્યાવિષયક મ્યુઝિયમ. આ મ્યુઝિયમની સ્થાપના પ્રારંભમાં મ્યુનિસિપલ મ્યુઝિયમ તરીકે થયેલી. ત્યારે તેમાં પુરાતત્વ અને પ્રાકૃતિક ઇતિહાસના વિભાગ હતા. પછી પ્રાંતના જુદા જુદા ભાગમાંથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ દ્વારા 1883માં તે પ્રાદેશિક મ્યુઝિયમ બન્યું. સ્ટેટ મ્યુઝિયમ, લખનૌમાં સ્તૂપ 1911માં તેને 4 મુખ્ય વિભાગોમાં પુનર્વ્યવસ્થિત કરવામાં આવ્યું…

વધુ વાંચો >

સ્મિથ્સોનિયન અમેરિકન આર્ટ મ્યુઝિયમ

સ્મિથ્સોનિયન અમેરિકન આર્ટ મ્યુઝિયમ (Smithsonian American Art Museum) : સાત હજાર અમેરિકન ચિત્રકારો અને શિલ્પીઓની ચાળીસ હજારથી પણ વધુ કલાકૃતિઓનું અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી. ખાતે આવેલું મ્યુઝિયમ. 1829માં તેની સ્થાપના જોન વાર્ડેન નામના વિદ્વાને કરી અને એક ક્યુરેટર તરીકે અમેરિકન ચિત્રો અને શિલ્પો તેમણે એકઠાં કર્યાં. 1906માં અમેરિકન પ્રમુખ જેઇમ્સ…

વધુ વાંચો >

હર્મેટિસિઝમ (Hermeticism) (ઇટાલિયન એર્મેતિસ્મો)

હર્મેટિસિઝમ (Hermeticism) (ઇટાલિયન એર્મેતિસ્મો) : વીસમી સદીની શરૂઆતમાં ઇટાલીમાં શરૂ થયેલી કવિતા સંબંધી સુધારાવાદી ચળવળ, જેનાં મુખ્ય લક્ષણો હતાં – અરૂઢ માળખું, વિસંગત નિષ્પત્તિ અને ચુસ્ત વસ્તુલક્ષી ભાષા. ઇટાલીની બહાર પણ કવિઓના ઘણા મોટા વર્તુળમાં હર્મેટિસિઝમનો પ્રભાવ પડ્યો હતો, આમ છતાં આ વાદ આમ લોકો માટે તો દુર્ગ્રાહ્ય બની રહેલો.…

વધુ વાંચો >

નૅશનલ મ્યુઝિયમ – નવી દિલ્હી

નૅશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી : ભારતની રાજધાની નવી દિલ્હી ખાતેનું રાષ્ટ્રીય કલા-સંગ્રહાલય. 1912માં હિન્દુસ્તાનનું પાટનગર કૉલકાતા દિલ્હી ખસેડાયું ત્યારે જ દિલ્હીમાં સમસ્ત રાષ્ટ્રના પ્રતિનિધિત્વ ધરાવતા મ્યુઝિયમની જરૂર વરતાતી હતી; પણ આ અંગે સરકાર 1945થી સક્રિય બની અને નૅશનલ મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું 1949માં. આ મ્યુઝિયમ ભારત સરકારના શિક્ષણ અને સાંસ્કૃતિક મંત્રાલયના…

વધુ વાંચો >

નૅશનલ રેલ મ્યુઝિયમ

નૅશનલ રેલ મ્યુઝિયમ : નવી દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલું ભારતીય રેલ વિરાસતનું સંગ્રહાલય. આ રેલવે મ્યુઝિયમમાં ભારતમાં રેલવેનો આરંભ થયો ત્યારથી આજ સુધીનો રેલવેની ચીજવસ્તુઓનો સંગ્રહ થયો છે અને તેની જોવાલાયક વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તેની શરૂઆત 1 ફેબ્રુઆરી, 1977માં થઈ. તે દસ એકર(એટલે કે 40,000 વર્ગ માઈલ)ના વિસ્તારમાં…

વધુ વાંચો >