મ્યુઝિયમ

લાખોટા આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ

લાખોટા આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ : જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહે 1946માં જામનગરમાં સ્થાપેલું પુરાતત્વીય મ્યુઝિયમ. જામનગરના લાખોટા સરોવરની વચ્ચે 1839માં બંધાયેલા લાખોટા કોઠી નામના મકાનમાં આ મ્યુઝિયમ પ્રતિષ્ઠિત છે અને 1960થી તેનો વહીવટ ગુજરાત સરકાર હસ્તક છે. જામનગરની આસપાસ આવેલા પીંઢારા, ગાંધવી અને ઘૂમલીમાંથી મળી આવેલા સાતમીથી માંડીને અઢારમી સદી સુધીનાં શિલ્પો આ…

વધુ વાંચો >

લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ

લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ : મુખ્યત્વે દુર્લભ અને અનન્ય ભારતીય શિલ્પો માટે થઈને ખાસ મહત્વ ધરાવતું અમદાવાદમાં આવેલું મ્યુઝિયમ. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પરિસરમાં તેની સ્થાપના 1957માં થયેલી. ખાસ કરીને માધુરી દેસાઈ અને મુનિ પુણ્યવિજયજીના અંગત કલાસંગ્રહોના દાનમાંથી આ મ્યુઝિયમ સર્જાયું છે. આ મ્યુઝિયમના બે મુખ્ય વિભાગો છે, જેમાંનો ભૂલાભાઈ…

વધુ વાંચો >

લીકી પરિવાર (Leaky family)

લીકી પરિવાર (Leaky family) : પૂર્વ આફ્રિકામાં માનવ-ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના અભ્યાસને લગતા જીવાવશેષોની ખોજ અને તે પર સંશોધન કરનાર એક જ પરિવારનાં ત્રણ નામાંકિત નૃવંશશાસ્ત્રીઓ (anthropologists) પતિ, પત્ની અને પુત્ર  લુઈ લીકી, મ@રી લીકી અને રિચાર્ડ લીકી. (1) લુઈ સેમોર બૅઝેટ લીકી (જ. 1903; અ. 1972) : માનવ-ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિની…

વધુ વાંચો >

લુવ્ર મ્યુઝિયમ

લુવ્ર મ્યુઝિયમ : પૅરિસ નગરમાં સીન નદીના ઈશાન કાંઠે આવેલું સર્વ પ્રકારની કલાકૃતિઓનો સંગ્રહ ધરાવતું અને વિશ્વનાં સૌથી મોટાં અને સૌથી વિખ્યાત મ્યુઝિયમોમાંનું એક. આખું નામ મુઝી નેતિયોના દ લુવ્ર (ફ્રેન્ચ), નૅશનલ મ્યુઝિયમ ઑવ્ ધ લુવ્ર (ઇંગ્લિશ). 48 એકર(19 હેક્ટર)માં તેનો પરિસર પથરાયેલો છે. તેમાં અનેક બાગબગીચા, ફુવારા, મકાનો, ચોક…

વધુ વાંચો >

લેડી વિલ્સન મ્યુઝિયમ

લેડી વિલ્સન મ્યુઝિયમ : દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં આવેલું સર્વસંગ્રાહક મ્યુઝિયમ. બ્રિટિશ રાજ દરમિયાન ધરમપુર સિસોદિયા રાજવંશની સત્તા હેઠળ હતું. એ વખતે સિસોદિયા રાજવીએ સ્થાનિક પ્રજાને દેશવિદેશની કલા અને કારીગરીના શ્રેષ્ઠ નમૂનાઓ નજીકથી નિહાળવા મળે તે માટે આ મ્યુઝિયમની સ્થાપના 1928માં કરી. 1938થી તેનો વહીવટ મુંબઈ રાજ્યના ઉદ્યોગ વિભાગે હાથમાં લીધેલો.…

વધુ વાંચો >

લોથલ મ્યુઝિયમ

લોથલ મ્યુઝિયમ : ગુજરાતના અમદાવાદ જિલ્લામાં લોથલ ખાતે આવેલું ત્યાંથી મળી આવેલા સિંધુ નદીની ખીણની સંસ્કૃતિના અવશેષોનો સંગ્રહ અને જાળવણી કરતું મ્યુઝિયમ. ભારતની કેન્દ્ર સરકાર દ્વારા તેની સ્થાપના 1977માં થઈ. લોથલ ખાતેના પ્રાચીન ધક્કાની બાજુમાં જ આ મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે. લોથલના ધક્કા અને બીજાં પુરાતાત્વિક સ્થળોએથી ખોદકામ કરતાં…

વધુ વાંચો >

વડનગર સંગ્રહાલય

વડનગર સંગ્રહાલય : ગુજરાત રાજ્ય સરકાર હસ્તક વડનગરમાં આવેલું મહેસાણા જિલ્લાની પ્રાચીન-મધ્યકાલીન સંસ્કૃતિ અને કલાકારીગરીનું પ્રદર્શન કરતું મ્યુઝિયમ. 1996માં આ મ્યુઝિયમનો પ્રારંભ થયેલો. મહેસાણા જિલ્લામાંથી મળી આવેલાં મધ્યકાલીન શિલ્પ, તામ્રપત્રો તથા પ્રાચીન-મધ્યકાલીન સ્થાપત્યના ખંડેરોના ફોટોગ્રાફ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત છે. તેમાં પાટણની રાણીની વાવના અને મોઢેરાના સૂર્યમંદિરના ફોટોગ્રાફ, તાંબાના પતરાથી મઢેલા…

વધુ વાંચો >

વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ

વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ : 1890માં સૂરતના જિલ્લા-કલેક્ટરે સૂરતમાં સ્થાપેલું મ્યુઝિયમ. આ ઉત્સાહી કલેક્ટરે સૂરત, વલસાડ અને ડાંગ જિલ્લામાંથી એકઠાં કરેલ પ્રણાલિકગત કાપડ, કિનખાબ, વસ્ત્રો, ધાતુનાં પાત્રો, ચિનાઈ માટીનાં અને કાચનાં વાસણો, વાંસમાંથી બનાવેલ ચીજવસ્તુઓ, સાગ અને સીસમમાંથી બનાવેલ રાચરચીલાં, શિલ્પો, જૂનાં ચિત્રો અને પુસ્તકો, સંગીતનાં વાદ્યો, સિક્કા, ઘરેણાં, ટપાલખાતાની ટિકિટો…

વધુ વાંચો >

વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન

વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન : લંડનમાં આવેલું વિશ્વમાં લલિત કલા અને પ્રયોજિત કલાવિષયક એક શ્રેષ્ઠ મ્યુઝિયમ. 26મી જૂન 1919ના રોજ રાજા એડવર્ડ સાતમાએ તેને ખુલ્લું મૂક્યું હતું. ત્યારે તેમાં સુશોભન-કલા અને આર્ટ લાઇબ્રેરીના મ્યુઝિયમનો સમાવેશ થતો હતો. તેમાં બ્રિટિશ ચિત્રકલાની કૃતિઓ, શિલ્પો અને કોતરેલી આકૃતિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે,…

વધુ વાંચો >

વિક્ટોરિયા મેમૉરિયલ મ્યુઝિયમ, કોલકાતા

વિક્ટોરિયા મેમૉરિયલ મ્યુઝિયમ, કોલકાતા : બ્રિટિશ વસાહતના સમયગાળાને લગતો ઉત્તમ સંગ્રહ. કોલકાતામાં રાણી વિક્ટોરિયા(અ. 1906)ની સ્મૃતિ રૂપે અંગ્રેજ સ્થપતિ વિલિયમ ઇમર્સને તેના મકાનની ડિઝાઇન તૈયાર કરીને 1921માં તેનું બાંધકામ પૂર્ણ કર્યું. તે મકાનને મકરાણી(રાજસ્થાન ભારત)થી લાવેલ સફેદ આરસથી મઢવામાં આવ્યું અને તેમાં સફેદ આરસનો 57 મિટર ઊંચો ઘુમ્મટ બાંધ્યો. તે…

વધુ વાંચો >