માનસશાસ્ત્ર
પ્રક્ષેપણ પદ્ધતિ
પ્રક્ષેપણ પદ્ધતિ વ્યક્તિત્વનું માપન કરવા માટેની પદ્ધતિઓમાંની એક. મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વનું માપન કરવા માટે કંઈક અંશે વિવાદાસ્પદ ગણાતી પદ્ધતિઓને પ્રક્ષેપણ-પ્રયુક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. આમાં સંદિગ્ધ, અનિશ્ચિત અથવા અનિયંત્રિત (unstructured) વસ્તુની રજૂઆત કરવામાં આવે છે, જે એક પડદા તરીકે કામ કરે છે. તેના ઉપર કસોટી આપનાર વ્યક્તિ પોતાની અનભિજ્ઞ ઇચ્છાઓ, ગ્રંથિઓ…
વધુ વાંચો >પ્રતિક્ષિપ્ત ક્રિયા (મનોવિજ્ઞાન)
પ્રતિક્ષિપ્ત ક્રિયા (મનોવિજ્ઞાન) : વિશિષ્ટ ઉદ્દીપક (દા.ત., ચોક્કસ અવાજ કે ર્દશ્ય) પ્રત્યે, વિચાર કર્યા વિના, અને વિનાવિલંબે ઊપજતી સહજ, શીખ્યા વિનાની સ્વયંચાલિત ક્રિયા. પ્રતિક્ષિપ્ત ક્રિયા (reflex action) ઐચ્છિક ક્રિયાથી ભિન્ન છે. પોતાની ઇચ્છાથી, વિચારપૂર્વક કરેલી ક્રિયાને ઐચ્છિક ક્રિયા કહે છે. પ્રતિક્ષિપ્ત ક્રિયા મનુષ્યથી આપમેળે, સભાન ઇચ્છા કે પૂર્વઆયોજન વિના, થઈ…
વધુ વાંચો >પ્રતિભા (મનોવિજ્ઞાન)
પ્રતિભા (મનોવિજ્ઞાન) : કેટલીક વ્યક્તિઓમાં રહેલી અસાધારણ કે વિચક્ષણ શક્તિ. મનોવિજ્ઞાનની ર્દષ્ટિએ મેધાવી વિદ્વત્તા ધરાવતા માણસો, ઉચ્ચ કક્ષાના ગાયકો-વાદકો-નર્તકો, પ્રથમ કોટિના વૈજ્ઞાનિકો, ગણિતજ્ઞો, સંશોધકો, મૌલિક સાહિત્યના સર્જકો પ્રતિભાવંત ગણાય. માત્ર સુર્દઢ બાંધો, બાહ્ય છાપ કે પ્રભાવ વ્યક્તિત્વની મોહકતામાં ભલે ઉમેરો કરતાં હોય; પરંતુ તે નિર્ણાયક રીતે પ્રતિભાનો પુરાવો ગણાય નહિ.…
વધુ વાંચો >પ્રત્યક્ષીકરણ (perception)
પ્રત્યક્ષીકરણ (perception) : વિવિધ પદાર્થોને જાણવાની – પર્યાવરણથી માહિતગાર થવાની પ્રક્રિયા. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જેવાં જ્ઞાનેન્દ્રિયોરૂપી દ્વારમાં થઈને પર્યાવરણમાંના ઉદ્દીપકો મગજમાં પહોંચે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા કોઈ પણ પદાર્થના પ્રાથમિક જ્ઞાનને સંવેદન (sensation) કહે છે. વાસ્તવમાં, સંવેદનનો અલગ અનુભવ થતો નથી; પરંતુ તે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાનો જ અંતર્ગત…
વધુ વાંચો >પ્રત્યભિજ્ઞા (recognition)
પ્રત્યભિજ્ઞા (recognition) : કોઈ વસ્તુને પૂર્વપરિચિતતાની લાગણી દ્વારા જોવી તે. અંગ્રેજી શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે પ્રત્યભિજ્ઞા એટલે રેકૉગ્નિશન એટલે કે (જેને પૂર્વે અનુભવ્યું છે તેને) ફરીથી જાણવું. પ્રત્યભિજ્ઞા એટલે જે તે વસ્તુને પરિચિતતાની લાગણી સાથે, ‘તે પહેલાં જોયેલી છે’ એવી પ્રતીતિ સાથે, જોવી. વર્તમાનમાં રજૂ થયેલ ઉદ્દીપક અંગે ‘આ તો ભૂતકાળમાં…
વધુ વાંચો >પ્રદર્શનવૃત્તિ
પ્રદર્શનવૃત્તિ : એક પ્રકારની જાતીય વિકૃતિ. જાતીય ઉત્તેજના પ્રાપ્ત કરવા માટે બિનરાજી કે અસંમત પ્રેક્ષક સમક્ષ પોતાનાં જનનાંગો ખુલ્લાં કરવા લાગે છે. આવાં પ્રદર્શન દરમિયાન પ્રદર્શક મોટેભાગે હસ્તમૈથુન પણ કરે છે અને સામાન્ય રીતે પ્રદર્શન બાદ થોડા સમયમાં જ ત્યાંથી પલાયન થઈ જાય છે. પ્રદર્શનનું આ કાર્ય પોતે જ સામાન્ય…
વધુ વાંચો >પ્રબલન (stimulation)
પ્રબલન (stimulation) : અભિસંધાન (conditioning) દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણનો એક ઘટક. અભિસંધાનની બે રીતો હોય છે : પ્રશિષ્ટ અને કારક. એ બેમાં પ્રબલનનો અર્થ સહેજ જુદો જુદો થાય છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં પ્રબલન એટલે અભિસંધિત ઉદ્દીપક (દા.ત., ઘંટડી) અને અનભિસંધિત ઉદ્દીપક(દા.ત., ખોરાક)ને જોડમાં રજૂ કરવાની ક્રિયા, જેને લીધે અભિસંધિત પ્રતિક્રિયા (દા.ત.,…
વધુ વાંચો >પ્રયુક્ત મનોવિજ્ઞાન
પ્રયુક્ત મનોવિજ્ઞાન વાસ્તવિક જીવનના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયોજાતું મનોવિજ્ઞાન. સાચા વૈજ્ઞાનિક વિજ્ઞાનક્ષેત્રની શુદ્ધ પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક પ્રવૃત્ત રહી નવા નવા સિદ્ધાંતો શોધીને વિજ્ઞાનને સમૃદ્ધ બનાવે છે; પણ આખરે આ બધું કોના માટે ? આવો પ્રશ્ન જેના મનમાં ઉત્પન્ન થયો તે વૈજ્ઞાનિકો માનવતાવાદી વૈજ્ઞાનિકો થયા. છેલ્લાં વર્ષોમાં માનવતાવાદી ર્દષ્ટિબિંદુ વધુ ને વધુ…
વધુ વાંચો >પ્રાયોગિક મનોવિજ્ઞાન (પ્રાયોગિક પદ્ધતિ સહિત)
પ્રાયોગિક મનોવિજ્ઞાન (પ્રાયોગિક પદ્ધતિ સહિત) આધુનિક મનોવિજ્ઞાનની અગત્યની શાખા. મનોવિજ્ઞાનમાં એ સત્ય સ્વીકારવામાં આવ્યું છે કે આ જગતમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તે કોઈ ચોક્કસ જથ્થામાં અસ્તિત્વ ધરાવે છે. જેને માપી શકાય છે. ચકાસી શકાય છે, જેની પુન:ચકાસણી કરી શકાય છે. જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે તે કોઈ આકસ્મિક…
વધુ વાંચો >પ્રેમ (love)
પ્રેમ (love) : માનવજીવનની પાયાની, મૂળભૂત લાગણી. માનવજીવન લાગણીઓ અને ભાવનાઓથી ભર્યું-ભર્યું છે. બાળકના જન્મથી જ તેનામાં એક પછી એક લાગણી પ્રગટવા માંડે છે. પાંચ વર્ષની વય સુધીમાં બાળકમાં ક્રમશ: સુખ, અસુખ, રોષ, સ્નેહ-પ્રેમ, ઈર્ષ્યા, લજ્જા, ગુનાહિત ભાવ, દુ:ખ-પીડા અને ચિંતા જેવા લાગણીભાવ દેખાવા માંડે છે. બાળક સાત-આઠ માસનું થાય…
વધુ વાંચો >