મહેશ ચોકસી

વિજયન્, ઓ. વી.

વિજયન્, ઓ. વી. (જ. 2 જુલાઈ 1931, પાલઘાટ, કેરળ) : મલયાળમ કથાલેખક અને કાર્ટૂન-કલાકાર. મદ્રાસ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. (1954); શરૂઆતમાં અધ્યાપક (1951-57). ત્યારબાદ ‘શંકર્સ વીકલી’માં કાર્ટૂન-કલાકાર તથા કટારલેખક તરીકે કામગીરી (1958-63). છેવટે અંગ્રેજી દૈનિક ‘ધ પેટ્રિયટ’માં કાર્ટૂન-કલાકાર. 1967થી કાર્ટૂન-આલેખન તથા લેખનની સ્વતંત્ર કારકિર્દી. તેમને તેમની પ્રથમ નોંધપાત્ર નવલકથા ‘ખસાકિન્તે…

વધુ વાંચો >

વિઝડન, જૉન

વિઝડન, જૉન (જ. 5 સપ્ટેમ્બર 1826, બ્રાઇટન, સસેક્સ; અ. 5 એપ્રિલ 1884, વેસ્ટમિન્સ્ટર, લંડન, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી અને ક્રિકેટ ઇતિહાસકાર. અત્યારે સૌથી ખ્યાતનામ બનેલ વિઝડન ક્રિકેટર્સ ઑલ્મનૅકના તેઓ સ્થાપક હતા, જે સૌપ્રથમ 1864માં બહાર પડાયું હતું. તેઓ ઠીંગણા કદના હતા પણ સસેક્સ માટે તેઓ અગ્રણી ગોલંદાજ હતા અને…

વધુ વાંચો >

વિનેસ ઇલ્સવર્થ

વિનેસ ઇલ્સવર્થ (જ. 28 સપ્ટેમ્બર 1911, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકાના 1930ના દાયકાના પ્રભાવક ટેનિસ ખેલાડી. તેઓ ટેનિસ-બૉલને અત્યંત જોશથી ફટકારવા માટે જાણીતા બન્યા. તેમની સર્વિસ તથા ફોરહૅન્ડ ખતરનાક હતાં. તેઓ કેવળ 19 વર્ષના હતા ત્યારે તેઓ 1931 યુ.એસ. સિંગલ્સમાં વિજેતા બન્યા. પછીના વર્ષે યુ.એસ. વિજયપદક જાળવી રાખવા ઉપરાંત…

વધુ વાંચો >

વિન્ટરનિત્ઝ, એમ.

વિન્ટરનિત્ઝ, એમ. (જ. 1863, હૉર્ન, ઑસ્ટ્રિયા; અ. 1934) : ભારતીય સાહિત્ય તથા સંસ્કૃતિના ઑસ્ટ્રિયાના વિદ્વાન. વિયેના ખાતે પ્રશિષ્ટ ભાષાવિજ્ઞાન તથા તત્વવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમના પ્રાધ્યાપકોએ તેમને ભારતીય સાહિત્યનો પરિચય કરાવ્યો. ‘ઍન્શન્ટ ઇન્ડિયન મૅરિજ રિચ્યુઅલ એકૉર્ડિંગ ટૂ અપસ્તંભ, કમ્પેર્ડ વિથ ધ મૅરિજ કસ્ટમ્સ ઑવ્ ધી ઇન્ડો-યુરોપિયન પીપલ’ – એ તેમના પીએચ.ડી.ના…

વધુ વાંચો >

વિયોગી કુંવર

વિયોગી કુંવર (જ. 1940, સાંબા, જમ્મુ-કાશ્મીર) : ડોગરી ભાષાના કવિ. શરૂઆતમાં વિજ્ઞાનના વિષયોનો અભ્યાસ કર્યો, પણ ઇન્ડિયન ઍરફૉર્સમાં પસંદગી થવાથી અભ્યાસ છોડી દેવો પડ્યો. પાછળથી તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. કવિ-કારકિર્દીનો કૉલેજ-કાળથી પ્રારંભ. કૉલેજ-મૅગેઝિન તથા ‘યોજના’ અને ‘ત્રિકૂટ’ જેવાં સામયિકોમાં કાવ્યોનું પ્રકાશન. કવિસંમેલનોમાં તેમનાં કાવ્યોને ભારે દાદ મળતી. તેમનાં કાવ્યોમાં વિચાર…

વધુ વાંચો >

વિયોગી હરિ

વિયોગી હરિ (જ. 1896, છત્તરપુર, મધ્યપ્રદેશ; અ. 1988) : હિંદીના લેખક. મૂળ નામ હરિપ્રસાદ દ્વિવેદી. નાની વયે પિતાનું અવસાન. છત્તરપુરમાં અભ્યાસ કરી 1915માં મૅટ્રિક. તે પછી કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી આકર્ષાઈ વિવિધ યાત્રાધામોનો પ્રવાસ. તેમનો હરિજનસેવક સંઘ, ભૂદાન આંદોલન, ભારત સેવક સમાજ અને બીજાં સામાજિક સંગઠનો સાથે પ્રવૃત્તિ-સહયોગ હતો. અસ્પૃશ્યતા-નિવારણમાં દૃઢ…

વધુ વાંચો >

વિરેન લૅસી

વિરેન લૅસી (જ. 22 જુલાઈ 1949, મિસ્કિર્તા, ફિનલૅન્ડ) : ફિનલૅન્ડના મહાન ખેલાડી. તેઓ 1972  અને 1976માં 5,000 મી. અને 10,000 મી.ની દોડ – એ બંનેમાં ઑલિમ્પિકમાં વિજયી નીવડ્યા. તેઓ દોડવા માટેની તમામ શક્તિ અને કૌશલ્ય ધરાવતા હતા. તેમની ઝડપ ઘણી વધારે હતી અને દોડના છેલ્લા તબક્કામાં તો તેઓ ખૂબ વેગીલા…

વધુ વાંચો >

વિર્ક, કુલવંતસિંગ

વિર્ક, કુલવંતસિંગ (જ. 20 મે 1920, ફૂલરવાન, જિ. શેખુપુરા [હાલ પૂર્વ પાકિસ્તાન]) : પંજાબી વાર્તાકાર. 1940માં અમૃતસરની ખાલસા કૉલેજમાંથી અંગ્રેજીમાં એમ.એ.. 1942માં લશ્કરમાં જોડાયા. ભાગલા દરમિયાન જનસંપર્ક અધિકારી તરીકે કામગીરી. થોડો વખત ‘એડવાન્સ’ (અંગ્રેજી) તથા ‘જાગૃતિ’ (પંજાબી) સામયિકોનું સંપાદન. લુધિયાનાની કૃષિ યુનિવર્સિટીમાં કમ્યૂનિકેશન સેન્ટરના તેઓ નિયામક રહ્યા. 1946માં વાર્તાલેખનનો પ્રારંભ.…

વધુ વાંચો >

વિલાસિની (ઉર્ફે મેનન એમ. કે.)

વિલાસિની (ઉર્ફે મેનન એમ. કે.) (જ. 1928, કરુમથ્રા, કેરળ) : મલયાળમ ભાષાના નવલકથાકાર. તેમની નવલકથા ‘અવકાસીકાલ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1947માં ગણિતશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી. કેરળમાં શિક્ષક તરીકે તેમજ મુંબઈમાં સરકારી નોકરી કર્યા પછી 1953માં તેઓ સિંગાપોર ગયા અને ત્યાં 1955માં આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા…

વધુ વાંચો >

વિલિસ, બૉબ (વિલિસ રૉબર્ટ જ્યૉર્જ ડિલૅન)

વિલિસ, બૉબ (વિલિસ રૉબર્ટ જ્યૉર્જ ડિલૅન) (જ. 30 મે 1949, સંડરલૅન્ડ, ડરહૅમ, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. તેમની વેધક ઝડપી ગોલંદાજીને પરિણામે તેઓ આંગ્લ ટીમના ગોલંદાજી-આક્રમણમાં અગ્રેસર બની રહ્યા હતા. તેમની સૌથી ઉત્તમ ગોલંદાજી તે 1981માં હેડિંગ્લે ખાતેની 843ની ગોલંદાજી. તેના પરિણામે ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા પર 18 રનથી અણધાર્યો વિજય મેળવી…

વધુ વાંચો >