મલયાળમ સાહિત્ય

રામાયણચંપૂ

રામાયણચંપૂ : મલયાળમ કૃતિ. રચનાસાલ 1580. રચયિતા પૂનમ ચંપુતરિ. એમને વિશે એટલી જ માહિતી મળે છે કે એ કોષિકોડ્ડુના સામૂતિરિ રાજાઓના રાજકવિ હતા અને મલયાળમના ચંપૂ કાવ્યપ્રકારના પ્રણેતા હતા. ચંપૂ ગદ્યપદ્યમિશ્ર સાહિત્યપ્રકાર છે. એમનું રામાયણચંપૂ ‘કાવ્ય’ એ પ્રકારની પ્રથમ રચના છે અને એમણે અનેક ચંપૂઓની રચના કરી છે. એમણે ‘રામાયણચંપૂ’…

વધુ વાંચો >

લીલાવતી એમ.

લીલાવતી એમ. (જ. 1927, કોટ્ટાપદી, જિ. ત્રિચૂર, કેરળ) : મલયાળમનાં વિવેચક, કવયિત્રી, ચરિત્ર-લેખિકા અને અનુવાદક. તેમને તેમની કૃતિ ‘કવિતાધ્વનિ’ માટે 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો. તેમણે 1951માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે મેળવી. ત્યારબાદ 1972માં કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તેમની કારકિર્દી…

વધુ વાંચો >

વર્કી, ટી. વી.

વર્કી, ટી. વી. (જ. 2 એપ્રિલ 1938, મેવેલ્લૂર, જિ. કોટ્ટયમ, કેરળ) :  મલયાળમ લેખક. તેમણે મલયાળમમાં એમ.એ.ની પદવી મેળવી. અધ્યાપનકાર્ય બાદ કોટ્ટયમ ખાતે કે. ઈ. કૉલેજના મલયાળમ વિભાગના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. વર્લ્ડ મલયાળમ કૉન્ફરન્સના પ્રતિનિધિ તરીકે તેમણે ઇંગ્લૅન્ડ, ઇટાલી, નેધરલૅન્ડ્ઝ, યુ.એસ. અને કૅનેડાનો પ્રવાસ ખેડ્યો. તેમણે 15 ગ્રંથો આપ્યા…

વધુ વાંચો >

વર્ઘિસ, કાંજિરાતુંકલ

વર્ઘિસ, કાંજિરાતુંકલ (જ. 15 જૂન 1922, કડુતુરુતી, જિ. કોટ્ટયમ્, કેરળ) : મલયાળમ લેખક. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સેવાનિવૃત્ત થયા. પછી લેખનકાર્ય આરંભ્યું. તેમણે અત્યાર સુધીમાં મલયાળમમાં 60 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એલ્લમ નિનાકુવેન્ડી’ (1988); ‘નાતિન્પુરતિન્લે મકાલ’ (1989) તેમની જાણીતી નવલકથાઓ છે. ‘સ્પર્શમાપિની’ (1989); ‘પૉન્નિલવુ પારકુન્નુ’ તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. તેમણે…

વધુ વાંચો >

વર્મા, અટ્ટૂર રવિ

વર્મા, અટ્ટૂર રવિ (જ. 1930, અટ્ટૂર, જિ. ત્રિશ્શૂર, કેરળ) : મલયાળમ કવિ અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અટ્ટૂર રવિ વર્માયુટે કવિતકળ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. તેમણે મલયાળમ ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ અનેક યુનિવર્સિટીમાં મલયાળમના પ્રાધ્યાપક રહ્યા. તેઓ અંગ્રેજી, સંસ્કૃત અને તમિળ…

વધુ વાંચો >

વલ્લથોળ, નારાયણ મેનન (મહાકવિ)

વલ્લથોળ, નારાયણ મેનન (મહાકવિ) (જ. 16 ઑક્ટોબર 1878, ચેન્નારા, જિ. માલપુરમ, કેરળ; અ. 13 માર્ચ 1958) : કથકલીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સપાટી પર મશહૂર કરનાર કેરળના બહુમુખી કલાકાર તથા અગ્રણી સાહિત્યકાર. કેરળ સાહિત્યિક-ત્રિપુટીમાંના એક. તેઓ ‘મહાકવિ’ તરીકે જાણીતા હતા, ત્રિપુટીના અન્ય બે સાહિત્યકારો તે ઉલ્વુળ પરમેશ્વર આયૈર અને કુમારન આશાન.…

વધુ વાંચો >

વસંતન, એસ. કે. (ડૉ.)

વસંતન, એસ. કે. (ડૉ.) (જ. 17 નવેમ્બર 1935, એડાપલ્લી, એર્નાકુલમ, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં તથા મલયાળમમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેમણે શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઑવ્ સંસ્કૃત, કાલડીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમીના તથા મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમના સભ્ય પણ રહ્યા.…

વધુ વાંચો >

વારિયર, ઉણ્ણયિ (18મી સદી)

વારિયર, ઉણ્ણયિ (18મી સદી) : મલયાળમ ભાષાના નાટ્યકાર. તેમનો જન્મ ઇરિંગલકુડા ખાતે પુરોહિત પરિવારમાં થયો હતો. તેઓ તિરુવનંતપુરમના રાજાના દરબારી કવિ હતા કે કેમ તે ચર્ચાનો વિષય છે. વળી તેઓ ‘ગિરિજા-કલાણ્યમ્’ના લેખક હતા કે કેમ તે પણ શંકાસ્પદ છે. આધ્યાત્મિક આયામોવાળા તેમના અતિ ગંભીર કાવ્યાત્મક નાટક ‘નળચરિતમ્’થી તેઓ વધુ ખ્યાતિ…

વધુ વાંચો >

વારિયાર રામપુરતુ

વારિયાર, રામપુરતુ (જ. 1703, રામપુરમ્, તા. મીનાવિલ, કેરળ; અ. 1753) : મલયાળમ કવિ અને વિવેચક. તેમનું મૂળ નામ શંકરન્ હતું; પરંતુ મલયાળમમાં સાહિત્યિક ક્ષેત્રે સામાન્ય રીતે તેઓ રામપુરતુ વારિયાર તરીકે ઓળખાતા. તેઓ તેમના પિતા પાસેથી અને જાણીતા કવિ ઉણ્ણયિ વારિયાર પાસેથી સંસ્કૃત શીખ્યા. તેઓ સાહિત્ય ઉપરાંત સંગીતમાં પણ પારંગત હતા…

વધુ વાંચો >

વાર્કે, પોંકુન્નમ્

વાર્કે, પોંકુન્નમ્ (જ. 1908, પોંકુન્નમ્, કેરળ) : મલયાળમ લેખક. ‘મલયાળમ વિદ્વાન’ની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે શિક્ષકની કારકિર્દી સ્વીકારી. તે પછી નોકરી છોડીને કૉંગ્રેસે શરૂ કરેલી આઝાદીની લડતમાં જોડાયા. પોતાની વાર્તાઓ મારફત વર્ગવિગ્રહ ફેલાવવાના આરોપસર તેમને જેલવાસ મળેલો. પછી પ્રોગ્રેસિવ લિટરરી ઍસોસિયેશનના તેઓ મંત્રી બન્યા. 1967-70 દરમિયાન સાહિત્ય-પ્રવર્તક સહકારન્ સંઘમના…

વધુ વાંચો >