વર્કી, ટી. વી. (જ. 2 એપ્રિલ 1938, મેવેલ્લૂર, જિ. કોટ્ટયમ, કેરળ) :  મલયાળમ લેખક. તેમણે મલયાળમમાં એમ.એ.ની પદવી મેળવી. અધ્યાપનકાર્ય બાદ કોટ્ટયમ ખાતે કે. ઈ. કૉલેજના મલયાળમ વિભાગના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. વર્લ્ડ મલયાળમ કૉન્ફરન્સના પ્રતિનિધિ તરીકે તેમણે ઇંગ્લૅન્ડ, ઇટાલી, નેધરલૅન્ડ્ઝ, યુ.એસ. અને કૅનેડાનો પ્રવાસ ખેડ્યો.

તેમણે 15 ગ્રંથો આપ્યા છે. તેમની ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘વળિયમ નિળલમ્’ (1968); ‘વિલાક્કુ’ (1970); ‘નામ ચિતલુકાલ’ (1978); ‘જ્ઞાન સિવન્પિલ્લાઈ’ (1984); ‘મંજુ પોકુન્ના – તલમુર્કાલ’(1992)નો સમાવેશ થાય છે. ‘અવિશ્ર્વાસી’ તેમનો વાર્તાસંગ્રહ છે.

વાર્તાસંગ્રહ માટે તેમને વિપુલ ઍવૉર્ડ; નવલકથા માટે સચેતના ઍવૉર્ડ અને સાહિત્ય પરિષદ ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા