મરાઠી સાહિત્ય

ગોખલે, ડી. એન.

ગોખલે, ડી. એન. (જ. 20 સપ્ટેમ્બર 1922, સાતારા; અ. 27 જૂન 2000) : મરાઠી લેખક. ડૉ. કેતકરના જીવનચરિત્ર માટે 1961માં સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું. એમણે ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં લીધું હતું. તેમણે મરાઠીમાં પ્રથમ વિશ્વકોશ તૈયાર કરનાર ડૉક્ટર કેતકરના જીવનનાં તથા સાહિત્યનાં અનેક પાસાંનું ગાઢ અધ્યયન કરીને…

વધુ વાંચો >

ગ્રેસ

ગ્રેસ (જ. 1939, નાગપુર; અ. 26 માર્ચ, 2012, પુણે) : મરાઠી કાવ્યસૃષ્ટિમાં ‘ગ્રેસ’ તખલ્લુસથી જાણીતા બનેલા અગ્રણી મરાઠી કવિ અને ગીતકાર. એમનું મૂળ નામ માણિક ગોડઘાટે. સમગ્ર શિક્ષણ નાગપુર ખાતે લીધું હતું. મરાઠી વિષય સાથે બી.એ. અને એમ.એ.ની પદવીઓ મેળવ્યા પછી ત્યાંની મૉરિસ કૉલેજમાં મરાઠીના અધ્યાપક નિમાયા. તેમની વિશિષ્ટ પ્રકૃતિ…

વધુ વાંચો >

ચિત્રે દિલીપ પુરુષોત્તમ

ચિત્રે દિલીપ પુરુષોત્તમ (જ. 17 સપ્ટેમ્બર 1938, વડોદરા; અ. 10 ડિસેમ્બર 2009, પુણે) : મરાઠી તથા અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, નાટ્યકાર અને ફિલ્મકાર. તેમના પિતા પુરુષોત્તમ ચિત્રે વડોદરાથી ‘અભિરુચિ’ નામથી મરાઠીમાં એક સામયિક ચલાવતા હતા. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. પછી 1951માં કુટુંબ…

વધુ વાંચો >

ચોરઘડે, વામન કૃષ્ણ

ચોરઘડે, વામન કૃષ્ણ (જ. 16 જુલાઈ 1914, નારખેડ, જિ. નાગપુર; અ. 1 ડિસેમ્બર 1995) : મરાઠી વાર્તાકાર તથા અનુવાદક. તેમણે સમગ્ર શિક્ષણ નાગપુર ખાતે મેળવ્યું. તેમણે મરાઠી તથા અર્થશાસ્ત્રમાં એમ.એ. અને બી.ટી. કર્યા પછી વર્ધાના વાણિજ્ય મહાવિદ્યાલયમાં વાણિજ્ય અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે 1949થી 1970 સુધી અધ્યાપનકાર્ય કર્યું. થોડો વખત નાગપુર…

વધુ વાંચો >

ચૌધરી, બહિણાબાઈ

ચૌધરી, બહિણાબાઈ (જ. 24 ઑગસ્ટ 1880, અસોદે, જિ. જળગાંવ, મહારાષ્ટ્ર; અ. 3 ડિસેમ્બર 1951, જળગાંવ) : અગ્રણી મરાઠી કવયિત્રી. અભણ હોવા છતાં તેમનામાં કાવ્યરચનાની નિસર્ગદત્ત પ્રતિભા હતી. ખેતી અને ઘરકામ કરતાં કરતાં તેઓ સહજતાથી ઓવીઓની રચના કરતાં અને તેમને સ્વરોમાં ઢાળીને પોતે ગાતાં હતાં. તેમના પુત્ર અને કવિ સોપાનદેવ ચૌધરી…

વધુ વાંચો >

જોગ, રામચંદ્ર શ્રીપાદ

જોગ, રામચંદ્ર શ્રીપાદ (જ. 15 મે 1901, ગડદિંગ્લજ, જિ. કોલ્હાપુર; અ. 1980) : પ્રસિદ્ધ મરાઠી વિવેચક. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સંસ્કૃત અને મરાઠી સાથે બી.એ. અને પછી એમ.એ. થયા. 1926થી 1963 સુધી નાસિક, સાંગલી અને છેલ્લે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ‘જ્યોત્સ્નાગીત’ (1926) અને ‘નિશાગીત’ (1928) તેમના કાવ્યસંગ્રહો. સરળતાથી…

વધુ વાંચો >

જોશી, લક્ષ્મણશાસ્ત્રી

જોશી, લક્ષ્મણશાસ્ત્રી (જ. 27 જાન્યુઆરી 1901, પિંપળનેર; અ. 27 મે 1992, મહાબળેશ્વર) : મહારાષ્ટ્રના અગ્રણી ચિંતક, સંસ્કૃતના પ્રકાંડ પંડિત તથા મરાઠી વિશ્વકોશના આદ્ય સંપાદક. પિતાનું નામ બાળાજી તથા માતાનું નામ ચંદ્રભાગા. 1915માં તેઓ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના વાઈ ગામની પ્રજ્ઞા પાઠશાળામાં દાખલ થયા, જ્યાં તેમને શ્રેષ્ઠ કોટિના સંસ્કૃતના વિદ્વાન કેવલાનંદ સરસ્વતી(1877–1955)નું…

વધુ વાંચો >

જોશી, વામન મલ્હાર

જોશી, વામન મલ્હાર (જ. 21 જાન્યુઆરી 1882, તળે, જિ. કોલાબા;  અ. 20 જુલાઈ 1943, મુંબઈ) : મરાઠી નવલકથાકાર અને ચિંતક. પુણેની ડેક્કન કૉલેજમાંથી તત્વચિંતન અને તર્કશાસ્ત્ર વિષય સાથે એમ.એ. (1906) કરી  કોલ્હાપુરની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકેની નોકરી લીધી. ‘વિશ્વવૃત્ત’ સામયિકના તંત્રી તરીકે તેમાં પ્રકટ થયેલા, પણ પોતે નહિ લખેલા એક…

વધુ વાંચો >

જ્ઞાનેશ્વર, સંત

જ્ઞાનેશ્વર, સંત (જ. 1275, આળંદી, મહારાષ્ટ્ર; અ. 1296, આળંદી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના ભક્તિ-સંપ્રદાયના પ્રખર પ્રવર્તક તથા ભાગવત ધર્મના પ્રવક્તા. પિતાનું નામ વિઠ્ઠલપંત તથા માતાનું નામ રખુમાબાઈ. 4 સંતાનોમાં જ્ઞાનદેવ બીજા ક્રમના. નિવૃત્તિ નામના મોટા ભાઈ જ્ઞાનેશ્વરના આધ્યાત્મિક અને પારમાર્થિક ગુરુ. પિતા વિઠ્ઠલપંતે વિશ્વંભરે સ્વપ્નામાં આપેલી આજ્ઞાનું પાલન કરવા ઇન્દ્રાયણી નદીના…

વધુ વાંચો >

ટિળક, બાળ ગંગાધર

ટિળક, બાળ ગંગાધર (જ. 23 જુલાઈ 1856, રત્નાગિરિ; અ. 1 ઑગસ્ટ 1920, મુંબઈ) : જહાલ રાષ્ટ્રવાદી નેતા અને પ્રાચ્યવિદ્યાના વિદ્વાન. મધ્યમવર્ગના રૂઢિપૂજક ચિત્પાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૂળ નામ કેશવ, પરંતુ ‘બાળ’ નામથી તેઓ વધારે જાણીતા થયા. વડવા નાના જાગીરદાર હતા. અંગ્રેજ સરકાર આવતાં જ ટિળકના પરદાદા કેશવરાવે  પેશ્વા સરકારના ઉચ્ચ…

વધુ વાંચો >