મરાઠી સાહિત્ય

કાનેટકર, વસંત શંકર

કાનેટકર, વસંત શંકર (જ. 20 માર્ચ 1922, રહિમતપુર, જિ. સતારા; અ. 30 જાન્યુઆરી 2001, નાસિક) : વિખ્યાત મરાઠી નાટ્યકાર તથા વાર્તા અને નવલકથાના લેખક. ‘રવિકિરણ મંડળ’ના ત્રણ પ્રમુખ કવિઓમાંના એક કવિ ગિરીશના પુત્ર. શિક્ષણ સાંગલી તથા પુણે ખાતે. અંગ્રેજી મુખ્ય વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી નાસિકની એચ.પી.ટી. કૉલેજમાં…

વધુ વાંચો >

કામ્બ્લે, નામદેવ ચંદ્રભાન

કામ્બ્લે, નામદેવ ચંદ્રભાન (જ. 1948, શિરપુરજૈન, માલેગાંવ, મહારાષ્ટ્ર) : જાણીતા મરાઠી વાર્તાકાર, નવલકથાકાર અને કવિ. તેમને તેમની નવલકથા ‘રાઘવવેળ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઘણી જ મુશ્કેલીઓ વેઠીને તેમણે પોતાની બી.એ. તથા બી.એડ્.ની પદવી મેળવી. અભ્યાસ પૂરો કરવા શાળાના ચોકીદાર તરીકે પણ કાર્ય કર્યું. ત્યારબાદ વાશિમમાં…

વધુ વાંચો >

કીર ધનંજય

કીર, ધનંજય (જ. 23 એપ્રિલ 1913, રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 12 મે 1984) : વિખ્યાત મરાઠી લેખક, સમાજસુધારક અને ઇતિહાસવિદ. આખું નામ ધનંજય વિઠ્ઠલ કીર. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યાં પછી પિતાના વ્યવસાય સુથારીકામની તાલીમ લીધી. પરંતુ અંગ્રેજી શિક્ષણ પ્રત્યે વિશેષ આકર્ષણ હોવાથી 1935માં રત્નાગિરિ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થયા પછી મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ…

વધુ વાંચો >

કુલકર્ણી કૃષ્ણાજી પાંડુરંગ

કુલકર્ણી, કૃષ્ણાજી પાંડુરંગ (જ. 5 જાન્યુઆરી 1892, ઇસ્લામપુર; અ. 12 જૂન 1964, મુંબઈ) : મરાઠી ભાષાના વિખ્યાત વ્યુત્પત્તિપંડિત, ભાષાશાસ્ત્રી, ઇતિહાસ-સંશોધક તથા શિક્ષણશાસ્ત્રી. પિતા વતનના ન્યાયાલયમાં અરજીઓ લખી આપવાનું છૂટક કામ કરતા. મામાના સક્રિય પ્રોત્સાહનથી ભણી શક્યા. નાસિક, કોલ્હાપુર, ફલટણ, સાતારા, પુણે તથા મુંબઈમાં શિક્ષણ લીધું. 1916માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે…

વધુ વાંચો >

‘કુસુમાગ્રજ’

‘કુસુમાગ્રજ’ (જ. 27 ફેબ્રુઆરી 1912, નાસિક; અ. 10 માર્ચ 1999, નાસિક) : 1989ના જ્ઞાનપીઠ ઍવૉર્ડથી સન્માનિત મરાઠી કવિ, નાટ્યકાર તથા નવલકથાકાર. આખું નામ વિષ્ણુ વામન શિરવાડકર. તેઓ ધ્યેયલક્ષી સાહિત્યના હિમાયતી અને સામાજિક સુધારણાના પ્રખર પુરસ્કર્તા હતા. સમગ્ર શિક્ષણ નાસિક ખાતે. કેટલાંક મરાઠી વૃત્તપત્રોમાં કામ કર્યા પછી તેમણે સરસ્વતીને ખોળે માથું…

વધુ વાંચો >

કેતકર શ્રીધર વ્યંકટેશ

કેતકર, શ્રીધર વ્યંકટેશ (જ. 2 ફેબ્રુઆરી 1884, રાયપુર, મધ્યપ્રદેશ; અ. 10 એપ્રિલ 1937, પુણે) : પ્રસિદ્ધ પ્રાચ્યવિદ્યાવિદ્, જ્ઞાનકોશકાર, અર્થશાસ્ત્રજ્ઞ, ઇતિહાસકાર અને મરાઠી નવલકથાકાર. મૂળ વતન કોંકણના દાભોળ નજીક અંજનવેલ. તેમના જન્મ પૂર્વે કેતકર કુટુંબ વિદર્ભના અમરાવતી ગામે સ્થળાંતર કરી ગયેલું. તેમના દાદા જૂના ગ્રંથોની નકલો કરીને ગામેગામ વેચતા. તેમના પિતા…

વધુ વાંચો >

કેદારનાથ (નાથજી)

કેદારનાથ (નાથજી) (જ. 25 ડિસેમ્બર 1883; અ. 1978) : મહારાષ્ટ્રીય જ્ઞાની સંત. વતન રાયગડ જિલ્લાનું પાલી ગામ, પિતા અપ્પાજી બળવંત, અટક કુલકર્ણી; પરંતુ વ્યવસાયે ઉપ-રજિસ્ટ્રારના હોદ્દા પર હોવાથી દેશપાંડે તરીકે પણ ઓળખાતા. બાળપણ થાણા, રત્નાગિરિ, ખાનદેશ વગેરે જિલ્લાઓમાં વીત્યું. ચાર-પાંચ વર્ષે રત્નાગિરિ જિલ્લામાં ગુહાગરની ધૂળી નિશાળમાં શિક્ષણનો પ્રારંભ. માધ્યમિક શિક્ષણ…

વધુ વાંચો >

કેની ચન્દ્રકાન્ત

કેની, ચન્દ્રકાન્ત (જ. 1934) : હિંદી, મરાઠી, કોંકણી સાહિત્યકાર. તેમની કૃતિ ‘વ્હંકલ પાવણી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. કોંકણી સાહિત્ય અને પત્રકારત્વમાં તેમનું નામ બહુ જાણીતું છે. ગોવા મુક્તિ-આંદોલનના તેઓ સક્રિય કાર્યકર હતા. રાજ્યની ભાષાકીય તથા સાંસ્કૃતિક એકતા સિદ્ધ કરવાના લક્ષ્યથી તેમણે 1963માં ‘રાષ્ટ્રમત’ નામના મરાઠી દૈનિકનું…

વધુ વાંચો >

કેશવસુત

કેશવસુત (જ. 7 ઑક્ટોબર 1866, માલગુંડ, રત્નાગિરિ; અ. 7 નવેમ્બર 1905, હુબળી) : આધુનિક મરાઠી કવિતાના પ્રવર્તક. મૂળ નામ કૃષ્ણાજી કેશવ દામલે. શિક્ષણ ખેડ, વડોદરા, વર્ધા, નાગપુર તથા પુણે ખાતે. 1889માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. 1901માં ફૈઝપુર ખાતે મુખ્ય અધ્યાપક તથા 1904માં ધારવાડ મહાવિદ્યાલયમાં મરાઠીના અધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાર્થીકાળથી કવિતા…

વધુ વાંચો >

કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ

કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ (જ. 29 જૂન 1871, બુલઢાણા; અ. 1 જૂન 1934, પુણે) : વિખ્યાત મરાઠી લેખક. તે નાટકકાર, વિવેચક અને હાસ્યકાર હતા. મૂળ વતન રત્નાગિરિ જિલ્લાનું નેવરે ગામ. પિતા કૃષ્ણરાવ. શરૂઆતનું શિક્ષણ અકોલા ખાતે, જ્યાં તેમણે કિર્લોસ્કર નાટક મંડળીનાં નાટકો જોયાં હતાં. 1888માં મૅટ્રિક પાસ થયા. ઉચ્ચ શિક્ષણ પુણે…

વધુ વાંચો >