મરાઠી સાહિત્ય

ઠકાર, વિમલાતાઈ

ઠકાર, વિમલાતાઈ (જ. 25 માર્ચ 1923, નાગપુર; અ. 11 માર્ચ 2009) : ભારતની સંત-પરંપરાને ઉજ્જ્વળ સ્વરૂપ આપનાર અને સત્યના અધિષ્ઠાન પર આધારિત અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક તથા સંનિષ્ઠ જીવનસાધક. પિતાનું નામ બાપુસાહેબ, જેઓ વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ ચંદ્રિકા, જેઓ ‘અક્કા’ના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતાં હતાં. વિમલાતાઈના જન્મસમયે તેમના…

વધુ વાંચો >

ઠાકરે, કેશવ સીતારામ

ઠાકરે, કેશવ સીતારામ (જ. 17 સપ્ટેમ્બર 1885, પનવેલ, જિલ્લો કુલાબા; અ. 20 નવેમ્બર 1973, મુંબઈ) : મહારાષ્ટ્રના સમાજસુધારક, ઇતિહાસકાર અને જહાલ પત્રકાર. ‘પ્રબોધનકાર ઠાકરે’ નામથી તે વધુ જાણીતા બન્યા છે. શિક્ષણ પનવેલ અને મધ્યભારતના દેવાસ રિયાસત ખાતે. મૅટ્રિક સુધી જ ભણ્યા; પરંતુ ખાનગી રાહે સ્વયંસ્ફૂર્તિથી અંગ્રેજી અને મરાઠી ભાષાઓ પર…

વધુ વાંચો >

ઢસાળ, નામદેવ લક્ષ્મણ

ઢસાળ, નામદેવ લક્ષ્મણ (જ. 15 ફેબ્રુઆરી 1949, પુણેની નજીકના ખેડ તાલુકાના પુર-કાનેસર ખાતે; અ. 15 જાન્યુઆરી 2014, મુંબઈ) : માનવ-અધિકારો માટે ઝૂઝનાર મહારાષ્ટ્રના કર્મશીલ સમાજસેવક, કવિ અને લેખક. તેઓ માત્ર છ વર્ષના હતા ત્યારે એમના પિતાએ પોતાના પરિવાર સાથે વતન છોડીને મુંબઈ સ્થળાંતર કર્યું અને પછીની જિંદગી ત્યાં જ વિતાવી.…

વધુ વાંચો >

ઢેરે, રામચંદ્ર ચિંતામણ

ઢેરે, રામચંદ્ર ચિંતામણ (જ. 21 જુલાઈ 1930 નિગોડ) : મરાઠી સાહિત્યકાર. પ્રાથમિક શિક્ષક પૂનાની મ્યુનિસિપલ શાળામાં, માધ્યમિક શિક્ષણ પૂના ઇંગ્લિશ સ્કૂલ અને પૂનાની રાત્રિ શાળામાં લીધું. 1966માં ગ્રૅજ્યુએટ થયા. તેમની કૃતિ ‘શ્રી વિઠ્ઠલ : એક મહાસમન્વય’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. પ્રાચીન મરાઠી સાહિત્ય તથા સંસ્કૃતિના સંશોધનક્ષેત્રે…

વધુ વાંચો >

તરુણ ભારત

તરુણ ભારત : મરાઠી સાપ્તાહિક. સ્થાપક જાણીતા મરાઠી લેખક ગ. ત્ર્યં. માડખોલકરે 1930માં નાગપુરથી શરૂ કરેલું. એ સાપ્તાહિકમાં પ્રારંભમાં તરુણ લેખકોને અગ્રસ્થાન અપાતું. તે ઉપરાંત એમાં સમકાલીન રાજકીય, સામાજિક, સાંસ્કારિક પરિબળો વિશે પણ આકરી ટીકા થતી. એમાં તંત્રી દ્વારા થતી ચર્ચાઓમાં પત્રકારનું તાટસ્થ્ય નહોતું અને ભાષા પણ ઉગ્ર તેમજ આક્ષેપાત્મક…

વધુ વાંચો >

તાંબે, ભા. રા.

તાંબે, ભા. રા. (જ. 27 ઑક્ટોબર 1873, મુંગાવલી, મધ્ય ભારત; અ. 7 ડિસેમ્બર 1941, ગ્વાલિયર) : મરાઠી કવિ. આખું નામ ભાસ્કર રામચંદ્ર તાંબે. શિક્ષણ ઝાંસી અને દેવાસ ખાતે. 1893માં પ્રવેશ પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી; પરંતુ કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ઉચ્ચશિક્ષણ લઈ શક્યા ન હતા. મધ્ય ભારતમાં ભિન્ન ભિન્ન…

વધુ વાંચો >

તુકારામ

તુકારામ (જ. 1608, દેહૂ, પુણે પાસે; અ. 1649, ઇન્દ્રાયણી) : વિખ્યાત મરાઠી સંત તથા કવિ. મહારાષ્ટ્રના લોકલાડીલા સાત સંતો તે નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ અને તુકારામ હતા. પુણે નજીકના દેહૂ ગામમાં મોરે વંશમાં જન્મ. પિતાનું નામ બોલ્હોબા અને માતાનું નામ કનકાઈ. પરિવારની અટક આંબિલે. કુટુંબનો વ્યવસાય વેપાર. તેમની…

વધુ વાંચો >

તુઝે આહે તુઝ પાશી

તુઝે આહે તુઝ પાશી : મરાઠી હાસ્યપ્રધાન નાટક. લેખક પુ. લ. દેશપાંડે. તેમાં એમણે સમકાલીન જીવનપ્રવાહો તથા વિચારધારા પર વ્યંગ કર્યો છે. એ નાટક એમની શ્રેષ્ઠ રચના મનાઈ છે. ‘તુજશી તુઝા પાશી’નો અર્થ ‘જે તારું છે તે તારી જ પાસે છે’. નાટકકારે એને પ્રતીક તરીકે લીધું છે. દરેક વ્યક્તિની પાસે…

વધુ વાંચો >

તેંડુલકર, વિજય

તેંડુલકર, વિજય (જ. 9 જાન્યુઆરી 1928, પુણે; અ. 19 મે 2008, મુંબઈ) : ભારતપ્રસિદ્ધ પ્રયોગલક્ષી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર. સોળ વર્ષની વયે અસાધારણ સંજોગોમાં શિક્ષણ છોડવું પડ્યું. શાળામાં એમના એક શિક્ષક અનંત કાણેકર જે મરાઠીના અગ્રગણ્ય સાહિત્યકાર હતા તેમણે બાળ વિજયમાં જે શક્તિસ્રોત જોયો, તેથી એમને થયું, કે એ બાળકને…

વધુ વાંચો >

દશાવતારી નાટક

દશાવતારી નાટક : મહારાષ્ટ્રના પારંપરિક નાટ્યસાહિત્યનો પ્રકાર. તેને દશાવતારી ખેળે કહે છે. આ પ્રકારનાં નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં લોકપ્રિય છે. નવો પાક ઊતર્યા પછી હોળી સુધી વિવિધ ગામોમાં યોજાતી મંદિરોની યાત્રામાં દશાવતારી નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં ભજવાતાં. આ પ્રકારનાં નાટકોમાં વિષ્ણુના દશ અવતારોની રજૂઆત થાય છે અને એ…

વધુ વાંચો >