મરાઠી સાહિત્ય
લોલિતકર, સુદેશ શરદ
લોલિતકર, સુદેશ શરદ (જ. 30 ડિસેમ્બર 1964, રામનાથી પોન્ડા, ગોવા) : કોંકણી અને મરાઠી કવિ, ફિલ્મનિર્માતા, નિર્દેશક અને પટકથા-લેખક. 1996માં તેઓ ગોવા ફિલ્મ અકાદમીના અધ્યક્ષપદે રહ્યા. તેમણે મુંબઈ અને પણજી દૂરદર્શન કેન્દ્રો અને આકાશવાણી પરથી પ્રસારિત કાર્યક્રમોમાં ભાગ લીધો. તેમણે સર્વ પ્રથમ કોંકણી દૂરદર્શન-નાટક ‘આવોય’ અને દૂરદર્શન-ચલચિત્ર ‘જૈત’નું નિર્દેશન કર્યું.…
વધુ વાંચો >વરખેડકર, વસંત શ્યામરાવ
વરખેડકર, વસંત શ્યામરાવ (જ. 1918; અ. 1985) : મરાઠી નવલકથાકાર, નાટ્યકાર તથા નાગરિક સ્વાતંત્ર્ય અને લોકશાહીના હિમાયતી. તેમણે નાગપુરની મોરિસ કૉલેજમાંથી એમ.એ.ની પદવી મેળવ્યા બાદ થોડો વખત ‘સમાધાન’ અને ‘ભવિતવ્ય’ના સહ-સંપાદક તરીકે કામગીરી કરી. પછી તેઓ સરકારી નોકરીમાં પ્રેસ માહિતી કાર્યાલયમાં માહિતી અધિકારી તરીકે જોડાયા. તેમણે નવલકથાકાર તરીકે તેમની કારકિર્દી…
વધુ વાંચો >વરેરકર, મામા
વરેરકર, મામા (જ. 27 એપ્રિલ 1883, ચિપળૂણ, મહારાષ્ટ્ર; અ. 23 સપ્ટેમ્બર 1964, નવી દિલ્હી) : મરાઠીના અગ્રણી સાહિત્યકાર અને પ્રયોગશીલ નાટ્યલેખક. સાહિત્યવર્તુળમાં મામા વરેરકર તરીકે જાણીતા બનેલા આ સાહિત્યસર્જકનું આખું નામ ભાર્ગવરામ વિઠ્ઠલ વરેરકર હતું. તેમણે તેમની આશરે સાઠ વર્ષની પ્રદીર્ઘ સાહિત્યસેવા દરમિયાન 37 જેટલાં નાટકો, 6 લઘુનાટકો, 14 એકાંકીઓ,…
વધુ વાંચો >વર્તક, ચંદ્રકાન્ત રામચંદ્ર (ડૉ.)
વર્તક, ચંદ્રકાન્ત રામચંદ્ર (ડૉ.) (જ. 27 જુલાઈ 1930, મહાડ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1959થી 1990 દરમિયાન તેમણે કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં મરાઠીનું અધ્યાપનકાર્ય કર્યું. નિવૃત્તિ પછી તેમણે કે. એસ. વાણી સંશોધન સંસ્થા, ધૂળેમાં મુલાકાતી પ્રાધ્યાપક (માનાર્હ) તરીકે સેવાઓ આપી.…
વધુ વાંચો >વર્હાડપાંડે, એમ. એલ.
વર્હાડપાંડે, એમ. એલ. (જ. 23 જૂન 1936, અરવી, જિ. વર્ધા, મહારાષ્ટ્ર) : અંગ્રેજી, મરાઠી અને હિંદીના વિદ્વાન લેખક તથા સંશોધક. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેઓ સંઘ જાહેર સેવા આયોગના નાયબ નિયામક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે અંગ્રેજી દૈનિક ‘હિતવાદ’માં અને અન્ય મરાઠી સામયિકોમાં કામગીરી કરી છે. તેમણે નાગપુર ખાતે…
વધુ વાંચો >વર્હાડપાંડે, વસંતકૃષ્ણ
વર્હાડપાંડે, વસંતકૃષ્ણ (જ. 1927) : મરાઠી વાર્તાકાર અને વિવેચક. તેમણે શ્રી બિન્ઝાની સિટી કૉલેજ, નાગપુર ખાતે મરાઠીના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી, અને નાગપુરની હિસ્લોપ કૉલેજમાંથી મરાઠી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે સાહિત્યક્ષેત્રે ટૂંકીવાર્તા, કાવ્ય અને નવલકથા જેવાં સ્વરૂપો પસંદ કર્યાં. તેમનો ‘વાસ્તુ’ નામક વાર્તાસંગ્રહ અને ‘યા મનચા પાલના’…
વધુ વાંચો >વલસંગકર, વ્યંકટેશ શામરાવ
વલસંગકર, વ્યંકટેશ શામરાવ (જ. 19 ઑક્ટોબર 1951, ગુલબર્ગ, કર્ણાટક) : મરાઠી કવિ અને વિવેચક. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી મરાઠીમાં એમ.એ. અને બી.એડ.ની પદવી પ્રાપ્ત કરી. પછી તેમણે એન. વી. પ્રિયુનિવર્સિટી કૉલેજ, ગુલબર્ગમાં અધ્યાપનકાર્ય કર્યું. સાથોસાથ લેખનકાર્ય પણ ચાલુ રાખ્યું. 1988-96 દરમિયાન તેઓ ગુલબર્ગના મરાઠી સાહિત્ય મંડળના માનાર્હ સંયુક્તમંત્રી હતા. તેમણે અત્યાર…
વધુ વાંચો >વાઘ, વિઠ્ઠલ ભીખાજી
વાઘ, વિઠ્ઠલ ભીખાજી (જ. 1 જાન્યુઆરી 1945, હિંગાણી, જિ. અકોલા, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે ઇન્દોર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને અમરાવતી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ શ્રી શિવાજી કૉલેજ ઑવ્ આર્ટ્સ, કૉમર્સ ઍન્ડ સાયન્સ, અકોલામાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને અધ્યાપનકાર્ય કર્યું. તેઓ 1994-95માં રિજિયૉનલ સબોર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બૉર્ડ, અમરાવતીના અધ્યક્ષપદે…
વધુ વાંચો >વાડેકર, દેવીદાસ દત્તાત્રય
વાડેકર, દેવીદાસ દત્તાત્રય (જ. 25 મે 1902, કરોલી-સિદ્ધેશ્વર, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ.?) : મરાઠી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1926માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી પછી તેઓ મુંબઈ અને પુણે યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘આધુનિક માનસશાસ્ત્ર – ઇતિહાસ વ…
વધુ વાંચો >વાડેર, પ્રહલાદ બાપુરાવ
વાડેર, પ્રહલાદ બાપુરાવ (જ. 4 માર્ચ 1929, નિપાની, જિ. બેલગામ, કર્ણાટક) : મરાઠી લેખક. તેમણે 1959માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ. એ. અને 1977માં પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ મરાઠીના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ 1988થી 1990 સુધી મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતમંડળના સભ્ય; 1987-91 સુધી ભારતીય જ્ઞાનપીઠની સલાહકાર સમિતિના સભ્ય; અને 1986-90 સુધી…
વધુ વાંચો >