ભૂગોળ

ચાંગચુન (શહેર)

ચાંગચુન (શહેર) (Changchun) : જિલિન (Jilin) પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 53’ ઉ. અ. અને 125° 19’ પૂ. રે.. આ શહેર ઈશાન ચીનમાં સુંગરી અને લિઆવ નદીના નીચાણવાળા ફળદ્રુપ મેદાનના મધ્યભાગમાં આવેલું છે. આ શહેરની આબોહવા સમધાત છે. આસપાસના પ્રદેશમાં ખેતીના પાકોની અનુકૂળતા મુજબ ખેતીકામ થાય છે. આ શહેર…

વધુ વાંચો >

ચાંદોદ

ચાંદોદ : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા અને ઓરસંગ નદીના સંગમસ્થાન ઉપર આવેલું પ્રસિદ્ધ તીર્થધામ. તે ડભોઈથી દક્ષિણે 21 કિમી. દૂર 21° – 59’ ઉ. અ. અને 73° – 27’ પૂ. રે. ઉપર ડભોઈ–ચાંદોદ નૅરોગેજ રેલવેનું સ્ટેશન હતું. તેનું પ્રાચીન નામ ચંડીપુર છે. તે ચાણોદ નામથી પણ ઓળખાય છે. આ…

વધુ વાંચો >

ચાંપાનેર

ચાંપાનેર : ચાંપાનેર (ઉ.અ. 22° 29’, પૂ.રે. 73° 32’) પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં હાલોલથી 6 કિમી. દૂર પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઐતિહાસિક પુરાવાઓને આધારે ચાંપાનેર-પાવાગઢનું સ્થળ બહુ પ્રાચીન હોવાનું જણાય છે. અહીંથી પ્રાગૈતિહાસિક કાળના મધ્યાશ્મ અને અન્ત્યાશ્મ યુગનાં ઓજારો પ્રાપ્ત થયાં છે. ચાંપાનેરના આદિ માનવનો જીવનકાળ સંભવત: લાખેક વર્ષ કરતાં…

વધુ વાંચો >

ચિકમગલુર

ચિકમગલુર : કર્ણાટક રાજ્યના 31 જિલ્લા પૈકીનો એક અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 13 19´ ઉ. અ. અને 75 47´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની પૂર્વ દિશાએ તુમકુર, પશ્ચિમ દિશાએ ઉડુપી, ઉત્તર દિશાએ શિમોગા અને દક્ષિણ દિશાએ હસન અને દક્ષિણ કન્નડ જિલ્લાથી ઘેરાયેલો…

વધુ વાંચો >

ચિતાગોંગ (ચટગાંવ)

ચિતાગોંગ (ચટગાંવ) : બાંગ્લાદેશનું પ્રમુખ બંદર, જિલ્લામથક અને બીજા નંબરનું શહેર. ભૌગોલિક સ્થાન : 22° 08’ 13’’થી 22° 18’ 15’’ ઉ. અ. અને 90° 46’ 30’’થી 91° 50’ પૂ. રે.ની વચ્ચે આવેલું છે. ચિતાગોંગ બંદર બંગાળના ઉપસાગરના ઈશાન ભાગમાં કર્ણફૂલી નદીના મુખથી ઉત્તરે 19 કિમી. દૂર આવેલું છે. ચિતાગોંગ જિલ્લાનું…

વધુ વાંચો >

ચિતોડ (ચિત્તોડ, ચિત્તોડગઢ)

ચિતોડ (ચિત્તોડ, ચિત્તોડગઢ) : રાજસ્થાનનો જિલ્લો તથા રાજસ્થાનના મેવાડમાં આવેલું સિસોદિયા ગોહિલ રાજપૂતોની આઠમીથી સોળમી સદી સુધીનું રાજધાનીના નગર તરીકે જાણીતું નાનું નગર. ભૌગોલિક સ્થાન : 24° 53’ ઉ. અ.થી 74° 38’ પૂ. રે.ની આજુબાજુનો 10,856 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. એના ઐતિહાસિક કિલ્લાથી અને એ કિલ્લા ઉપર આવેલાં…

વધુ વાંચો >

ચિત્તરંજન

ચિત્તરંજન : પશ્ચિમ બંગાળના બરદ્વાન જિલ્લામાં આવેલું રેલવે એન્જિનો બનાવતા જાહેર ક્ષેત્રના કારખાનાનું મથક. તે કોલકાતાની વાયવ્ય દિશામાં આશરે 230 કિમી. અંતરે વસેલું છે અને પશ્ચિમ બંગાળના ઔદ્યોગિક નગર દુર્ગાપુરથી આશરે 40 કિમી. અંતરે છે. ભૌગોલિક સ્થાન : 23° 52’ ઉ. અ. અને 86° 52’ પૂ. રે.. તેની ઉત્તરમાં સંથાલ…

વધુ વાંચો >

ચિત્તૂર

ચિત્તૂર : આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓ પૈકીનો દક્ષિણ તરફ આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 12 44´ ઉ. અ.થી 13 34´ ઉ. અ. અને 78 2´ પૂ. રે.ની 79 41´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. રાયલસીમા પ્રદેશમાં આવેલા 6 જિલ્લાની ઉત્તરે  અન્તામાયા જિલ્લો, દક્ષિણે તામિલનાડુ રાજ્યના તિરુપાતુર, વેલ્લોર તિરુવલ્લુર જિલ્લાઓ જ્યારે…

વધુ વાંચો >

ચિત્રકૂટ

ચિત્રકૂટ : ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં મંદાકિની નદીના તટે આવેલું રામાયણપ્રસિદ્ધ પૌરાણિક પર્વતીય તીર્થસ્થળ. પૌરાણિક કથાનક મુજબ અહીં અત્રિ, ભરદ્વાજ આદિ પ્રાચીન ઋષિઓના આશ્રમો હતા. અહીં અત્રિ આશ્રમે સતી અનસૂયાને ઉદરે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર ચંદ્ર, દત્ત અને દુર્વાસા રૂપે જન્મ્યા હતા. નિષધ દેશના નલરાજા અને પાંડવ યુધિષ્ઠિરે અહીં તપ કરી…

વધુ વાંચો >

ચિત્રદુર્ગ

ચિત્રદુર્ગ : કર્ણાટક રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 14° 14’ ઉ. અ. અને 76° 24’ પૂ.રે.. તેનો કુલ વિસ્તાર 8,440 ચોકિમી. તથા તેની વસ્તી 16,60,378 (2011) છે. ચિત્રદુર્ગનગર એ તેનું વહીવટી મથક છે. જિલ્લો રાજ્યના પૂર્વભાગમાં આવેલો છે. તેની ઉત્તરે રાજ્યનો બેલ્લારી, પશ્ચિમે શિમોગા અને હાવેરી, નૈર્ઋત્યે ચિકમગલુર, દક્ષિણે અને…

વધુ વાંચો >