ભૂગોળ

સેન્ટ લૉરેન્સનો અખાત

સેન્ટ લૉરેન્સનો અખાત : ઉત્તર આટલાંટિક મહાસાગર સાથે સંકળાયેલો અખાત. ભૌગોલિક સ્થાન : 48° 00´ ઉ. અ. અને 62° 00´ પ. રે.. આટલાંટિક મહાસાગર સાથે સંકળાયેલા મેક્સિકોના અખાત પછી વિસ્તારની દૃષ્ટિએ આ અખાતનો ક્રમ આવે છે. તેની પૂર્વે ન્યૂફાઉન્ડલૅન્ડનો આંશિક ભાગ, દક્ષિણે નોવા સ્કોશિયા અને ન્યૂ બ્રુન્સવીકનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

સેન્ટ લ્યુસિયા (St. Lucia)

સેન્ટ લ્યુસિયા (St. Lucia) : પૂર્વ કૅરિબિયન સમુદ્રમાં વેસ્ટ ઇન્ડિઝના ભાગરૂપે ચાપાકારે વિસ્તરેલા ‘લઘુ ઍન્ટિલ્સ’ ટાપુઓ પૈકીના વિન્ડવર્ડ જૂથનો ટાપુ. તે આશરે 14° 0´ ઉ. અક્ષાંશ અને 61° 0´ પ. રેખાંશ પર આવેલો છે. આ ટાપુ ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે વારંવાર હસ્તાંતરિત થતો રહ્યો છે. ઈ. સ. 1814માં તેને ફ્રાન્સ…

વધુ વાંચો >

સેન્ટ વિન્સેન્ટ અખાત

સેન્ટ વિન્સેન્ટ અખાત : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના અગ્નિકાંઠા પર આવેલો હિન્દી મહાસાગરનો ત્રિકોણીય ફાંટો. ભૌગોલિક સ્થાન : 35° 00´ દ. અ. અને 138° 05´ પૂ. રે.. તે ઑસ્ટ્રેલિયાની મુખ્ય ભૂમિ અને યૉર્કની ભૂશિર વચ્ચે પથરાયેલો છે. તેની લંબાઈ 145 કિમી. અને પહોળાઈ 72 કિમી. છે. હિન્દી મહાસાગર સાથે તેનું નૈર્ઋત્ય…

વધુ વાંચો >

સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનૅડાઇન્સ (Saint Vincent and The Grenadines)

સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનૅડાઇન્સ (Saint Vincent and The Grenadines) : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો નાનો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 12° 30´થી 13° 15´ ઉ. અ. અને 61° 15´થી 61° 30´ પ. રે. વચ્ચેનો 388 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે વેનેઝુએલાની ઉત્તરે આશરે 320 કિમી. અંતરે કૅરિબિયન સમુદ્રમાં…

વધુ વાંચો >

સેન્ટ વિન્સેન્ટ ભૂશિર

સેન્ટ વિન્સેન્ટ, ભૂશિર : પોર્ટુગલની નૈર્ઋત્ય ભૂમિછેડે આવેલી ભૂશિર. ભૌગોલિક સ્થાન : 37° 01´ ઉ. અ. અને 9° 00´ પ. રે.. તે આટલાંટિક મહાસાગરના આ કંઠાર ભૂમિભાગ પર પૉન્તા દ સાગ્રેસ સાથે ઊંચાઈ ધરાવતી ભૂશિર રચે છે. અહીં અસ્તિત્વ ધરાવતા ધર્મસ્થાનક પરથી ગ્રીકો અને રોમનો તેને પવિત્ર સ્થળ તરીકે ઓળખતા…

વધુ વાંચો >

સેન્ટ હેલેના

સેન્ટ હેલેના : દક્ષિણ આટલાંટિક મહાસાગરમાં આવેલો બ્રિટિશ ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 15° 57´ દ. અ. અને 5° 42´ પ. રે. આજુબાજુનો 122 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમ આફ્રિકાના ભૂમિભાગથી નૈર્ઋત્યમાં 1930 કિમી.ને અંતરે તથા નજીકમાં નજીક આવેલા ઍસ્કેન્શન ટાપુથી અગ્નિકોણમાં આશરે 1100 કિમી.ને અંતરે આવેલો છે.…

વધુ વાંચો >

સેન્ટ હેલેન્સ

સેન્ટ હેલેન્સ : ઇંગ્લૅન્ડના મર્સિસાઇડમાં આવેલું શહેર અને ઉત્પાદક મથક. ભૌગોલિક સ્થાન : 50° 42´ ઉ. અ. અને 1° 06´ પ. રે.. તે બ્રિટનનું કાચ-ઉત્પાદન કરતું મોટામાં મોટું મથક છે; અહીં સમતળ કાચ, ટેબલ પર રાખવાના પટકાચ, કાચનાં પાત્રો તૈયાર થાય છે. અહીંના અન્ય ઉદ્યોગોમાં ઇજનેરી ઉદ્યોગ, કાપડ અને ઔષધીય…

વધુ વાંચો >

સૅન્ટૉસ ડૂમૉન્ટ ઍલ્બર્ટો

સૅન્ટૉસ, ડૂમૉન્ટ ઍલ્બર્ટો [જ. 1873, સૅન્ટૉસ ડૂમૉન્ટ (અગાઉ પામિરા તરીકે ઓળખાતું આ શહેર હવે તેમના નામથી ઓળખાય છે.), બ્રાઝિલ; અ. 1932] : બ્રાઝિલના હવા ઉડાણના અગ્રેસર. તેમણે ફ્રાન્સમાં અભ્યાસ કર્યો અને મોટાભાગની જિંદગી ત્યાં જ ગાળી. 1898માં તેમણે એક બલૂન ઉડાવ્યું. તે પછી તેમણે એક ‘ઍરશિપ’ બનાવ્યું અને 1901માં તેમાં…

વધુ વાંચો >

સૅન્ડવીપ ટાપુ (Sandwip Island)

સૅન્ડવીપ ટાપુ (Sandwip Island) : બાંગ્લાદેશના ચિતાગોંગ વિભાગના નોઆખલી જિલ્લામાં આવેલો ટાપુ તથા તે જ નામ ધરાવતી ખાડી. ભૌગોલિક સ્થાન : 22° 29´ ઉ. અ. અને 91° 26´ પૂ. રે.. ગંગાના ત્રિકોણપ્રદેશમાં છેક પૂર્વ છેડા પર મેઘના નદીની નાળમાં આવેલા આ ટાપુની લંબાઈ 40 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 5થી 15…

વધુ વાંચો >

સૅન્ડહર્સ્ટ

સૅન્ડહર્સ્ટ : ઇંગ્લૅન્ડના બર્કશાયર પરગણામાં બ્રેકનેલ જિલ્લાનું એક નગર. ભૌગોલિક સ્થાન : 51° 21´ ઉ. અ. અને 0° 47´ પ. રે.. તે લંડનથી 48 કિમી.ને અંતરે પશ્ચિમી-નૈર્ઋત્ય તરફ આવેલું છે. અહીંથી 14 કિમી. ઉત્તર તરફ આલ્ડરશૉટની લશ્કરી છાવણી આવેલી છે. આ સ્થળ રૉયલ મિલિટરી એકૅડેમી માટે ખૂબ જાણીતું છે. 1741માં…

વધુ વાંચો >